SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ એમાં મહેનત છે ! ૨૨૪૧ ‘જ્ઞાની પુરુષ’ મળે તો મોક્ષ અઘરો નથી. એ ના મળે ને મોક્ષ મળશે એમ માનવું ભૂલ છે ! ૨૨૪૨ મોક્ષ તો સ્વભાવ જ છે પોતાનો ! જ્ઞાન-દર્શન-ચારિત્ર સમ્યક્ થાય, એનું નામ મોક્ષ. ૨૨૪૩ વીતરાગોનો મોક્ષ કોને કહેવાય છે ? દેહધારીરૂપે દુઃખ સ્પર્શ ના કરે, એટલે સાંસારિક સુખે ય સ્પર્શ ના કરે ! સ્વાભાવિક સુખ ઉત્પન્ન થયા કરે. ૨૨૪૪ અજ્ઞાનથી મુક્તિ થઈ, એનું નામ મોક્ષ. ૨૨૪૫ અનંત અવતારથી મોક્ષનું નિયાણું કર્યું છે. પણ બરાબર પાકું નિયાણું કર્યું નથી. જો મોક્ષ માટેનું જ પાકું નિયાણું કર્યું હોય તો બધી પુણ્યે તેમાં જ વપરાય. ૨૨૪૬ આ જગત આખું દુઃખથી જ સપડાયેલું છે. શાનું દુઃખ છે ? અજ્ઞાનતાનું. અજ્ઞાનતાથી રાગ-દ્વેષ થયા કરે છે ને તેનાથી આ દુઃખ છે. ‘જ્ઞાન’થી જ દુઃખનો અભાવ વર્તે. બીજો કોઈ ઉપાય જ નથી. ૨૨૪૭ દુઃખનો અભાવ એ પહેલો મોક્ષ. દેહનો, બધાનો અભાવ થવો એ બીજો મોક્ષ ! ૨૨૪૮ આ જગત પ્રવાહમાં કોઈને આરસનો રસ્તો આવીને ઊભો રહ્યો હોય, કોઈને કાંટાનો રસ્તો આવીને ઊભો રહ્યો હોય, કોઈને ડામરનો રસ્તો આવીને ઊભો રહ્યો હોય, પણ દરેકને રસ્તા ઓળંગવા તો પડે જ ને ?! ૨૨૪૯ આખો સંસારમાર્ગ મોક્ષમાર્ગ જ છે ! જીવો ઉત્તરોત્તર, ક્રમે ક્રમે વર્ધમાન થાય જ છે. આ મનુષ્યમાં આવીને ફક્ત ગૂંચાય છે, કારણ કે મનુષ્યગતિ એ કર્મ બાંધવાની જગ્યા કહેવાય. જાતજાતનાં કર્મ બાંધે ! ૨૨૫૦ સંસાર એટલે નિરંતર પરિવર્તન થયા જ કરે ! એમાં ‘આમ થઈ જશે કે તેમ થઈ જશે' એમ કરવાની શી જરૂર ? આજે ભાવ દેખાડે ને કાલે અભાવ દેખાડે એના પર મોહ શો ? ત્રિકાળી વસ્તુ કે જે પોતાનું ‘સ્વરૂપ’ છે એના પર મોહ કરવા જેવો છે અને ‘સ્વરૂપનું ભાન’ કરાવી આપનાર ‘જ્ઞાની પુરુષ’ એમના ઉપર ભાવ કરવા જેવો છે. એમનામાં ક્યારેય ફેરફાર ના થાય. ૨૨૫૧ સંસાર અવસ્થામાં આત્મા સંકોચ-વિકાસનું ભાજન છે ને મોક્ષ અવસ્થામાં એકસરખો છે ! ૨૨૫૨ સાંસારિક ભાવોમાં તન્મયતા નહીં એ મુક્ત ભાવ, એ જ મોક્ષ છે. દુનિયાનો કોઈ ભાવ એને બાંધે નહીં, તે મોક્ષ. ૨૨૫૩ મુક્તિ એ જ એક આ જગતનું સારભૂત છે. ૨૨૫૪ મોક્ષનો અધિકારી કોણ ? જેનું મન જેવું વિચારે એવું જ વાણીથી બોલે અને એવું જ વર્તનથી કરે, એવો થઈ ગયા પછી મોક્ષનો અધિકારી થવા માંડે ! ૨૨૫૫ સંસારના ૨સો પ્રત્યે જેને કંટાળો આવે છે તે મોક્ષનો અધિકારી. ૨૨૫૬ ‘અક્રમ’માં તો અમે કોઈની પાત્રતા જોતાં જ નથી. એમ જોઈએ તો આ કાળમાં કોઈ પાત્ર છે જ નહીં ! ૨૨૫૭ ભગવાને કહ્યું કે, મોક્ષ હથેળીમાં છે, અજ્ઞાન ગયું તો. ૨૨૫૮ અજ્ઞાન જાણવું અઘરું છે, ‘જ્ઞાન’ જાણવું સહેલું છે ! અજ્ઞાનનો પાર આવે એવો નથી ! ૨૨૫૯ અજ્ઞાનમાં પેસવા ના દે, એનું નામ ‘જ્ઞાન’. અજ્ઞાન ઊભું
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy