SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ થવાનું થાય કે ‘જ્ઞાન’ હાજર થઈ જાય અને કહે ધીસ ઈઝ ધેટ' ! ૨૨૬૦ ‘જ્ઞાન’માં રહે એટલે અજ્ઞાન ભૂલી જાય. માણસ એક જગ્યાએ રહી શકે. ૨૨૬૧ વિદ્યા-અવિદ્યા એ અહંકારી જ્ઞાન છે અને નિર્અહંકારી જ્ઞાન એ ‘જ્ઞાન’. ૨૨૬૨ આત્મા અને જ્ઞાન ભીડમાં હોય હંમેશાં. એકાંતમાં હોય નહીં. એકાંતમાં શાંતિ હોય, જ્ઞાન નહીં. ૨૨૬૩ આપણો વિનય એવો હોવો ઘટે કે અપરાધક જીવ અન્ અપરાધક થાય. ૨૨૬૪ અવિનય સામે વિનય કરવો, તે ગાઢ વિનય કહેવાય. અવિનયી બે ધોલો મારે ત્યારે પણ વિનય સાચવવો તે પરમ અવગાઢ વિનય કહેવાય ! ૨૨૬૫ ભગવાનના સ્વભાવે સ્વભાવ થઈ જાય ત્યાં સુધી આપણે પરમ વિનય રાખવો જોઈએ. ૨૨૬૬ વિનય એટલે વિશેષ નય. આ જગતના બધા જ નય તે સંસાર માટેના છે અને વિશેષ નય તે મોક્ષે લઈ જનાર છે. વિનય એક જ એવો છે કે જે મોક્ષે લઈ જઈ શકે. ૨૨૬૭ ‘હું શુદ્ધાત્મા છું’ એ ભાવ શુદ્ધ ભાવ છે અને એ જ પરમ વિનય છે ! ૨૨૬૮ પરમ વિનય એ પ્રજ્ઞા ભાગ છે. ભગવાનની ધાતુ મિલાપ થાય ત્યાં સુધી પરમ વિનય રહેવો જોઈએ. ૨૨૬૯ આ પરમ વિનયવાળો માર્ગ છે. પરમ વિનય એટલે શું ? કિંચિત્માત્ર હરકત ના કરે, ઊલટું તમને અહીં આગળ બેસવાની જગ્યા કરી આપે. ૨૨૭૦ મન બગડેલું ના હોય, વાણી બગડેલી ના હોય, વર્તન બગડેલું ના હોય, એ પરમ વિનય. ૨૨૭૧ પરમ વિનયી હોય તે આબરૂદાર ! બીજે આબરૂ છે જ ક્યાં ? કળિયુગમાં આબરૂ રહેતી હશે કોઈની ? પરમ વિનય એ આબરૂ છે. લોકોનો વિનય દેખીએ ને આપણે અવિનયી થઈએ એ આપણી આબરૂ કહેવાય ? ૨૨૭૨ અમારી પાસે અવિનય કરો તેનો અમને વાંધો નથી, પણ તમે તમારી જાત પર અંતરાય પાડી રહ્યા છો. તમે અમને ગાળ ય ભાંડો છો તે ય અમને વાંધો નથી, પણ તમે પોતાની જાતને જ નુકસાન કરી રહ્યા છો. અહીં તો બહુ જ વિનય જોઈએ, પરમ વિનય જોઈએ ! ૨૨૭૩ અહીં આડું ટેડું ના ચાલે. સહેજ વિનયમાં ખામી આવે તો મોક્ષ ઊડી જાય. પરમ વિનય એટલે આંતરિક વિનય જોઈએ. બહુ જબરજસ્ત વિનય જોઈએ. ૨૨૭૪ ‘હું જાણું છું’ એવું માને એટલે આવરણ ચઢે, જિજ્ઞાસાવૃત્તિ તૂટે. ૨૨૭૫ ‘હું કંઈક જાણું છું' એવો જરાક વિચાર આવે, તે પાછી અજાગૃતિ લાવી નાખે. ૨૨૭૬ અજ્ઞાનનું જ્ઞાન જાણવામાં પુદ્ગલ શક્તિઓ વપરાય છે, ને જ્ઞાનનું જ્ઞાન જાણવામાં પ્રાર્થના કરવી પડે છે. ૨૨૭૭ નીચે પાડનારું અજ્ઞાન છે, તેમાં પુદ્ગલ શક્તિઓ એમ ને એમ આવ્યા જ કરે છે. જ્યારે ઊંચે ચઢાવનારું જ્ઞાન છે તે પુદ્ગલ વિરોધી હોવાથી શક્તિઓ માગવી પડે તો જ ઊંચે ચઢાય.
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy