SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિષત્તિ–૩: જ્યોતિષી દેવાધિકાર | ५८७ | વિસ્તીર્ણ અને શોભનીય હોય છે. તેઓની ગતિ ચંક્રમિત–ઉછળતી, લલિત-સુંદર, હુત-કૂદતી, શ્રેષ્ઠ અને ગર્વિત હોય છે. તેઓનું પૂંછડું ઉપર ઉઠેલું અને તેનો અગ્રભાગ નીચેની બાજુ વળેલું તેમજ સુજાત–સોહામણું છે. તે પૂંછડું ઉપર નીચે આસ્ફાલિત થતું હોવાથી હલન-ચલન સ્વભાવવાળું હોય છે. તેઓના નખ, દાઢ અને દાંત વજમય હોય છે. તેઓની જીભ અને તાળવું તપ્ત સુવર્ણ જેવા લાલ હોય છે. તેઓની લગામ સુવર્ણમયી હોય છે. તેઓની ગતિ સ્વેચ્છાનુસારી, સુખજનક, મન જેવી વેગવંતી, મનોરમ, મનોહર અને અતિ તીવ્ર હોય છે, તેઓનું બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ અમિત હોય છે. તેઓના મહા સિંહનાદના મધુર અવાજથી આકાશ ગાજી ઊઠે છે અને દિશાઓ સુશોભિત થાય છે. તેવા ४,000 सिंड३५धारी हेवो यंद्रने पूर्व माथी वडन ४३ ७. |१३ चंदविमाणस्स णंदाहिणेणं सेयाणंसुभगाणं सप्पभाणं संखतलविमल-णिम्मलदधिघण-गोखीरफेण-रययणिग-प्पगासाणं वइरामय कुंभजुयल-सुट्टियपीवस्वरवइस्सोढ वट्टियदिक्तसुरक्तपउमप्पगासाण अब्भुण्णयमुहाणंतवणिज्जविसालकणगचंचलचलत विमलुज्जलाणमवण्ण भिसंत णिद्धपत्तल-णिम्मल तिवण्णमणिरयण लोयणाणंअब्भुग्गय मउलमल्लिया-धवलसरिस-संठियणिव्वण-दढकसिण-फालियामयसजायदंतमसलोव सोभियाणं कंचणकोसी-पविठ्ठ-दंतग्ग-विमलमणिरयण-रुइलपेरंत-चित्तरूवगविराइयाणं तवणिज्ज-विसाल-तिलगप्पमुह परिमण्डियागंणाणामणिरयण मुद्धगेविजबद्धगलयरवरभूसणाणं वेरुलिय-विचित्तदण्ड-णिम्मल-वइरामय-तिक्ख-लट्ट-अंकुस-कुंभजुयलयतरोडियाणं तवणिज्जसुबद्ध-कच्छदप्पिय बलुद्धराणविमलघणमंडलवइरामयलालाललियतालणाणंणाणामणिरयणघंटपासगरययामय बद्धरज्जु लंबिय घंयजुयल महुरसरमणहराणं अल्लीण- पमाणजुत वट्टियसुजायलक्खणपसत्थरमणिज्जबालगत्त परिपुछणाण उवचियपडिपुण्ण-कुम्मचलण-लहुविक्कमाणंअंकमयणक्खाणंतवणिज्जजीहाणं तवणिज्जतालुयाणंतवणिज्जजोत्तगसुजोइयाणकामगमाणंपीइगमाणंमणोगमाणंमणोरमाणं अमियगईणं अमियबलवीरिअपुरिसक्कारपरक्कमाणमहयागंभीरगुलुगुलाइयरवेणंमहुरेणं मणहरेणं पूरेता अंबर, दिसाओ य सोभयंता चत्तारि देवसाहस्सीओ गयरूवधारीणं देवाणं दक्खिणिल्लं बाहं परिवहति।। भावार्थ:- (४३५धारी ४,००० मामियोगिडवो यंद्र विमानने क्षिा थी वडन ४२ छ.) ते ગજરૂપધારી દેવો શ્વેતવર્ણી, સૌભાગ્યશાળી, પ્રભાવાન હોય છે. તેમનો પ્રકાશ શંખના મધ્યભાગ જેવો નિર્મળ, દહીં, ગાયના દૂધના ફીણ અને ચાંદીના સમૂહ જેવો શુભ હોય છે. તેઓનું કુંભસ્થલ-ગંડસ્થલ વજમય હોય છે. તેઓની સૂંઢ સુંદર આકારવાળી, પુષ્ટ, વજમયી, ગોળ, સ્પષ્ટ દેખાતા એક પ્રકારના જલબિંદુ રૂપ કમળોથી યુક્ત હોય છે. તેઓનું મુખ આગળથી ઉન્નત હોય છે. તેઓના બંને કાન તપેલા સુવર્ણ જેવા લાલ, વિશાળ, ચંચળ, વિમળ, ઉજ્જવલ, બહારની બાજુ શ્વેતવર્ણવાળા હોય છે. તેઓની આંખો પીતવર્ણની ચમકવાળી, સ્નિગ્ધ, પલક યુક્ત, નિર્મળ, ત્રિવર્ણી-રક્ત, પીત, શ્વેત આ ત્રણ વર્ણથી યુક્ત એવા મણિરત્ન જેવી હોય છે. તેઓના બંને દંતશૂળ ઉન્નત્ત, મલ્લિકાના વિકસિત પુષ્પ જેવા ધવલ, એક સરખા આકારવાળા, વણ રહિત, દઢ, સંપૂર્ણપણે સ્ફટિકમય, સુજાત-ઉત્પત્તિ સમયથી દોષ રહિત હોય છે.
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy