SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ય કાચું પડી જાય. ૩૦૯૯ જગતમાં આત્માનું જ નહીં, પણ અનાત્માના એક પરમાણુની પણ વધ-ઘટ થતી નથી. આટલી બધી લઢાઈઓ થાય, તોફાનો થાય, આટલાં બધાં માણસો મરી જાય તો ય એક પરમાણુ પણ ઘટતું નથી ને વધતું નથી. “જેમ છે તેમ' જગત છે, આનો ફેરફાર થઈ શકે તેમ નથી. ૩૧00 તત્ત્વોની ખૂબી કેવી છે એ “જ્ઞાની પુરુષ' જ જોઈ હોય. બીજા કોઈને બુદ્ધિથી સમજાવી શકાય તેમ નથી. આત્મતત્ત્વની ખૂબી એવી છે કે એની હાજરીથી જ બધું થઈ જાય ! આમ દ્રષ્ટિ કરે તો આમ થઈ જાય ને તેમ દ્રષ્ટિ કરે તો તેમ થઈ જાય ! આત્માની દ્રષ્ટિ ચોગરદમ હોય, તેનાથી બધું હાજર જ થઈ જાય ! આત્માની અનંત શક્તિ છે, એની હાજરીથી આ બધું ઉત્પન્ન થાય છે અને એની હાજરીથી જ આ બધું ચાલે છે. ૩૧૦૧ આ “ચંદુભાઈ’ એ તો ‘મિકેનિકલ’ છે. પેટ્રોલ, તેલ, એંધણ બધું જ કરવું પડે. અંધણ પૂરો તો ચાલે, નહીં તો બંધ થઈ જાય. યંત્ર એને ફેરવી જ રહ્યું છે. જ્યાં સુધી એને નિજસ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી એને એ યંત્ર ફેરવ્યા જ કરશે ! ૩૧૦૨ જગત તો બહુ મોટું, વિશાળ સમજવા જેવું છે. જગતમાં બીજું કિશું બન્યું જ નથી ! એનાં એ જ છ તત્ત્વોની આ બધી ઘાલમેલ છે ! ૩૧૦૩ જગતમાં કેટલા બધા વિકલ્પો ?! વિકલ્પોની કોઈ લિમિટ ખરી ? જગતમાં કોઈ વસ્તુ એવી નથી કે જે “અનલિમિટેડ હોય ! ‘લિમિટ' ના હોય તો મોક્ષ સુધી પહોંચાય જ શી રીતે ? ૩૧૦૪ બ્રહ્માંડ છ તત્ત્વો માત્રથી ભરેલું છે ! આ છ ભાગીદારોની ‘લિમિટેડ કંપની' છે. (૧) ધંધા માટેની જગ્યા આપનાર અવકાશ” ક્ષેત્ર. (૨) ધંધા માટે માલસામાન આપનાર પુદ્ગલ'. (૩) માલસામાન લાવવા, લઈ જનાર - “ગતિ સહાયક તત્ત્વ'. (૪) માલની વ્યવસ્થાનું કામ કરનાર - ‘સ્થિતિ સહાયક તત્વ'. (૫) ઉપરના ચારેયનો નિકાલ કરનાર - ‘કાળતત્ત્વ.” (૬) દેખભાળ કરનાર - “શુદ્ધાત્મા' - જ્ઞાતા-દ્રષ્ટા'. ૩૧૦૫ આ છ તત્ત્વોની ભાગીદારીની લિમિટેડ કંપની છે. બધાનું જોખમ મર્યાદિત છે. છઠ્ઠો ભાગીદાર, આત્મા એ લાગણીપ્રધાન (ચેતનવંત) છે. તે બધા ઉપર ધ્યાન રાખે છે. પણ તે બોલે એટલે બીજા ભાગીદારો કહે, ‘તું ભાગીદાર છે, પણ સરખે ભાગે છે. બીજા ભાગીદારો વઢે છે શું કામ ? દેખભાળ રાખવાને બદલે તું આખી દુકાન લઈને બેઠો છે. “મારું મારું” કરે છે ! એટલે બાકીના પાંચેય ભાગીદારોએ પડી રહેવા માંડ્યું ! આ રૂપક હળવા ભાવે આપ્યું છે. દરેક જણમાં છ ભાગીદારો છે. લોકમાં પણ છ દ્રવ્યો છે. ભાગીદારોની વઢવાડને કારણે ચિંતા છે. જો છઠ્ઠો ભાગીદાર માત્ર જ્ઞાતાદ્રણ જ રહે તો બાકીના પાંચેય સરખી રીતે કામ કરે. દેખભાળ જ કર્યે રાખે તો બધું બરાબર થાય. ૩૧૦૬ જાગૃતિને અમુક જગ્યાએ નક્કી કરવું, એનું નામ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ” કોને કહેવાય છે કે જે શુદ્ધ આત્માને અંગે જ ઉપયોગ ગોઠવો તે ! ૩૧૦૭ ઉપયોગ એ ચંચળ ભાગની વસ્તુ નથી, પણ યોગ બધો ય ચંચળ ભાગ છે. છતાં, ઉપયોગ સંપૂર્ણ અચળ પણ નથી, પણ તે કારણ સ્વરૂપે અચળ હોવાથી ચંચળતા ઉપયોગને વિશે કહી શકાય. ૩૧૦૮ આત્માના ગુણો બધા “અગુરુલઘુ સ્વભાવના છે. વધે નહીં
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy