SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ને ઘટે પણ નહીં. ક્રોધ-માન-માયા-લોભ તો વધે-ઘટે એવાં સ્વભાવનાં છે. આત્માને પરમાનંદ નામનો ગુણ છે. એ જરાય વધે નહીં, ઘટે નહીં ! જ્ઞાન નામનો ગુણ. દર્શન નામનો ગુણ......... એ વધે નહીં ને ઘટે પણ નહીં ! ૩૧૦૯ આત્મા સંકલ્પ-વિકલ્પ કરી શકે જ નહીં. કારણ કે આત્મા નિર્વિકલ્પ છે ! ૩૧૧૦ જ્યારે દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે ત્યારે આત્મજ્ઞાની કહેવાય અને જ્ઞાન જ્ઞાતાની મહીં પડી જાય એટલે નિર્વિકલ્પ થઈ ગયો ! ૩૧૧૧ જેને ઉદયકર્મનો ગર્વરસ ગયો, તેણે આત્મા પ્રાપ્ત કર્યો કહેવાય. આત્માએ તતૂપ થઈ કલ્પેલું ક્યારે ઊગી નીકળશે, તે કહેવાય નહીં. ૩૧૧૨ દેહમાંથી સ્પંદન થયેલાં, વાણીમાંથી સ્પંદન થયેલાં અને મનમાં કલ્પેલા એકે ય પરમાણુમાં જો ઉપયોગ રાખ્યો તો માર્યો ગયો સમજજે ! ને કેટલાંય ભવ રખડવું પડશે ! ૩૧૧૩ અહંકાર એ કલ્પના સ્વરૂપ નથી, હકીકત સ્વરૂપ છે ! ૩૧૧૪ જ્યાં કષાય છે ત્યાં સમાધિ નથી. જ્યાં સમાધિ છે ત્યાં કષાય નથી. આખું જગત કષાયને આધીન છે, પોતે પોતાને આધીન નથી. પોતાને આધીન હોત તો આવું કરે નહીં. કષાય કેમ ઊભા થયા? અજ્ઞાનતાને લઈને ! અજ્ઞાનતા કેમ ઊભી થઈ ? સંજોગોના દબાણથી ! ૩૧૧૫ કષાયને આધીન છે એટલે પરાધીન છે. જીવવાનું ય પરાધીન છે ને મરવાનું ય પરાધીન છે !ને પોતે પોતાની જાતને એમ માને છે કે હું સ્વાધીન છું, સ્વતંત્ર છું !” ૩૧૧૬ આ દુનિયામાં તમારે એક શોધખોળ કરવાની કે, “આ દુનિયામાં મારો જન્મ થયો તો મારી શક્તિ કેટલી ?! અને મારી કઈ શક્તિ છે ને કઈ શક્તિ નથી?” એ બેઉને જાણવું તો જોઈએ ને ? ૩૧૧૭ આ પ્રેમમય માર્ગ છે. જગતમાં કોઈ ઉપર તિરસ્કાર ના આવે તે પરમાત્મા થઈ શકે ! ૩૧૧૮ સવળી અનુમોદના કરી હોય તો મોક્ષે લઈ જાય ને અવળી અનુમોદના ભટકાવી મારે ! ૩૧૧૯ “જ્ઞાની પુરુષ'નું વચનબળ તો સંસારનો આડો પ્રતિબંધ તોડી નાખે ! ૩૧૨૦ વર્તનને અને જ્ઞાનને કંઈ લેવા-દેવા નથી. જ્ઞાન જ્ઞાનના સ્વભાવમાં ને વર્તન પુદ્ગલનું છે ! વર્તન શુભ હોય કે અશુભ હોય, શુદ્ધ ના હોય. ૩૧૨૧ સંયોગ માત્ર અવસ્તુ કહેવાય. વસ્તુ સનાતન હોય અને સંયોગ ક્ષણિક હોય. સંયોગ થાય એ અવસ્તુ કહેવાય. ૩૧૨૨ આત્મા વૃત્તિઓને શું કહે છે ? હે ચંદુભાઈ ! તમારે જો તમારું કરવું હોય તો હું છું જ. અને જો તમારે મારી જોડે એકતા કરવી હોય તો જે જોઈતું હોય તે મળશે, કાયમનું સુખ મળશે. અને એકતા ના કરવી હોય તો તમારું સુખ ખોળો, બહારથી. ૩૧૨૩ ચિત્તવૃત્તિઓ જે બહાર ભટકતી હતી, તે પોતાના ઘર ભણી વળી ત્યારથી જ જાણવું કે મુક્તિના બેન્ડ-વાજાં વાગ્યાં. ચિત્તવૃત્તિના બંધનથી મુક્તિ થવી, એનું નામ જ સંસારથી મુક્તિ થવી. ચિત્તવૃત્તિ એકલી જ બંધાયેલી છે. આ ચિત્ત લપટું પડી ગયું છે ! ૩૧૨૪ વૃતિઓને જેટલું ભટકવું હોય તેટલું ભટકે. પણ પાછું તે ય સ્વતંત્ર નથી. છેવટે એ ય પરતંત્ર છે. છેવટે પાછું “અહીં
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy