SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ | શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર પરંતુ ગ્રંથો અને વૃદ્ધ પરંપરા તીર્થકરોના જીવનની આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓને "કલ્યાણક" કહે છે. તે પાંચ ઘટના આ પ્રમાણે છે– (૧) ચ્યવન (૨) જન્મ (૩) દીક્ષા (૪) કેવળજ્ઞાન પ્રાપ્તિ (૫) નિર્વાણ. ગ્રંથકારોએ પ્રથમ તીર્થકરના રાજ્યાભિષેક અને અંતિમ તીર્થંકરના ગર્ભ સંહરણના પ્રસંગ સહિત તેઓના છ-છ કલ્યાણક કહ્યા છે. સ્થાનાંગ સૂત્રમાં તીર્થકરોના (૧) જન્મ (૨) દીક્ષા (૩) કેવળજ્ઞાન પ્રાપ્તિ અને (૪) નિર્વાણ પ્રસંગે ૬૪ ઇન્દ્રો આવે છે, તેવો ઉલ્લેખ છે. પ્રથમ તીર્થકરનો રાજ્યાભિષેક તથા લગ્ન પ્રસંગ ઉજવવા ઇન્દ્રો, દેવ-દેવીઓ આવે છે, તેવો ઉલ્લેખ ગ્રંથોમાં જોવા મળે છે. બદષભદેવ સ્વામીનું નિર્વાણ :| ८७ उसभे णं अरहा वीसं पुव्क्सयहस्साई कुमारवासमज्झे वसित्ता, तेवढ़ि पुव्वसयसहस्साई महारज्जवासमझे वसित्ता, तेसीइं पुव्वसयहस्साई अगारवासमझे वसित्ता, मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए । उसभे णं अरहा एगं वाससहस्सं छउमत्थपरियायं पाउणित्ता, एगं पुव्क्सयसहस्सं वाससहस्सूणं केवलीपरियायं पाउणित्ता, एगं पुव्वसयसहस्सं बहुपडिपुण्णं सामण्णपरियायं पाउणित्ता, चउरासीई पुव्वसयसहस्साई सव्वाउयं पालइत्ता जे से हेमंताणं तच्चे मासे पंचमे पक्खे माहबहुले, तस्स णं माहबहुलस्स तेरसीपक्खेणं दसहिं अणगास्सहस्सेहिं सद्धिं संपरिवुडे अट्ठावक्सेलसिहरंसि चोइसमेणं भत्तेणं अपाणएणं संपलियंकणिसण्णे पुव्वण्हकालसमयंसि अभीइणा णक्खत्तेणं जोगमुवागएगं सुसमदुसमाए समाए एगूणणउतीहिं पक्खेहिं सेसेहिं कालगए जाव सव्वदुक्खप्पहीणे। ભાવાર્થ – ઋષભ અહં વીસ લાખપૂર્વ કુમારઅવસ્થામાં અને ત્રેસઠલાખ પૂર્વ મહારાજાવસ્થામાં, આ પ્રમાણે ૮૩ (ત્રાસી) લાખ પૂર્વ ગૃહવાસમાં રહીને, મુંડિત થઈને, ગૃહવાસમાંથી અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈને, એક હજાર વર્ષ છદ્મસ્થ પર્યાયનું અને એક હજાર વર્ષ જૂના એક લાખ પૂર્વ કેવળ પર્યાયનું, સર્વ મળીને પરિપૂર્ણ એક લાખ પૂર્વ સુધી શ્રમણ્યપર્યાયનું-સાધુપણાનું પાલન કરીને, ચોર્યાસી લાખ પૂર્વનું પરિપૂર્ણ આયુષ્ય ભોગવીને, હેમંત ઋતુના ત્રીજા મહિનામાં, પાંચમાં પક્ષમાં મહા વદ-૧૩(ગુજરાતી પોષ વદ-૧૩)ના દશ હજાર સાધુઓ સહિત, અષ્ટાપદ પર્વતના શિખર ઉપર છ દિવસના ચોવિહારા ઉપવાસપૂર્વક પૂર્વાહ્નકાળમાં પર્યકાસનમાં અવસ્થિત, ચંદ્રયોગ યુક્ત અભિજિત નક્ષત્રમાં, સુષમદુઃષમા આરાના નેવ્યાસી (૮૯) પક્ષ-ત્રણ વર્ષ, સાડા આઠ માસ શેષ રહ્યા ત્યારે (તેઓ) કાળધર્મને પામ્યા થાવત્ મોક્ષગતિને પ્રાપ્ત કરીને સર્વ દુ:ખ રહિત થયા. ८८ जं समयं च णं उसभे अरहा कोसलिए कालगए वीइक्कंते, समुज्जाए
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy