SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ને એવું બધું થઈ ગયું !ને વ્યવહારને જૂઠો માનીને રહ્યા એ તગડા થઈ ગયા ! બેઉ કિનારાવાળા રખડી પડ્યા ! વ્યવહારમાં બેઠા “અમે' ‘વીતરાગ’ છીએ !!! ૨૦૦૩ ઉપરી ક્યાં સુધી જોઈએ કે માણસની ભૂલ થાય છે ત્યાં સુધી. ભૂલ ના થાય પછી ઉપરી નહીં રહે ! ૨૦૦૪ જેને ‘અંડરહેન્ડ' નહીં ગમે ત્યારે ઉપરી એની મેળે જ નહીં આવે. એ એનું પરિણામ છે. ૨૦૦૫ જેને એકુંય ભૂલ રહી નથી તેનો કોઈ ઉપરી નથી, તેને વઢનારની જરૂર નથી. તે ધારે તેવો થઈ જાય તેવું છે. આપણો માર્ગ’ કોઈ વઢનાર ના રહે એવો થઈ જાય તેવો ૨૦૦૬ જેને “અંડરહેન્ડ'નો શોખ છે તેને બોસ' મળી જ આવે ! ૨૦૦૭ આપણે “અંડરહેન્ડ’ને ‘પ્રોટેક્શન' આપીએ તો “બોસ' આપણને પ્રોટેક્શન આપે. આપણે “અંડરહેન્ડ’ટૈડકાય ટૈડકાય કરીએ તો બોસ આપણને ટૈડકાય ટૈડકાય કરે. ૨૦૦૮ કોઈ જીવ કોઈ જીવને ‘હીચ’ કરી શકે જ નહીં. જો કોઈ કોઈને ‘હીચ’ કરી શકે તો આ વર્લ્ડનો સિદ્ધાંત ખોટો છે એમ કહી શકાય ! કોઈ કોઈનો ઉપરી જ નથી આ જગતમાં ! ૨૦૦૯ ચોરની કૃપાથી ચોર થઈ જવાય ને ‘જ્ઞાની”ની કૃપાથી જ્ઞાની થઈ જવાય. ૨૦૧૦ તમારી સળીઓ બંધ થઈ ગઈ તો કોઈ તમને સળી કરનાર નથી. તમારી સળીઓનાં જ એ બધાં પરિણામ છે. તમે આખા બ્રહ્માંડના રાજા છો ! કોઈ ઉપરી જ નથી તમારો ! તમે પોતે જ પરમાત્મા છો !! ૨૦૧૧ મનુષ્ય માની, બાપની, ગુરુની બધાંની આજ્ઞા ઉઠાવી છે, પણ ‘ભગવાન'ની આજ્ઞા ઉઠાવી નથી. જો ‘ભગવાનની આજ્ઞા ઉઠાવી હોત તો કામ જ થઈ જાત. અરે, શેઠની ય આજ્ઞા પાળે ને બૈરીની હઉ આજ્ઞા પાળે ! ૨૦૧૨ જો બોજો માથે રાખો તો ભગવાન ખસી જાય ! ૨૦૧૩ પોતે ભગવાન, તે ભગવાનની સત્તા કયાં સુધી રહે ? સત્ય બોલે, અહિંસા પાળે, ચોરી ના કરે, બ્રહ્મચર્ય પાળે, અપરિગ્રહી રહે, ત્યાં સુધી ભગવાનની સત્તા હોય જ ! ૨૦૧૪ ખુદા થવા માટે હથિયારોની જરૂર નથી, ખુદને પિછાણવાની જરૂર છે. ખુદને જાણે તે ખુદા ! ૨૦૧૫ તમે સત્યને વળગી રહો, તમારી નિષ્ઠા જગતમાં કોઈ ડગાવી શકે તેમ નથી. ૨૦૧૬ પોતાની નિષ્ઠા અને સત્યતા જેટલી હોય તેટલો સંસાર ફળે ! ૨૦૧૭ ‘સિન્સીયારિટી' ને ‘મોરાલિટી', એ ભગવાનની પાસે જવાનો મેઈન રોડ છે, બીજા બધા જ “બાય વે’ છે. ૨૦૧૮ ‘સિન્સીયારિટી' ને ‘મોરાલિટી' એ આ જગતનું બેઝમેન્ટ' છે ! ૨૦૧૯ ‘સિન્સીયારિટી' ને ‘મોરાલિટી’ બે જ શબ્દ સંપૂર્ણ શીખી લાવ તો બધું જ કમ્પ્લીટ થઈ ગયું ! ૨૦૨૦ ધર્મ તો, પોતાની જાતને અને લોકમાત્રને સિન્સીયર રહેવાનું કહે છે, નહીં તો ધર્મ પામે નહીં. ૨૦૨૧ “મોરલ' એટલે પોતાના હક્કનું અને સહેજે મળી આવે એટલી બધી જ વસ્તુને ભોગવવાની છૂટ ! “મોરાલિટી’નો આ છેલ્લામાં છેલ્લો અર્થ છે !
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy