SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨૨ જે માણસ પારકાને “સિન્સીયર’ રહેતો નથી, તે પોતાની જાતને ‘સિન્સીયર” રહેતો નથી ! ૨૦૨૩ ‘સિન્સીયર’ રહેવાથી સંસારમાં કોઈ પણ પ્રકારનો ભય ના આવે ને મોક્ષે લઈ જાય ! ૨૦૨૪ “મોરલ' એકલો રહે કે “સિન્સીયર’ એકલો રહે તો ય મોક્ષ જાય ! ૨૦૨૫ પહેલું ‘સિન્સીયર’ રહેવાનું, પછી “મોરાલિટી' આવે. ૨૦૨૬ જેટલી વસ્તુને તમે ‘સિન્સીયર’ રહ્યા તેટલી તમે જીત્યા. આ જગત જીતવાનું છે, તો જ મોક્ષે જવા દેશે ! ૨૦૨૭ કૃપા એટલે “એવરી ટાઈમ સિન્સીયર'. નૈમિત્તિક કૃપાપાત્ર થયા સિવાય “નિશ્ચય' પ્રાપ્ત થાય નહીં. એ તો ક્રમિક માર્ગમાં ય નૈમિત્તિક કૃપા ખરી. ‘અમે' તો “સ્પેશ્યલ’ કૃપા વરસાવીએ છીએ. પરમ વિનયથી “અમારી’ કપા ઊતરે છે. “કમ્પ્લીટ સિન્સીયારિટી' એકલી જ જોઈએ. ૨૦૨૮ જેટલી તમારી “સિન્સીયારિટી' એટલી અમારી કૃપા. આ કૃપાનું પ્રમાણ છે. ૨૦૨૯ એક માણસને તમે ‘અસિન્સીયર’ રહ્યા, તો તે માણસ તમને મોક્ષે જતાં પકડશે ! ૨૦૩૦ દરેક જોડે ‘એડજસ્ટમેન્ટ’ થાય, એ જ મોટામાં મોટો ધર્મ. ૨૦૩૧ “એડજસ્ટ એવરી હેર' ના થવાય, તો હાથમાં આવેલો મોક્ષ પણ જતો રહે ! ૨૦૩૨ આ કાળમાં તો જુદી જુદી પ્રકૃતિઓ, તે “એડજસ્ટ’ થયા વગર કેમ ચાલે ? ૨૦૩૩ વ્યવહારમાં રહ્યો એનું નામ કહેવાય કે જે “એડજસ્ટ’ ‘એવરી છેર થયો ! ૨૦૩૪ કસ્ટ્રક્ટિવ પોલિસીમાં એડજસ્ટ એવરઠેર છે, ને ડિસ્ટ્રક્ટિવ પોલિસીમાં ડિસએડજસ્ટમેન્ટની પોલિસી છે. ૨૦૩૫ મન બગડ્યાથી સંસાર ઊભો રહ્યો છે, દેહના બગડ્યાથી સંસાર ઊભો રહ્યો નથી. ૨૦૩૬ અહીં પાંચ-પચાસ વરસ રહેવાનું, ત્યાં સારાં ઘરો ખોળે છે ને જ્યાં કાયમનું રહેવાનું છે ત્યાંનું ઠેકાણું નથી, તેની કોઈ તપાસે ય કરતું નથી. ઠામઠેકાણાં વગરની દુનિયા છે. “આ ય કરો ને તે ય કરો.' અહીંનું ના કરવાની ના નથી કહેતા. બેઉ કરો. બે હાથ નથી તમને ? ૨૦૩૭ હિંસકભાવ એનું નામ જ સંસાર. સંસાર ચાલ્યા કરે ને આપણા'માં હિંસકભાવ ના હોય, એટલે આપણે જવાબદારીઓમાંથી મુક્ત થયા ! ૨૦૩૮ જ્યાં કંઈ પણ કરવાનું છે ત્યાં સંસાર છે ! ૨૦૩૯ સામાની ભૂલ કાઢવાથી, સામાનો લાભ લેવાની વૃત્તિથી સંસાર અડે ! ૨૦૪૦ સંસાર એટલે ચિંતાનો બધો ટોપલો. ૨૦૪૧ નિરંતર સંસાર સળગતો જ છે. એમાં બૂઝવાની આશા રાખવી ખોટી છે. ત્યારે આપણે ય તેને કહેવું કે “તું તારે સળગ્યા કર !” ૨૦૪૨ લગ્નમાં, ઘરમાં બધે “સુપરફલુઅસ રહેવાનું છે. ત્યાં લોકો ઊંડા ઊતરે છે, એનું નામ સંસાર. ૨૦૪૩ આ સંસારની સગાઈઓ સાચી નથી, ‘બિઝનેસ એરેંજમેન્ટ'
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy