SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૬ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર તે વિમાનો સ્ફટિક રત્નમય છે. તેના પ્રતરો સુવર્ણમય છે. તેના ગવાક્ષોમાં રત્નો જડેલા છે. તે વિવિધ મણિઓથી સુશોભિત છે. તેના શિખર પર વિજય, વૈજયંતી પતાકા, છત્ર ઉપર છત્ર આદિ શોભે છે. તે વિમાનો શ્રીસંપન્ન, પ્રસન્નતાજનક, દર્શનીય, અતિસુંદર અને પ્રકાશમય છે. તે અસંખ્ય વિમાનોમાં લવણ સમુદ્રની ઉપરના કેટલાક જ્યોતિષી દેવવિમાનો ઉદક સ્ફટિક રત્નમય છે, તેથી લવણ સમુદ્રની 15000 યોજન ઊંચી જલશિખાના પાણીની વચ્ચેથી પણ તે પસાર થઈ શકે છે. ઉદક સ્ફટિક રત્નના પ્રભાવે તે જલ વિમાનોને બાધક બનતું નથી. અસંખ્ય જ્યોતિષી દેવો પોત-પોતાના વિમાનોમાં પોતાની દિવ્ય ઋદ્ધિ સહ સુખપૂર્વક રહે છે. તેઓના મુગટમાં પોત-પોતાના નામનું ચિહ્ન હોય છે. જ્યોતિષ્ક વિમાનોના વાહક દેવો :| १२ चंदविमाणे णं भंते ! कइ देवसाहस्सीओ परिवहति ? गोयमा !सोलस्स देवसाहस्सीओ परिवहतित्ति । चंदविमाणस्सणं पुरथिमेणं सेयाणसुभगाणंसप्पभाणसखतल-विमल-णिम्मलदधिघण-गोखीस्फेण रययणिगरप्पगासाण थिस्लट्ठपटुवट्टपीवस्सुसिलिट्ठविसिट्ठतिक्ख दाढा विडबियमुहाणं,रत्तुप्पल पत्तमउय सुकुमाल-तालुजीहाणं महगुलियपिंगलक्खाणंपसत्थसत्थवेलियभिसंतकक्कङणहाणं विसाल पीवस्वरोरुपडिपुण्ण-विउलखंधाणं मिउविसयपसत्थ सुहम लक्खण-विच्छिण्ण केसस्सडोवसोहियाणंचकमियललियपुलितधवलगवियगईणऊसिय सुणमिय सुजाय अप्फोडियणंगूलाणंवइरामयणक्खाणंवइरामय दाढाणंवइरामयदंताणंतवणिज्ज-जीहाणं तवणिज्जतालुयाणंतवणिज्ज जोत्तगसुजोइयाणकामगमाणंपीगमाणमणोगमाणमणोरमाणं अमियगईणं अमिय बलवीरियपुरिसक्कारपरक्कमाणं महया अप्फोडियसीहणायबोल कलकलरवेणं महुरेणं मणहरेणं पूस्ता अंबर, दिसाओ यसोभयंता,चत्तारिदेव साहस्सीओ सीहरूवधारी पुरथिमिल्लं बाह वहति । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! કેટલા હજાર દેવો ચંદ્ર વિમાનનું પરિવહન (ઉપાડીને ભ્રમણ) કરે છે? ઉત્તર- હે ગૌતમ! ૧૬,000 દેવો ચંદ્ર વિમાનનું વહન કરે છે. ચંદ્ર વિમાનને વહન કરવા સિંહ રૂપધારી ૪,000 આભિયોગિક(સેવક) દેવો ચંદ્ર વિમાનની પૂર્વ બાજુથી વહન કરે છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે તે સિંહ૩પધારી દેવો શ્વેતવર્ણી; સૌભાગ્યશાળી, વિલક્ષણ તેજવાળા હોય છે. તેમનો પ્રકાશ શંખના મધ્યભાગ જેવો વિમલ, નિર્મળ; જામેલું દહીં, ગાયના દૂધના ફીણ અને ચાંદીના સમૂહ સમાન હોય છે. તેમનું મુખ સ્થિર-દઢ, લષ્ટ-કાંત, શોભનીય, ગોળ, પુષ્ટ, છિદ્ર રહિત, વિશેષ રૂપથી તીક્ષ્ણ એવી દાઢના કારણે ખુલ્લું(તેઓ ખુલ્લા મુખવાળા) હોય છે. તેમનું તાળવું અને જીભ રક્ત કમળના પત્ર જેવા કોમળ હોય છે. તેમની આંખ મધના પીંડ જેવી પીળી હોય છે. તેઓના નખ પ્રશસ્ત, શસ્ત્ર જેવા તીક્ષ્ણ, વૈડુર્યમણિ જેવા પ્રકાશિત અને કઠોર હોય છે. તેમની બને જંઘા પુષ્ટ, શ્રેષ્ઠ અને સોહામણી હોય છે. તેમના ખભા માંસલ અને વિશાળ હોય છે. તેમની કેશરાળ (ગર્દન ઉપરનાવાળ) મૃદુ ઉજ્જવળ, પાતળી, પ્રશસ્ત,
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy