SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ વિભાગ ઃ સૂર્યાભદેવ [ ૯૫ ] કર્યું. કેટલાકે હુંકારાદિ ચારે ય કર્યા. કેટલાકે દેવસમૂહ એકત્રિત કર્યો, કેટલાકે દેવોદ્યોત કર્યો, કેટલાકે વાયુ તરંગો ફેલાવ્યા. કેટલાકે કિલકિલાટ મચાવ્યો, કેટલાકે દુહ-દુહ શબ્દ ઉચ્ચાર્યા, કેટલાકે ધજાઓ ફરકાવી અને કેટલાકે દેવસમૂહ એકત્રિત કરવાથી લઈને ધજાઓ ફરકાવવા સુધીના છએ કાર્ય કર્યા. કેટલાક દેવો હાથમાં કમળો યાવત હજાર પાંખડીવાળા કમળો વગેરે લઈને, કેટલાક દેવો ચંદન કળશ, ઝારી યાવતુ ધૂપદાની વગેરે હાથમાં લઈને હર્ષાતિરેકમાં યાવત્ પ્રફુલ્લિત હૃદયે ચારેબાજુ દોડાદોડી કરવા લાગ્યા.(આ રીતે તે દેવોએ પોતાના સ્વામીના અભિષેકની ખુશાલી મનાવી.) સૂર્યાભદેવનો દેવો દ્વારા જયકાર - १७६ तए णं तं सूरियाभं देवं चत्तारि सामाणियसाहस्सीओ जाव सोलस आयरक्खदेवसाहस्सीओ अण्णे य बहवे सूरियाभरायहाणि-वत्थव्वा देवा य देवीओ य महयामहया इंदाभिसेगेणं अभिसिंचंति, अभिसिंचित्ता पत्तेयं-पत्तेयं करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु एवं वयासी जय जय नंदा ! जय-जय भद्दा ! जय-जय नंदा ! भई ते, अजियं जिणाहि, जियं च पालेहि, जियमज्झे वसाहि-इंदो इव देवाणं, चंदो इव ताराणं, चमरो इव असुराणं, धरणो इव नागाणं, भरहो इव मणुयाणं; बहूई पलिओवमाई, बहूई सागरोवमाई बहूई पलिओवम-सागरोवमाइं, चउण्हं सामाणियसाहस्सीणं जाव आयरक्ख-देवसाहस्सीणं सूरियाभस्स विमाणस्स अण्णेसिं च बहूणं सूरियाभविमाणवासीणं देवाण य देवीण य आहेवच्चं पोरेवच्चं सामित्तं भट्रित्तं महत्तरगतं आणा-ईसर-सेणावच्चं कारेमाणे पालेमाणे विहराहि त्ति कटु महया-महया सद्देणं जयजय सद्दे पउजति ।। ભાવાર્થ:- ત્યારપછી ચાર હજાર સામાનિક દેવો યાવત સોળ હજાર આત્મરક્ષક દેવોએ અને સૂર્યાભરાજધાનીમાં રહેતા અન્ય ઘણા દેવ-દેવીઓએ મહાન ઇન્દ્રાભિષેકથી સૂર્યાભદેવનો અભિષેક કર્યો. અભિષેક કર્યા પછી તે બધા જ દેવ-દેવીઓએ બંને હાથ જોડી, આવર્તનપૂર્વક મસ્તક પર અંજલી સ્થાપિત કરીને સુર્યાભદેવને આ પ્રમાણે કહ્યું- હે જનજન આનંદ દાયક ! આપનો જય હો-વિજય હો; હે જનજન માટે કલ્યાણ સ્વરૂપ ! આપનો જય હો, વિજય હો; હે જગદાનંદ કારક ! આપનો વારંવાર જય હો; હે ભદ્ર! તમારું કલ્યાણ હો. જેના ઉપર વિજય મેળવ્યો ન હોય તેના પર વિજય પ્રાપ્ત કરો; જેને જીતી લીધા છે તેનું પાલન કરો; જીતેલાઓની વચ્ચે રહો અર્થાત્ જીતેલાઓને સાથે રાખો; દેવોમાં ઇન્દ્રની જેમ, તારાઓમાં ચંદ્રની જેમ, અસુરોમાં ચમરેન્દ્રની જેમ, નાગોમાં(નાગકુમારોમાં) ધરણેન્દ્રની જેમ, મનુષ્યોમાં ભરત ચક્રવર્તીની જેમ અનેક પલ્યોપમ, અનેક સાગરોપમ અને અનેક પલ્યોપમ સાગરોપમ સુધી ચાર હજાર સામાનિક દેવો યાવત સોળ હજાર આત્મરક્ષક દેવો અને અન્ય સુર્યાભવિમાનવાસી અનેક દેવ-દેવીઓનું આધિપત્ય, અગ્રેસરપણું (આગેવાની), સ્વામીત્વ, ભર્તૃત્વ-પ્રભુત્વ, મહત્તરત્વ,(અધિનાયકપણું), આફ્લેશ્વરત્વ, સેનાપતિત્વનું પાલન કરતા આદેશનું પાલન કરાવતા રહો. આ પ્રમાણે કહીને મહાન શબ્દોથી જય-જયકાર કર્યો.
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy