SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ નોર્મલને ‘નોર્મલ લાવવું એ ધર્મ છે ને “એબૉવ નોર્મલ” ને નોર્મલ’ લાવવું તે ધર્મ છે. ૨૪૩૧ વોટ ઈઝ ધી ઈસેન્સ ઓફ ધ વર્લ્ડ? નોર્માલિટી. અબવ નોર્મલ ઈઝ ધ પોઈઝન. બિલો નોર્મલ ઈઝ ધ પોઈઝન. કમ ટુ નોર્માલિટી. પુદ્ગલમાં “નોર્માલિટી' ને આત્મા તો આત્મા ઊંચા માણસોનો સંગ હોવો જોઈએ. ને ખરાબ માણસોનો સંગ હોય તો રાક્ષસી વિચારો આવે. ૨૪૪૩ આપણો આ સત્સંગ અપૂર્વ સત્સંગ કહેવાય ! પૂર્વે ક્યારેય સાંભળ્યો ના હોય એવો ! ૨૪૪૪ આ સત્સંગ કેવો કહેવાય ? આ કરો, સારું કરો, ફલાણું કરો, પ્રતિક્રમણ કરો, સામાયિક કરો, જપ કરો, તપ કરો, એવાં તોફાન અહીં હોય નહીં. અહીં કશું કરવાનું ના હોય. અહીં તો જાણવાનું ને સમજવાનું હોય. સમજવાથી જ સમકિત થાય અને જાણવાથી “જ્ઞાન” થાય. અને જે જાણી ગયો, ને સમજી ગયો તેનાથી સમ્યક્ ચારિત્ર થાય. ૨૪૪૫ સત્સંગ એટલે “આ જગત શું છે અને શું નથી” એટલું સમજવું ૨૪૩૨ નોર્માલિટી ઠેઠ આત્મા સુધી પહોંચાડે છે ! ૨૪૩૩ “નોર્માલિટી’ એ જ જગતનું પરમતત્ત્વ છે ! ૨૪૩૪ કુસંગ પેસે એટલે દિલ બગડે ને દિલ બગડે એટલે ભગવાન મહીંથી ખસી જાય. દિલ પર જ બધો આધાર છે ને ! દિલ ગયું કે ખલાસ ! ૨૪૩૫ જગતમાં ફાયદામાં ફાયદો શો ? સારા પુરુષોનો સંગ. જેને કંઈક લોકપૂજ્યતા ઉત્પન્ન થયેલી હોય તે. ૨૪૩૬ જેનો સંગ સુધર્યો, તેનું બધું જ સુધર્યું. જેનો સંગ બગડ્યો, તેનું બધું જ બગડ્યું. ૨૪૩૭ ગરીબાઈનો સત્સંગ સારો પણ શ્રીમંત કુસંગ શું કરવાનો ? ૨૪૩૮ ધર્મથી દૂર કરાવડાવે એ કુસંગ. ૨૪૩૯ કુસંગનો ભીડો હોય ત્યાંથી દુઃખ જાય નહીં ને સત્સંગનો ભીડો હોય ત્યાંથી સુખ જાય નહીં ! ૨૪૪૦ સત્સંગ એટલે પોતાને ગામે’, ‘પોતાને ઘેર જવાનો રસ્તો ! સત્સંગ એ પોતાની વાત છે, બીજું બધું પરાયું ! ૨૪૪૧ કુસંગી લોકો માટે સત્સંગી જેવો કોઈ તાપ નથી. ૨૪૪૨ આત્માનો સ્વભાવ કેવો છે (પ્રતિષ્ઠિત આત્માનો)? એ જેવું દેખે એવું કરે, શીખવાડવું પડતું નથી. એટલે સાચા પુરુષનો, ૨૪૪૬ ‘આ’ સત્સંગ એકલો જ ભયરહિત સ્થિતિ કરી શકે એવો છે. બાકી, કોઈ ભયરહિત ના કરી શકે. ૨૪૪૭ જ્યાં સુધી માણસ નિર્ભય ના થાય ત્યાં સુધી તે હૂંફ ખોળે. હૂંફ એ જ સંગ છે ! ૨૪૪૮ અજ્ઞાનતા એ જ ભય છે. ૨૪૪૯ અહીંથી મરવાનું આવે પણ ભો ના રહે તો જાણવું કે હવે મોક્ષને માટે “વીઝા' મળી ગયો ! ૨૪૫૦ અમને ભય કેમ નથી ? કારણ કે અમારું બિલકુલ કરેકટ છે. ‘કરેક્ટ'ને ભય શો?! મહીં ગોલમાલ હોય તો ભય હોય. ૨૪૫૧ જે મનોવ્યાપાર નિર્ભય બનાવે, તે વ્યાપાર કરેલો કામનો. ૨૪૫ર “લોકોને કેવું લાગશે?” એ ભયને તો સ્થાન ના આપવું. એના કરતાં પોતાની રૂમ ચોખ્ખી રાખવી સારી. જગતની ટીકાના ભાગમાં આવે એવો વિચાર આવ્યો કે એને ધોઈને ચોખ્ખો
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy