SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ લોકોને તે જ સમજાતું નથી. જેમ દારૂ પીધેલો માણસ ગટરમાં હાથ ઘાલે ને કહેશે, “મને બહુ ઠંડક થાય છે, બહુ ઠંડક થાય છે.' એના જેવું લોકો સુખ માને છે ! ૨૩૯૭ સુખ છે જ ક્યાં ‘અહીં’ ? આ તો ભ્રામક માન્યતાઓ છે. તેથી “અમે' ખુલ્લું કહીએ છીએ કે, તમે જે સુખ ખોળો છો તે ‘આમાં’ નહીં મળે. સુખ આત્મામાં છે. અમે એ સુખ ચાખેલું છે, અનુભવેલું છે. તેથી “અમે' બધાને કહીએ છીએ કે, આ બાજુ આવો, પેલી બાજુ સુખ નથી ! ૨૩૯૮ આપણું સ્વરૂપ પરમાત્મ સ્વરૂપ છે. આમ કેમ ગાફેલ રહેવાય ? એક ક્ષણવાર ગાફેલ રહેવા જેવું જગત નથી. ૨૩૯૯ સંસારમાં કોઈ આપણું થાય નહીં. આપણો આત્મા જ આપણો છે. બધું ‘રિલેટિવ' છે ત્યાં શું ? ૨૪00 આ દુનિયામાં તમારું ખરેખર સગું કોઈ છે નહીં. અને જે છે એ “રીલેશન’ સ્વરૂપે છે ! ૨૪૦૧ હિસાબ કાઢવા જઈએ તો કોઈની જોડે સહિયારું ના જડે. તારા બાબાને સંડાસ જવું હોય ને તું કહે કે હું જઈ આવું તો ચાલે ? ના ચાલે. આવું છે ! ત્યાં સહિયારું ક્યાંથી ? ‘રિલેટિવ' રીતે બધે જુદું જ છે ને ‘રિયલ’ રીતે બધે એક જ વારાફરતી ડે ! એક કૈડી રહી હોય ને પછી બીજી આવીને કૈડે ! નિરંતર કૈડ મૈડયા જ કરે !!! ૨૪૦૫ દેહનું કેન્સર તો સારું. પણ આ તો માનસિક ‘કેન્સર’ થઈ જાય, તે તો અનંત ભવો ખરાબ કરી નાખે ! ૨૪૦૬ આખો સંસાર શાનાથી ઊભો છે ? ક્લેશથી. ૨૪૦૭ શરીરની અમુક અવસ્થા આવે ત્યારે નાદારી યુગ શરૂ થાય. બધું જ નાદારીમાં જવાનું. માટે પોતે પોતાનું કામ કાઢી લ્યો. જ્યાં સુધી આ દુકાન છે ત્યાં સુધી સોદા કરી લો. ૨૪૦૮ તમે પોતે જ ભગવાન છો અને જુઓને આ દશા તો જુઓ ! પોતે જ ભગવાન અને જો સ્ત્રીરૂપે કેટલી ઉપાધિ ભોગવવાની ? સહુ કોઈ હસે, આ ફલાણાની વહુ, આ ફલાણાની વહુ ! તે આપણને સારું લાગતું હશે ? “અરે, ફલાણાની બાઈડી ચાલી’ એવું હઉ બોલે ! આવી તરછોડો મારે ! તે સારું લાગતું હશે ? કેટલું અપમાનજનક લાગે ! ના લાગે ?! જુઓને, આ ઢેડફજેતો !!! ૨૪૦૯ છતાં જગત આખું ફરજિયાત છે. પૈણવું એ ય ફરજિયાત છે. પૈણ્યા વગર ચાલે તેમ નથી. ૨૪૧૦ મતને માટે મરી ફીટે એવા છે, આત્મા માટે મરી ફીટે એવા નથી. ૨૪૧૧ વૈરાગ એટલે પોતે જે માર ખાધેલો હોય તે યાદ આવે છે. ૨૪૧૨ જેટલી યાદશક્તિ એટલો વૈરાગ. આપણાં લોકોને યાદશક્તિ જ નથી એટલે વૈરાગ ક્યાંથી આવે ? મોહને લઈને માર ખાધેલો ભૂલી જાય છે ! ૨૪૧૩ વૈરાગ એ તો સારાસારની વિચારણા છે, પૃથક્કરણ કરે કે ૨૪૦૨ આ તો ‘લાઈફ’ બધી ‘ફ્રેકચર’ થઈ ગઈ છે. આ “મનુષ્યસાર’ કાઢવા માટે હું જીવું છું કે શેના સારું જીવું છું તેનુ ભાને ય નથી ! ૨૪૦૩ એક જ ફેર અવળો ધણી કે અવળી બૈરી મળે તો કેટલાંય અવતાર બગાડી નાખે ! ૨૪૦૪ સંસારની કેટલી જાતની કૈડ ! બધી મૈડો એકદમ ના કૈડે પણ
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy