SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ તરત એનાં ફળમાં વિરક્તિ ઉત્પન્ન થાય. ૨૪૧૪ સઅસ વિવેક હોય તો જ વૈરાગ ટકે. નહીં તો વૈરાગ કોઈ દહાડો ટકે નહીં. સઅસહ્નો વિવેક ‘જ્ઞાનથી આવે. ૨૪૧૫ વૈરાગમાં તો અનુભવજ્ઞાન જોઈએ એમ ઠોકાઠોક કર્યો ના ચાલે ! ૨૪૧૬ વૈરાગને જો જ્ઞાન પ્રાપ્ત થાય એવું સાધન પ્રાપ્ત થાય તો કામનું, નહીં તો વૈરાગ તો નિષ્ક્રિયતા લાવે. ૨૪૧૭ જ્ઞાન હોય ને વૈરાગ્ય ટોચ ઉપર જાય ત્યારે વીતરાગતા ઉત્પન્ન થાય. વીતરાગતા એટલે જ્યાં જગતને રાગ-દ્વેષ થાય ત્યાં એને રાગ-દ્વેષ ના થાય. ૨૪૧૮ સાચો વૈરાગી ને સાચો જ્ઞાની એમાં થોડુંક જ અંતર છે. બહુ લાંબું અંતર નથી. અજ્ઞાની ને જ્ઞાનીમાં બહુ અંતર છે. ૨૪૧૯ રાગે ય ભરેલો માલ છે ને વૈરાગે ય ભરેલો માલ છે. વીતરાગતા’ મુખ્ય વસ્તુ છે. જેટલી વીતરાગતા આવી, એટલાં અંશે ભગવાન થયો, એટલી ભગવાનશક્તિ પ્રગટ થઈ ! ૨૪૨૦ આ સંસાર નરી ફસામણ છે. પછી જાય ક્યાં છે ? અરે, કાદવમાં ફસાયા હોય તો બહાર નીકળાતું નથી, પ્રયત્ન કરે તેમ કાદવમાં વધારે ઊંડો ઊતરતો જાય. તો પછી આ કલ્પનાઓમાં ફસાય તો શી રીતે છૂટાય ?! ૨૪૨૧ રોટલા ને શાક મળે એ માટે શાદીઓ કરવાની ! ધણી સમજે કે હું કમાઈ લાવું પણ રોટલા કરી આલે કોણ ? બાઈ જાણે કે હું રોટલા બનાવું ખરી પણ કમાય કોણ ? અને બેઉ પૈણ્યા, સહકારી મંડળી કાઢી ! જો ખાવા-પીવાનું મળતું હોય તો આ ધણી ને આ ઔરતોમાં શો અર્થ કાઢવાનો ? ૨૪૨૨ સંસાર ખોટો નથી, સંસાર વ્યવહાર છે. પણ તમે તમારી જાતને જાણો. પોતાની જાતને જાણ્યા વગર વ્યવહાર શી રીતે સાથે થાય ? દેહધારી એ વ્યવહાર છે. પણ ‘આપણે કોણ છીએ' એ તપાસ તો કરવી રહી ને ? અંધારું ક્યાં સુધી ? અનંત અવતારથી ભટક ભટક ભટક ભટક કરવાનું. એક-બે અવતાર ભટક્યો નથી, અનંત અવતાર.... ૨૪૨૩ જ્યાં સુધી ‘સ્ટેશન' ના આવે ત્યાં સુધી ક્યાં ઊતરીએ ? આ તો “સ્ટેશન' આવ્યું છે તેથી ઊતરવાનો રસ્તો તમને કહીએ. નહીં તો ‘સ્ટેશન’ ના આવ્યું હોય તો એમ ને એમ પડી જ રહેવું પડે ને ? ભટક ભટક કર્યા જ કરે છે ને ?! ૨૪૨૪ અમે ય સંસારની ફરજો બજાવીએ છીએ પણ કેવી રીતે ? અહમ્ અને મમત વગર ! ‘ડ્રામેટિક’ !!! ૨૪૨૫ સંસારભાવ એટલે અહમ્ + મમતભાવ. અસંસારભાવ એટલે નાટકીય સંસારભાવ. ૨૪૨૬ ભગવાનને પામવાનો માર્ગ એટલે “નોર્માલિટી’. ‘નોર્માલિટી'થી મોક્ષ છે. “નોર્માલિટી’ એ “વર્લ્ડ'ની કરોડ છે. ૨૪૨૭ સંસારમાં સુખી થવા માટે એક જ રસ્તો છે, “નોર્માલિટી'નો. ખાવામાં-પીવામાં, ઊઠવામાં-બેસવામાં, હરવા-ફરવામાં, કામકાજ કરવામાં, પ્રત્યેક ચીજવસ્તુમાં “નોર્મલ રહે તો દુઃખ નથી. ૨૪૨૮ સંસારનું સુખ ‘નોર્માલિટી'માં છે. ભીડ નહીં ને ભરાવો નહીં, એનું નામ સુખ કહેવાય. ૨૪૨૯ ‘નોર્માલિટી' શું છે? ગમતું છે એ ભાગ ના રહેવો જોઈએ. ને ના ગમતું એ ય ભાગ ના રહેવો જોઈએ. ૨૪૩૦ ‘એબૉવ નોર્મલ થયો કે “એબૉવ નોર્મલ’ થયા જ કરે. ‘બીલો નોર્મલ’ થયો કે “બીલો નોર્મલ' થયા જ કરે. ‘બીલો
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy