SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૮ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર તે દંતશૂળની કાચનકોશી(દંતશૂળ પરનું સોનાનું ખોભળું) વિમલ, મણિરત્ન જડિત, રુચિર અને ચિત્રિત હોય છે. તેઓના મુખાભરણો તપનીય(સુવર્ણના) વિશાળ હોય છે અને તિલકાદિ મુખાભરણોથી તેઓ ઉપશોભિત હોય છે. તેઓના મસ્તક મણિ અને રત્નોથી સુસજ્જિત હોય છે. તેઓના કંઠાભરણ ઘંટાથી યુક્ત હોય છે અને તેઓના ગળામાં તે પહેરાવેલા હોય છે. તેઓના કુંભસ્થળોની વચ્ચે રહેલું અંકુશ વિર્યરત્નથી નિર્મિત હોય છે અને અંકુશદંડવિચિત્ર, નિર્મળ, વજ જેવો કઠોર, તીક્ષ્ણ લષ્ટ = મનોહર હોય છે. તેમના પેટ પર બાંધેલ દોરડું રક્ત સુવર્ણનું હોય છે. આ ગજરૂપધારી દેવો દર્પ- અભિમાની અને બળવાન હોય છે. તેઓનું મંડળ-સમુદાય વિમળ અને ઘનરૂપે હોય છે(તેઓ ભિન્ન-ભિન્ન રૂપમાં હોતા નથી.) વજમય અંકુશનું તાડન તેઓને સુખપ્રદ લાગે છે. મણિમય નાની ઘંટડીઓ તેની આસપાસ છે, રજતમય રજૂ(દોરી) કટિભાગ પર બાંધેલી ઘંટાયુગલ(બે ઘંટ)થી ઉત્પન્ન રણકારથી તેઓ મનોહર લાગે છે. તેઓની પૂછડી કેશયુક્ત હોવાથી સુશ્લિષ્ટ, પાછળના ચરણ સુધી લટકતી હોવાથી પ્રમાણોપેત, ગોળ, સુજાત લક્ષણોપેત, પ્રશસ્ત, રમણીય, મનોહર અને ગાત્ર(શરીર)ને સાફ રાખનારી હોય છે. (પ્રાયઃ પશુઓ પોતાની પૂંછડીથી જ શરીરને સાફ કરે છે.) માંસલ, પૂર્ણ અવયવવાળા, કાચબાની જેમ ઉન્મત્ત ચરણો શીઘન્યાસવાળા હોય છે. તેમના પગના નખ અંકરત્નના હોય છે. તેમના જીભ અને તાળવું તપ્ત સુવર્ણ જેવા લાલ હોય છે. તેઓની લગામ(ન) સુવર્ણમયી હોય છે. તેઓની ગતિ સ્વેચ્છાનુસારી, સુખજનક, મન જેવી વેગવંતી, મનોરમ, મનોહર અને અતિતીવ્ર હોય છે. તેઓનું બળ, વીર્ય, પુરુષાકાર, પરાક્રમ અપરિમિત હોય છે. તેઓ મોટી ચિંઘાડ કરતાં ચાલતા હોવાથી, તેમની ચિંઘાડના મધુર સ્વરથી આકાશ ગાજી ઊઠે છે, દિશાઓ સુશોભિત થાય છે. તેવા ગજરૂપધારી ૪000 દેવો ચંદ્રને દક્ષિણ બાજુથી વહન કરે છે. |१४ चंदविमाणस्सणं पच्चत्थिमेणं सेयाणंसुभगाणंसप्पभाणंचलचवलककुह-सालीणं घणणिचियसुबद्ध-लक्खणुण्णय ईसिंआणक्वसणोवट्ठाणंचकमिय ललिय पुलियचल चवल-गवियगईणसण्णयपासाणं संगयपासाणंसुजायपासाणंपीवरवट्टियसुसठियकडीणं ओलंबपलबलक्खणपमाणजुत्तरमणिज्जवालगण्डाणंसमखुरवालिधाणाणंसमलिहियसिंग तिक्खग्गसंगयाणंतणुसहुमसुजायणिद्धलोमच्छविधराणंउवचियमसल विसालपडिपुण्णखंधपएस सुंदराणं वेरुलिय भिसंत कडक्ख-सुणिरिक्खणाणंजुत्तपमाण-पहाणलक्षणपसत्थरमणिज्ज-गग्गरगल्ल-सोभियाणघस्घरग-सुसद्दबद्ध-कंठपरिमडियाणणाणामणिकणगरयण-घंटिया-वेगच्छिगसुफयमालियाणंवरघंयगलयमालुज्जलसिरिधराणंपमुपल सगल सुरभिमालाविभूसियाणवइरखुराणंविविहविक्खुराणंफालियामयदंताणंतवणिज्ज जीहाणंतवणिज्जतालुयाणंतवणिज्जजोत्तगसुजोइयाणकामगमाण पीइगमाणमणोगमाण मणोरमाणंअमियगईणअमियबलवीरियपुरिसक्कारपरक्कमाणंमहया-गज्जियगंभीरवेणं महुरेणंमणहरेणंपूस्ता अंबर, दिसाओ यसोभयंता, चत्तारि देवसाहस्सीओवसहरूवधारीणं देवाणं पच्चत्थिमिल्लं बाहं परिवहति । ભાવાર્થ - (વૃષભ રૂપધારી ૪,000 આભિયોગિક દેવો ચંદ્ર વિમાનને પશ્ચિમ બાજુથી વહન કરે છે.) તે વૃષભ રૂપધારી દેવો શ્વેતવર્ણી; સૌભાગ્યશાળી તથા વિલક્ષણ તેજવાળા હોય છે. તેઓની કફદ
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy