SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૭૮ સાચા દિલની પ્રાર્થના સંયોગ ભેગો કરી આપે. ૨૨૭૯ સત્યાર્થની ઝંખના એનું નામ પ્રાર્થના. ૨૨૮૦ અભિનિવેષ છૂટ્યો તો તે પરમાત્મા થયો ! ૨૨૮૧ જગત હાનિ-વૃદ્ધિના નિયમને આધીન છે. ૨૨૮૨ જે કાર્ય કરતાં મહીં સહેજ પણ શંકા ના પડે તો તેનું કામ અવશ્ય થાય જ. ૨૨૮૩ વસ્તુ કાઢવાની નથી, રસ કાઢી નાખવાનો છે. જગત આખું વસ્તુ કાઢવા માથાકૂટ કરે છે. વસ્તુ ના જાય, એ તો લમણે લખેલી છે. રસ કાઢવાનો છે ! ૨૨૮૪ મતભેદ પડે ત્યાં આપણા શબ્દો પાછા ખેંચી લેવા, એ ડાહ્યા પુરુષોની નિશાની. ૨૨૮૫ ‘ધૂ પોઈન્ટ” જ મતભેદ ઊભા કરાવનાર છે. ૨૨૮૬ મનુષ્ય કેવો હોય ? પ્રભાવશાળી હોય. એને જોતાં જ આપણા મનમાં વિચારો સરસ આવે ને સંસાર ભૂલી જઈએ. ૨૨૮૭ જેનાથી પ્રભાવ ઉત્પન્ન થાય એ માલ જુઓ, તો આપણા ભાવ ને વિચારો ફરે. ૨૨૮૮ હાજરના સોદા હશે, એ બધા કામ લાગશે. પછી બધા ઇતિહાસ. ૨૨૮૯ આ “અક્રમ વિજ્ઞાનનું પ્રત્યક્ષપણું કરી લેવા જેવું છે. પરોક્ષપણું તો સાંભળ સાંભળ કર્યું. હવે પ્રત્યક્ષપણું કરી લો, તો આત્મા પ્રત્યક્ષપણે અનુભવમાં આવે. ૨૨૯૦ દિલ ઠર્યા સિવાય કોઈ દહાડો ય મોક્ષમાર્ગ હોય નહીં. મોક્ષમાર્ગમાં દિલ ઠરી જવું જોઈએ. દિલ ઠરે નહીં એટલે તો જીવનો સ્વભાવ કષાયી છે. નહીં તો એને કષાય અને વિષયની જરૂર જ નથી. ૨૨૯૧ નજર ચોંટી એટલે સંસાર ઊભો થઈ ગયો ! આ જગત ઉઘાડી આંખે જોવા જેવું જ નથી. તેમાં ય આ કળિયુગ તો ભયંકર અસર કરે. આ આંખોમાંથી બહુ સંસાર ઊભો થઈ જાય. ૨૨૯૨ વિષય એ તો ઉઘાડી પરવશતા છે ! ૨૨૯૩ વિષયની યાચના કરતાં જ માત્ર જેને મરી જવાનું લાગે, તે આ જગતને જીતી શકે. ૨૨૯૪ વિષય એ તો ભ્રાંતિની ય ભ્રાંતિ છે ! ૨૨૯૫ મોટામાં મોટો આત્મઘાત હોય તો તે વિષયવિકાર. ૨૨૯૬ સ્ત્રીનો દોષ નથી, વિષયનો દોષ નથી, દોષ તમારી વૃત્તિઓમાં છે. વૃત્તિઓ જ ડખો કરે છે ને દુઃખી કરે છે. ૨૨૯૭ વિષય “ડિસ્ચાર્જ સ્વરૂપ છે. એમાં વૃત્તિઓથી જોખમદારી ઊભી થાય છે, ડખો થાય છે. વૃત્તિઓની વિષયમાં જરૂર જ નથી. સાહજિક એટલે ડખો ના કરે. ૨૨૯૮ મોક્ષે જવું હોય તો નિર્વિષયી થવું જ પડશે. ૨૨૯૯ પોતાના સ્વરૂપ’ સિવાય જે કંઈ પણ સ્મૃતિમાં રહેશે એ બધા વિષયો જ છે ! ૨૩00 એન્ડ (અંત) આવે તે બધા જ વિષય. જેનો એન્ડ (અંત) ના આવે તે આત્મા. ૨૩૦૧ અણહક્કના વિષય ભોગવે, તેને વિષય સંસારમાં રખડાવે છે. અણહક્કના વિષયવાળાને મોક્ષ નથી. હક્કના વિષયવાળાને મોક્ષ છે !
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy