SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ વિભાગ ઃ સૂર્યાભદેવ वत्थालंकारेणं चउव्विहेणं अलंकारेणं अलंकियविभूसिए समाणे पडिपुण्णालंकारे सीहासणाओ अब्भुढेइ, अब्भुठेत्ता अलंकारियसभाओ पुरथिमिल्लेणं दारेणं पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव ववसायसभा तेणेव उवागच्छइ, ववसायसभं अणुपयाहिणीकरेमाणे पुरथिमिल्लेणं दारेणं अणुपविसइ, अणुपविसित्ता जेणेव सीहासणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणवरगए पुरत्थाभिमुहे सण्णिसण्णे । ભાવાર્થ :- આ રીતે સૂર્યાભદેવ વાળને શોભાવનારા કેશાલંકારો, પુષ્પ માલાદિરૂપ માલ્યાલંકારો, હારાદિરૂપ આભરણાલંકાર અને દેવદૂષ્યરૂપ વસ્ત્રાલંકાર, આ ચાર પ્રકારના અલંકારથી અલંકૃત-વિભૂષિત થયા. પ્રતિપૂર્ણાલંકારવાળા બનીને તે સૂર્યાભદેવ સિંહાસન ઉપરથી ઊભા થઈને, અલંકાર સભાના પૂર્વી દ્વારથી બહાર નીકળ્યા અને વ્યવસાય સભા સમીપે આવી, તેની પ્રદક્ષિણા કરીને તેના પૂર્વાદ્વારથી પ્રવેશ કરીને ત્યાં રહેલા સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેઠા. १८० तए णं तस्स सूरियाभस्स देवस्स सामाणियपरिसोववण्णगा देवा पोत्थयरयणं उवणेति। तए णं से सूरियाभे देवे पोत्थयरयणं गिण्हइ, गिण्हित्ता पोत्थयरयणं मुयइ, मुइत्ता पोत्थयरयणं विहाडेइ, विहाडित्ता पोत्थयरयणं वाएति, वाएत्ता धम्मियं ववसायं ववसइ,ववसइत्तापोत्थयरयणंपडिणिक्खिवइपडिणिक्खिवित्ता सीहासणाओअब्भुट्टेइ, अब्भुठेत्ता ववसायसभाओ पुरथिमिल्लेणं दारेणं पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव नंदा पुक्खरिणी तेणेव उवागच्छइ, उवागच्छित्ताणंदं पुक्खरिणि पुरथिमिल्लेणं तोरणेणं तिसोवाणपडिरूवएणं पच्चोरुहइ,पच्चोरुहित्ता हत्थपायं पक्खालेइ, पक्खालेत्ता आयंते चोक्खे परमसुइभूए एगं महं सेयं रययामयं विमलं सलिलपुण्णं मत्तगयमहामुहागिइसमाणं भिंगारं पगेण्हइ, पगेण्हित्ता जाई तत्थ उप्पलाई पउमाई कुमुयाइं णलिणाई सुभगाइंसोगंधियाइं पोंडरीयाइं महापोंडरीयाइंसयपत्ताइ सहस्सपत्ताई ताइं गेण्हइ, गेण्हित्ता णंदाओ पुक्खरिणीओ पच्चोत्तरइ, पच्चोत्तरिता, जेणेव सिद्धायतणे तेणेव पहारेत्थ गमणाए। ભાવાર્થ - ત્યારપછી સૂર્યાભદેવના સામાજિક પરિષદના દેવોએ તેમની સમક્ષ પુસ્તકરત્ન ઉપસ્થિત કર્યું. સૂર્યાભદેવે તે પુસ્તક રત્નને હાથમાં લીધું, ઉત્સંગમાં રાખ્યું, ખોલીને વાંચ્યું, પોતાના ધર્મ(કર્તવ્ય, ફરજો, વ્યવહારો) કાર્યોનો નિશ્ચય કર્યો અને પુસ્તક રત્નને યથાસ્થાને પાછું મૂકી, સિંહાસન ઉપરથી ઊભા થઈને વ્યવસાયસભાના પૂર્વી દ્વારથી બહાર નીકળ્યા અને નંદા પુષ્કરિણી સમીપે આવીને તેના પૂર્વી સોપાન શ્રેણીદ્વારા વાવમાં ઉતરી, હાથ-પગ ધોઈને સ્વચ્છ, શુદ્ધ થઈને રજતમય, હાથીની મુખાકૃતિ જેવી, પાણીથી ભરેલી ઝારી અને ત્યાંના ઉત્પલો તથા હજાર પાંખડીવાળા કમળો વગેરે ગ્રહણ કરી નંદા પુષ્કરિણીમાંથી બહાર નીકળી સિદ્ધાયતન તરફ જવા પ્રયાણ કર્યું.
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy