SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો વક્ષસ્કાર | १ छिण्णजाइजरामरणबंधणे, सिद्धे जावसव्वदुक्खप्पहीणे, तं समयं चणं सक्कस्स देविंदस्स देवरण्णो आसणे चलिए । तए णं से सक्के देविंदे, देवराया, आसणं चलियं पासइ, पासित्ता ओहिं पउंजइ, पउंजित्ता भयवं तित्थयरं ओहिणा आभोए इ, आभोएत्ता एवं वयासी- परिणिव्वुए खलु जंबुद्दीवे दीवे भरहे वासे उसके अरहा कोसलिए, तंजीयमेयं तीयपच्चुप्पण्णमणागयाणं सक्काणं देविंदाणंदेवराईणं तित्थयराणं परिणिव्वाणमहिमं करेत्तए । तं गच्छामि णं अहंपि भगवओ तित्थयरस्स परिणिव्वाणमहिमं करेमि त्ति कटु वंदइ, णमंसइ, वंदित्ता णमंसित्ता चउरासीईए सामाणिय साहस्सीहिं, तायत्तीसाए तायत्तीसएहि, चउहिं लोगपालेहिं, अट्ठहिं अग्गमहिसीहिं सपरिवाराहिं, तिहिं परिसाहि, सत्तहिं अणीएहिं, सत्तहिं अणियाहि-वईहिं चउहिं चउरासीईहिं आयरक्खदेवसाहस्सीहि, अण्णेहि य बहूहि सोहम्मकप्प वासीहिं वेमाणिएहिं देवेहिं देवीहि य सद्धिं संपरिखुडे ताए उक्किट्ठाए दिव्वाए देवगईए वीईवयमाणे वीईवयमाणे तिरियमसंखेज्जाणं दीवसमुद्दाणं मज्झमज्झेणं जेणेव अट्ठावयपव्वए, जेणेव भगवओ तित्थयरस्ससरीरए, तेणेव उवागच्छइ, उवागच्छित्ता विमणे, णिराणंदे, अंसुपुण्णणयणे तित्थयरसरीरयं तिक्खुत्तो आयाहिण पयाहिणं करेइ, करेत्ता णच्चासण्णे णाइदूरे सुस्सूसमाणे णमंसमाणे अभिमुहे विणएणं पंजलिउडे पज्जुवासइ । ભાવાર્થ - જ્યારે કૌશલિક ઋષભ અહ કાળ ધર્મ પામી શરીર છોડી, જન્મ, જરા તથા મૃત્યુના બંધનથી મુક્ત થયા અને સિદ્ધ, બદ્ધ યાવત સર્વદુઃખ રહિત થયા તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્રનું આસન ચલિત થયું અર્થાતુ અંગ સ્કુરાયમાન થયા. દેવેન્દ્રદેવરાજ શકે પોતાની અંગ ફુરણાને જાણી અવધિજ્ઞાનનો ઉપયોગ કર્યો, ઉપયોગ કરી તેણે ભગવાનને અવધિજ્ઞાનથી જોયા. જોઈને તે આ પ્રમાણે બોલ્યા-જંબૂદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્રમાં કૌશલિક અરિહંત ઋષભ પરિનિર્વાણને પામ્યા છે. તેથી અતીત, અનાગત અને વર્તમાન દેવેન્દ્ર, દેવરાજ, શક્રનો જીત વ્યવહાર છે કે તીર્થકરોનો નિર્વાણ મહોત્સવ ઉજવવો. તેથી હું પણ તીર્થકર ભગવાનનો પરિનિર્વાણ મહોત્સવ કરવા જાઉં. આ પ્રમાણે વિચાર કરીને તેણે ત્યાંથી પ્રભુને વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને ચોર્યાસી હજાર સમાન ઋદ્ધિવાળા સામાનિક દેવો, ગુરુસ્થાનીય તેત્રીસ ત્રાયસ્વિંશક દેવો, સપરિવાર આઠ અગ્રમહીષિઓ, ત્રણ પરિષદો, સાત સેનાઓ, સાત સેનાધિપતિઓ, ચારે દિશાઓના ચોર્યાસી ચોર્યાસી હજાર આત્મરક્ષક દેવો અને બીજા પણ સૌધર્મકલ્પવાસી ઘણાં દેવ-દેવીઓથી પરિવત્ત થઈને, તેમની સાથે ઉત્કૃષ્ટ દિવ્ય ગતિથી ચાલતાં તિર્ય) લોકવર્તી અસંખ્ય દ્વીપો અને સમુદ્રો પાર કરતાં, જ્યાં અષ્ટાપદ પર્વત અને જ્યાં તીર્થકર ભગવાનનું શરીર હતું, ત્યાં આવ્યા અને ઉદાસ, આનંદ રહિત તથા અશ્રુપૂર્ણ નયને તીર્થકરના શરીરની ત્રણવાર આદક્ષિણા
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy