SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ | | શ્રી રાયપસણીય સૂત્ર १७७ तए णं से सूरियाभे देवे महया-महया इंदाभिसेगेणं अभिसित्ते समाणे अभिसेयसभाओ पुरथिमिल्लेणं दारेणं निग्गच्छइ, निग्गच्छित्ता जेणेव अलंकारियसभा तेणेव उवागच्छइ, उवागच्छित्ता अलंकारियसभं अणुपयाहिणीकरेमाणे पुरथिमिल्लेणं दारेणं अणुपविसइ, अणुपविसित्ता जेणेव सीहासणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणवरगए पुरत्थाभिमुहे सण्णिसण्णे । ભાવાર્થ:- અતિશય મહિમાશાળી ઇન્દ્રાભિષેકથી અભિષિક્ત થયા પછી સૂર્યાભદેવ અભિષેક સભાના પૂર્વીદ્વારથી બહાર નીકળીને અલંકારસભા સમીપે આવીને, અલંકારસભાની અનુપ્રદક્ષિણા કરીને, પૂર્વીદ્વારથી અલંકારસભામાં પ્રવેશ કરીને ત્યાંના સિંહાસન પાસે આવીને તે શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેઠા. १७८ तएणंतस्ससूरियाभस्सदेवस्स सामाणियपरिसोववण्णगा देवा अलंकारियभंडं उवट्ठति। तए णं से सूरियाभे देवे तप्पढमयाए पम्हलसूमालाए सुरभिए गंधकासाईए गायाई लूहेइ, लहेत्ता सरसेणं गोसीसचंदणेणं गायाई अणुलिंपइ, अणलिंपित्ता नासानीसासवायवोज्झं चक्खुहरं वण्णफरिसजुत्तं हयलालापेलवातिरेगं धवलं कणगखचियंत-कम्मं आगासफालियसमप्पभं दिव्वं देवदूसजुयलं णियंसेइ, णियंसेत्ता हारं पिणिद्धेइ, पिणिद्धत्ता अद्धहारं पिणिद्धेइ, पिणिद्धत्ता एगावलिं पिणि इ, पिणिद्धत्ता मुत्तावलिं पिणिद्धेइ, पिणिद्धत्ता रयणावलि पिणि इ, पिणिद्धेत्ता एवं- अंगयाई केयूराई कडगाई तुडियाई कडिसुत्तगं दसमुद्दाणंतगं विकच्छसुत्तगं मुरविं कंठमुरविं पालब कुंडलाइ चूडामणिं चित्तरयणसंकडं मउड पिणिद्धेइ, पिणिद्धेत्ता गथिमवेढि म-पूरिम-संघाइमेणं चउव्विहेणं मल्लेणं कप्परुक्खगं पिव अप्पाणं अलंकिय विभूसियं करेइ, करेत्ता दद्दरमलय सुगंधगंधिएहिं गायाई भुकुंडेइ दिव्वं च सुमणदाम पिणद्धेइ । ભાવાર્થ - ત્યાર પછી સૂર્યાભદેવની સામાનિક પરિષદના દેવોએ તેની સામે અલંકારપાત્રો ઉપસ્થિત કર્યા. ત્યારપછી તે સૂર્યાભદેવે સર્વ પ્રથમ રૂંછાવાળા, સુકોમળ, સુગંધી વસ્ત્રથી પોતાનાં અંગો લૂછયાં અંગો ઉપર સરસ ગોશીષચંદનનો લેપ કર્યો ત્યારપછી નિઃશ્વાસના વાયુથી પણ ઊડી જાય તેવા બારીક, નેત્રાકર્ષક, સુંદરવર્ણ અને સ્પર્શવાળા, ઘોડાની લાળથી વધુ સુકોમળ, કિનારીએ સુવર્ણની કારિગીરીવાળાં, આકાશ અને સ્ફટિકની પ્રભા જેવા સ્વચ્છ, શ્વેત દેવદૂષ્ય વસ્ત્ર યુગલને ધારણ કર્યા. ત્યારપછી અઢાર સરનો હાર, નવ સરનો અર્ધવાર, એકાવલી, મુક્તાવલી, રત્નાવલીહાર ધારણ કર્યા, ભૂજાપર અંગદ, બાજુબંધ, કડાં, બેરખાં ધારણ કર્યા, કંદોરો, દસે આંગળીઓમાં વીંટીઓ, વક્ષસ્થળ પર વક્ષ:સૂત્ર–માળા ગ્રંથિમ, વેષ્ટિમ, પૂરિમ અને સંઘાતિમ, વિશેષ, માદળિયાં, કંઠી, કાનમાં ઝુમ્મર અને કુંડળ પહેર્યા, મસ્તક પર ચૂડામણિ અને મુગટ પહેર્યા. ત્યારપછી ગંથિમ, વેઢિમ, પૂરિમ અને સંઘાતિમ, આ ચાર પ્રકારની માળાઓને ધારણ કરી કલ્પવૃક્ષની જેમ શોભતા સૂર્યાભદેવે દર્દર-મલયના સુગંધીચૂર્ણને શરીર પર લગાવીને દિવ્ય પુષ્પમાળાઓ ધારણ કરી. વ્યવસાયસભામાં કાર્ય નિશ્ચય:१७९ तए णं से सूरियाभे देवे केसालंकारेणं मल्लालंकारेणं आभरणालंकारेणं
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy