SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ઊભો થઈ ગયો છે. “જ્ઞાની દ્રષ્ટિભેદ કરી આપે. ૨૨૩૩ સમકિત એ કોઈ વસ્તુ નથી. એ તો દ્રષ્ટિ છે ! મિથ્યાત્વ દ્રષ્ટિ અવળું દેખાડે ને સમકિત દ્રષ્ટિ અવળાને સવળું કરી નાખે. ૨૨૩૪ ઇન્દ્રિય દ્રષ્ટિ રાગ-દ્વેષ કરાવે, સમકિત દ્રષ્ટિ “શુદ્ધાત્મા' જ જુએ. ૨૨૩૫ જે કાયમની અસ્થિર સ્વભાવનો છે તેને લોક સ્થિર કરવા પ્રયત્ન કરે છે. દ્રષ્ટા કે જે કાયમ સ્થિર જ છે તેના તરફ દ્રષ્ટિ પડે તો બધું જ સ્થિર થઈ જાય ! આપણું “જ્ઞાન” જોયોમાં ફર્યા કરે છે. એ જ “જ્ઞાન' જ્ઞાતામાં પડે, તો પોતાનું' થઈ જાય ૨૨૨૩ પંડિત એટલે શાસ્ત્રનો ઝીણામાં ઝીણો અર્થ કરે છે. અને શાસ્ત્રજ્ઞાની એટલે શાસ્ત્રોનો સાર કાઢે છે ! ૨૨૨૪ શાસ્ત્ર લખવાનું પ્રયોજન શું? એ થર્મોમીટર છે. “શાસ્ત્રમાં લખ્યું છે તે સાચું છે ને આપણે કહીએ છીએ એ ખોટું છે' એટલું જાણવા માટે છે ! ૨૨૨૫ શાસ્ત્રો એક માણસને અનુલક્ષીને લખેલાં ના હોય. એ તો બધાંને અનુલક્ષીને લખેલાં હોય. દેવગતિ માટે, મનુષ્યગતિ માટે અને મોક્ષ માટે તો ટૂંકું ને ટચ શાસ્ત્રમાં હોય. ૨૨૨૬ આ ડૉકટરી’ પુસ્તકો જાડાં જાડાં હોય છે તે લોકોને શું કામનાં? ચાર આનામાં ય કોઈ ના લે. જ્યારે ખરી કિંમત જ “ડૉકટર' કરે ! જ્ઞાનનાં પુસ્તકો એવાં છે ! ૨૨૨૭ શાસ્ત્રમાં મોક્ષ નથી, આત્મામાં મોક્ષ છે. ૨૨૨૮ શાસ્ત્રોમાં બધું મૂર્ત જ્ઞાન છે ને અમૂર્ત જ્ઞાન તો અમૂર્ત ભાષામાં હોય. જે ઇન્દ્રિયોથી દેખાય એ બધું જ મૂર્તજ્ઞાન છે ! ૨૨૨૯ ચાર વેદ પૂરા થાય, ધારણ થાય પછી છેવટે વેદ ‘ઈટસેલ્ફ' શું કહે છે ? ધીસ ઈઝ નોટ ધેટ, ધીસ ઈઝ નોટ ધેટ (નેતિ નેતિ). તું આત્મા ખોળે છે તે આમાં નથી. “ગો ટુ જ્ઞાની’ (જ્ઞાની પાસે જા). ૨૨૩૦ આત્માનું લક્ષ બેસવું એ ચાર વેદથી પર છે. ૨૨૩૧ વેદ જ્ઞાનસ્વરૂપ છે ને ભગવાન વિજ્ઞાનસ્વરૂપ છે. ૨૨૩૨ શાસ્ત્ર શું છે? શબ્દરૂપ છે. એ શબ્દો છે તેનો અર્થ ખૂલતાં ખૂલતાં શબ્દાર્થ થાય છે. પછી અર્થ આગળ વધે છે. તે અર્થ ખૂલતાં ખૂલતાં પરમાર્થને પહોંચે છે. ત્યાં સુધી દ્રષ્ટિ પહોંચી જાય છે. પણ શાસ્ત્રથી દ્રષ્ટિ બદલાશે નહીં. દ્રષ્ટિ બદલવા માટે તો ‘જ્ઞાની પુરુષ' જોઈશે. ‘આ’ દ્રષ્ટિને લઈને જ સંસાર ૨૨૩૬ મોક્ષ સહજ છે, સરળ છે, સુગમ છે, પણ પ્રાપ્તિ દુર્લભ છે. કારણ કે મોક્ષસ્વરૂપ પુરુષ પ્રાપ્ત હોવાં જોઈએ ! ૨૨૩૭ દરેક વસ્તુને પોતાના સ્વભાવમાં જવા માટે મહેનત નથી હોતી. વિશેષભાવમાં લઈ જઈએ ત્યારે મહેનત થાય. પાણીને ગરમ કરવું હોય તો કેટલી બધી મહેનત કરવી પડે છે ? અને ઠંડું કરવું હોય તો ? કશું જ કરવું ના પડે. કારણ કે એ એનો સ્વભાવ જ છે ! એવી રીતે આત્મા મોક્ષસ્વરૂપ છે, સ્વાભાવિકપણે. એટલે “જ્ઞાની પુરુષ' કપા ઉતારી રસ્તો કરી આપે. “જ્ઞાની”ની આજ્ઞામાં રહેવાથી મોક્ષ થાય, કોઈ જાતની મહેનત નહીં કરવાની. મહેનતથી આ સંસાર ઊભો થાય. જપ કર્યા હતા, તપ કર્યા હતા. તેને તો આ બધું ફળ મળે છે. ૨૨૩૮ મહેનતનું ફળ સંસાર અને સમજણનું ફળ મોક્ષ. ૨૨૩૯ વધારેમાં વધારે અઘરો અધર્મ, એનાથી ઓછામાં ઓછો અઘરો ધર્મ અને બિલકુલ મહેનત નહીં એ મોક્ષ ! ૨૨૪૦ ખુદાની સાથે એક થવું એમાં મહેનત નથી. ખુદાથી જુદા પડવું
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy