SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ પકડનારી ના હોય તો મન સુધી પહોંચતું જ નથી. ૩૦૮૩ મન-ચિત્ત-અહંકાર ને અંતઃકરણનો બધો ‘હિસાબ’, એ બધું પુદ્ગલ છે. બુદ્ધિ એકલી પુદ્ગલ નથી. બુદ્ધિ તો આત્માનો આનો આ જ પ્રકાશ છે, પણ અહંકારના ‘મીડિયમ’ ‘ઘૂ’ પડે છે એટલે એને બુદ્ધિ કહેવાઈ. ૩૦૮૪ બુદ્ધિના પરમાણુ ય ના હોય. પ્રકાશ છે એ પૂરણ-ગલન ના થાય. પૂરણ-ગલન થાય એ પુદ્ગલ કહેવાય. મન-ચિત્તઅહંકાર બધું ફીઝિકલ છે, જડ છે. બુદ્ધિ ફીઝિકલ નથી. ૩૦૮૫ શુદ્ધ ચિત્ત એ પર્યાયરૂપે છે અને શુદ્ધાત્મા દ્રવ્યગુણરૂપે છે, પણ એકની એક જ વસ્તુ છે બધી ! ૩૦૮૬ આત્માની દ્રવ્ય-ગુણ-પર્યાયથી એકતા જ છે. આમાં પર્યાયની શુદ્ધિકરણ થઈ ગઈ તે થઈ ગયો પૂર્ણ શુદ્ધાત્મા. ૩૦૮૭ જ્ઞેય ફર્યા કરે છે માટે જ્ઞાન ફરે છે. જ્ઞાન પહેલાં ફરતું નથી. જગત આખું પરિવર્તનશીલ છે, તેથી જ્ઞાન ફરે છે. ૩૦૮૮ અજ્ઞાનીઓ ભયને અનુભવે, જ્ઞાન આપ્યું હોય તે ભયને વેદે અને ભયની અસરને જાણે તે ‘કેવળ જ્ઞાનસત્તા' ! ૩૦૮૯ આત્મા એ ‘જ્ઞાન-સ્વરૂપ' જ છે, બીજી કોઈ વસ્તુ નથી. આ દીવાનો પ્રકાશ જડ છે, પણ એને કાપીએ તો એ કપાઈ જાય ? આત્માનો પ્રકાશ તો ઓર જ છે ! ભટ્ટી સળગાવીએ તો ય એ જ્ઞાનને અડે નહીં એટલું બધું એ સૂક્ષ્મ છે ! આ અગ્નિનો ભડકો એ સ્થૂળ છે, આત્માની અપેક્ષાએ. આત્મા તો એટલો બધો સૂક્ષ્મ છે કે એને આ કશી અસર જ ના થાય અને તે જ પરમાત્મા છે ! ૩૦૯૦ મોક્ષમાં પરમશાંતિ ના હોય, પરમાનંદ હોય ! ‘પોતે' જ પરમાનંદ સ્વરૂપ છે. શાંતિ તો જ્યાં અશાંતિ હોય ત્યાં હોય. શાંતિ દ્વંદ્વ સ્વરૂપ છે, જ્યારે પરમાત્મા તો પરમાનંદ સ્વરૂપ છે ! અનાદિકાળથી જે ખોળતા હતા, તે પોતાનું પરમાત્મસ્વરૂપ અને શક્તિસ્વરૂપ ! ૩૦૯૧ આત્માની પાસે કશું હોય તે જ દુઃખ છે. કશું ના હોય ત્યાં પાર વગરનું સુખ છે ! પોતે સ્વભાવથી જ સુખીયો છે ! ૩૦૯૨ સંપૂર્ણ પરિગ્રહરહિત થયો કે પોતે પ્રકાશમાન, સૂર્યનારાયણ જેવો પ્રકાશમાન, અનંત સુખનું ધામ થાય ! ૩૦૯૩ જે ખાય, તેને સંડાસ જવાનું. જે આહારી છે તે જ વિહારી છે ને તે જ નિહારી છે. આપણે શુદ્ધાત્મા તેને જાણનારા. ‘આહારી’ આહાર કરે છે ને ‘નિરાહારી’ ‘શુદ્ધ ચેતન’ માત્ર તેને જાણે છે ! ૩૦૯૪ જડમાં કોઈ દિવસ ચેતન હોય નહીં. ચેતનમાં કોઈ દિવસ જડ હોય નહીં. માત્ર આ શરીર એકલું જ ‘મિશ્ર ચેતન’ છે ! ચેતન જેવું કામ કરે છે, પણ એ ખરેખર ચેતન નથી. ૩૦૯૫ ભગવાનનું રૂપ જ અવર્ણનીય છે. એને કોઈ દિવસ મેલ લાગતો જ નથી. ‘એક્ટિવ’ (ચંચળ) ભાગમાં ભગવાન નથી. ‘ઈનએક્ટિવ’ (અચળ) ભાગમાં ભગવાન છે ! એમની હાજરીથી જ આ બધી લીલા છે ! ૩૦૯૬ જગત જેને સ્થિર કરવા જાય છે તે ‘મિકેનિકલ’ ચેતન છે. એ ખરેખર ‘એક્ઝેક્ટ’ ચેતન નથી, તું મૂળ સ્વરૂપને ખોળી કાઢ. મૂળ સ્વરૂપ સ્થિર જ છે ! ૩૦૯૭ ‘ચંચળ’ સાથે શાદી ના કરવી, ‘પ્રજ્ઞાદેવી' સાથે શાદી કરવી. પ્રશાદેવી તો બહુ સારાં છે, એ તો નિરંતર ચેતવે છે ! ૩૦૯૮ પહેલું ‘શાન’ અને બીજી ‘અમારી’ કૃપા. જ્ઞાન હોય ને કૃપા ના હોય તો કાચું પડી જાય. કૃપા હોય ને જ્ઞાન ના હોય તો
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy