SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ વિભાગ ઃ સૂર્યાભદેવ वंदित्ता नमंसित्ता-] (ત્યાર પછી ચાર હજાર સામાનિક દેવો યાવત્ સોળ હજાર આત્મરક્ષક દેવો, સૂર્યાવિમાનવાસી અન્ય ઘણા દેવ-દેવીઓથી વીંટળાયેલા સૂર્યાભદેવ પોતાની સર્વઋદ્ધિ યાવત્ વાજિંત્રોના ધ્વનિપૂર્વક સિદ્ધાયતન સમીપે આવ્યા અને સિદ્ધાયતનના પૂર્વી દ્વારથી સિદ્ધાયતનમાં પ્રવેશી દેવ ંદક અને તેના ઉપર સ્થિત જિનપ્રતિમા સમીપે આવ્યા. જિનપ્રતિમા દેખાતા તેને પ્રણામ કર્યા અને ત્યાર પછી, મોરપીંછ ગ્રહણ કરી તે મોરપીંછથી જિનપ્રતિમાનું પ્રમાર્જન કરીને, સુગંધી પાણીથી અભિષેક કર્યો, સુગંધી લાલ વસ્ત્રથી પ્રતિમાને લૂછીને સરસ ગોશીર્ષ ચંદનનો તેના પર લેપ કર્યો. ત્યાર પછી તેને અખંડિત દેવદૂષ્યયુગલ પહેરાવ્યા અને તેના ઉપર પુષ્પમાળા, ગંધ, ચૂર્ણ, વર્ણ, વસ્ત્ર અને આભૂષણો ચઢાવ્યા; ઉપરથી નીચે સુધી લટકતી લાંબી, ગોળ માળાઓ પહેરાવી; હાથથી કોમળ રીતે પંચવર્ષી પુષ્પકુંજને ગ્રહણ કરીને ત્યાં મૂક્યા અર્થાત્ પુષ્પ ગોઠવી તે સ્થાનને સુશોભિત કર્યું; જિન પ્રતિમાની સામે સ્વચ્છ, સ્નિગ્ધ રજતમય દિવ્ય ચોખાથી સ્વસ્તિકથી લઈ દર્પણ સુધીના આઠ મંગલો બનાવ્યા. ૯૯ ત્યાર પછી ચંદ્રપ્રભ(ચંદ્રકાંત મણિ), વજ્રરત્ન અને વૈડુર્યમણિની ડાંડીવાળી, સુવર્ણ-મણિ અને રત્નો જડેલી, અદ્ભુત રચનાવાળી ધૂપદાની ગ્રહણ કરી, શ્રેષ્ઠ કાલાગુરુ(અગર) કુંદુરુષ્ન(ચીડ) અને તુરુષ્ક (લોબાન) વગેરેના ધૂપ કર્યો. ત્યાર પછી તેણે જિનવરોની વિશુદ્ધ(કાવ્યદોષ રહિત) અપૂર્વ અર્થ સંપન્ન, અપુનરુક્ત, મહિમાશાળી ૧૦૮ ગ્રંથ(શ્લોક)વાળી સ્તુતિ કરીને, સાત-આઠ પગલા પાછળ જઈને ડાબો ઘૂંટણ ઊંચો રાખીને, જમણા ઘૂંટણને જમીન ઉપર ટેકવીને ત્રણવાર મસ્તકને જમીન સુધી નમાવીને ત્યાર પછી મસ્તકને ઊંચુ રાખી, બંને હાથ જોડીને આવર્તનપૂર્વક મસ્તક ઉપર અંજલી કરીને અરિહંત ભગવાનને યાવત્ સિદ્ધગતિને પ્રાપ્ત સિદ્ધ ભગવંતોને વંદન નમસ્કાર હો, આ રીતે ઉચ્ચારણ કરીને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને નોંધ – આચાર્ય મલગગિરિ સૂરિજીએ વૃત્તિમાં આ સ્થાને મંતવ્યભેદનો ઉલ્લેખ કર્યો છે. યથા- વનતે ताः प्रतिमा चैत्यवन्दन विधिना प्रसिद्धेन, नमस्करोति पश्चात् प्रणिधानादियोगेन इति જે । સૂર્યાભદેવે વંદન કર્યા છે એટલે તે ચૈત્યવંદનવિધિપૂર્વક વંદન કર્યા અને પછી નમસ્કાર કર્યા એટલે પ્રણિધાનાદિક યોગપૂર્વક નમસ્કાર કર્યા તેવો કેટલાકનો મત છે. અન્ય તુ અભિવૃતિ વિરતિ मतामेव प्रसिद्धः चैत्यवन्दनविधिः अन्येषां तथा अभ्युपगम पुरस्सरकायव्युत्सर्गासिद्धेः રૂતિ વન્યતે સામાન્યેન, નમોતિ આશયવૃદ્ધે અમ્યુત્થાન નમનરેખ કૃતિ । ચૈત્યવંદનની પ્રસિદ્ધવિધિ વિરતિધર માટે જ છે. તેમાં ઈર્ષાપથિકી કાઉસગ્ગ આવતો હોવાથી વિરતિધર સિવાયના માટે તે વિધિ ઉચિત નથી. માટે સૂર્યાભદેવ સામાન્યરૂપે વંદન કરે છે અને આશય-ભાવ વૃદ્ધિના કારણે આદરપૂર્વક નમસ્કાર કરે છે. વૃત્તિકારે અહીં તત્ત્વમત્ર મળવાઃ પરમય જેવલિનો વિવન્તિ । સત્યતત્ત્વ તો પરમઋષિ કેવળી ભગવંત જાણે, કહીને આ પાઠની બાબતમાં પોતાની સંદિગ્ધતા પ્રગટ કરી છે પરંતુ નિર્ણય કોઈ સ્પષ્ટ નિર્ણય આપ્યો નથી. માત્ર મતાતંર રજૂ કર્યા છે. આ ઉપરાંત શ્રી હેમચંદ્રાચાર્ય રચિત હૈમીયનામ- માલાના— अर्हन्नपि जिनश्चैव, जिनः सामान्य केवली, कंदर्पोऽपि जिनश्चैव जिनो नारायणो हरीः । આ શ્લોકના આધારે પૂ. આચાર્ય શ્રી ઘાસીલાલજી મ.સા. જિનપ્રતિમા એટલે કામદેવ કે નારાયણની
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy