SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮૫ જો આ દુનિયામાં અરીસા ના હોત તો પોતાનું મોઢું ‘એક્ઝેક્ટ’ જોવું એ મોટામાં મોટી અજાયબી ગણાત ! ૧૯૮૬ બીજા કોઈને દુઃખદાયી ન થઈ પડે એવાં ક્રોધ-માન-માયા-લોભ હોવાં જોઈએ. બીજા કોઈને ય દુઃખદાયી નહીં, પોતાને જ દુઃખ કર્યા કરે એટલી લિમિટ હોય ત્યાં સુધી મોક્ષમાર્ગ છે. ૧૯૮૭ કષાય જાય નહિ ત્યાં સુધી ભગવાનનો કિંચિત્માત્ર ધર્મ પામ્યો નથી. વીતરાગનો ધર્મ એટલે કષાયનો અભાવ. ૧૯૮૮ આ સંસારમાં મનુષ્ય બધાનો કેદી છે. મનનો કેદી, બુદ્ધિનો કેદી, ચિત્તનો કેદી, ક્રોધ-માન-માયા-લોભ, બધાંનો કેદી તે શી રીતે છૂટે ? ૧૯૮૯ આખું જગત રાજી થાય એવું છે. જગત ખોટું નથી. આપણી ભૂખ આડી આવે છે. આપણી ભૂખ મટી એટલે ‘બાઉન્ડ્રીલેસ’ થયો ! ૧૯૯૦ મનુષ્યપણું એ તો મહાન સિદ્ધિ છે. હરેક ચીજ મળી આવે. પણ આ લોભ એને હેરાન કરે છે ! ૧૯૯૧ ક્રોધ-માન-માયા-લોભ થાય તો થવા દેજે, કુચારિત્રના વિચાર આવે તેનો વાંધો નથી, ગભરાઈશ નહીં. પણ તેને ‘આમ’ પ્રતિક્રમણ કરીને ફેરવી નાખજે, તેનાથી ખૂબ જ ઊંચું ધર્મધ્યાન થશે ! ૧૯૯૨ આ ખાઈએ, બ્રશ કરીએ, વાળ કપાવીએ એ અતિક્રમણ છે ? ના, એમ નથી. ક્રોધ-માન-માયા-લોભ એ અતિક્રમણ છે. પ્રતિક્રમણ કર્યું તો એ બધાંય જાય. ૧૯૯૩ આ કુદરતનો ગહન કોયડો છે. આમાંથી કોઈ છૂટેલો નહીં. ને જે છૂટ્યા તે કહેવા રહ્યા નહીં. હું ‘કેવળજ્ઞાન’માં નાપાસ થયો એટલે તમને કહેવા રહ્યો છું, માટે સંભાળીને તમારું કામ કાઢી લો. આ તમારું જ છે. અમે તો ખાલી કામ કઢાવવા માટે બેઠા છીએ ! ૧૯૯૪ જે પુનર્જન્મને માનતા ના હોય ત્યાં પ્રારબ્ધ શબ્દ હોવો ના ઘટે. ‘ક્રિશ્ચિયન’, ‘મુસ્લિમ’ કોમની ભાષા છે તે પૂર્ણ છે, પણ ‘બિલિફ’ અધૂરી છે. તકદીર, તદબીર, લકી, અનલકી, આ કંઈથી લાવ્યા ? આ તો પૂર્વનું અનુસંધાન છે ! ૧૯૯૫ દ્વંદ્વ જાય તો જાણવું કે મૂળ આત્મા પામ્યા છીએ. દ્વંદ્વાતીત દશા થવી જોઈએ. ૧૯૯૬ આ બધું દ્વંદ છે. ‘જ્ઞાની’ દ્વંદ્વથી પર થયેલા હોય અને દ્વંદ્વ એ જ સંસાર ! ૧૯૯૭ આખું જગત ખોટને વખોડે છે. એમાં ખોટે તે શું બગાડ્યું ? ભગવાનને પૂછો કે સાહેબ તમને નફો કે નુકસાન નથી ? ત્યારે ભગવાન કહે છે કે, ‘તું ભ્રાંતિજ્ઞાનથી જુએ છે, ‘રિલેટિવ’ જુએ છે તેથી નફો-ખોટ દેખાય છે. હું યથાર્થ જ્ઞાનથી જોઉં છું.' ૧૯૯૮ નફો એ દેહનું વિટામિન છે ને ખોટ એ આત્માનું વિટામિન છે. પછી ખોટ છે જ ક્યાં ? ૧૯૯૯ આ જગતમાં કશું સારું નથી ને કશું ખરાબ નથી. આ બાજુ ફૂલની દુકાન હોય ને પેણે માંસાહારની દુકાન હોય તો આપણે થૂંક થૂંક શું કામ કરીએ ? સારું-ખોટું બન્ને છોડવાનું છે. ૨૦૦૦ આપણી સાચી વાત છે અને સામાની ખોટી છે, પણ અથડામણ થઈ તો તે ખોટું છે. ૨૦૦૧ દ્વિધા જાય તો દ્વંદ્વ જાય. દ્વં ગયું એટલે દ્વંદ્વાતીત થયો. દ્વંદ્વાતીત થયો એટલે સંપૂર્ણ થયો, એ જ માર્ગ છે. ૨૦૦૨ વ્યવહારને જે સાચો માનીને રહ્યા, તેમને પ્રેશર ને હાર્ટએટેક
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy