SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ | વિભાગ-૨: ઉપપાત ૧૨૩] तेसिणं परिव्वायगाणं णो कप्पइ अयपायाणि वा, तउयपायाणि वा तंबपायाणि वा, जसदपायाणि वा सीसगपायाणि वा रुप्पपायाणि वा सुवण्णपायाणि वा अण्णयराणि वा बहुमुल्लाणि धारित्तए, णण्णत्थ अलाउपाएण वा दारुपाएण वा मट्टियापारण वा । तेसि णं परिव्वायगाणंणो कप्पइ अयबंधणाणिवा जावसुवण्णबंधणाणिवा अण्णयराणि वा बहुमुल्लाणि धारित्तए । तेसिं णं परिव्वायगाणं णो कप्पइ णाणाविह वण्णराग रत्ताई वत्थाई धारित्तए, णण्णत्थ एगाए धाउरत्ताए। तेसिणं परिव्वायगाणं णो कप्पइ हारं वा अद्धहारं वा एगावलि वा मुत्तावलि वा कणगावलिं वा रयणावलिं वा मुरविं वा कंठमुरविं वा पालंबं वा, तिसरयं वा कडिसुत्तं वा दसमुद्दिआणतंग वा कडयाणि वा तुडियाणि वा अंगयाणि वा केऊराणि वा कुंडलाणि वा मउडं वा चूलामणिं वा पिणद्धित्तए, णण्णत्थ एगेणं तंबिएणं पवित्तएणं । तेसिणं परिव्वायगाणं णो कप्पइ गंथिमवेढिमपूरिमसंघाइमे चउव्विहे मल्ले धारित्तए, णण्णत्थ एगेणं कण्णपूरेणं । तेसिं णं परिव्वायगाणं णो कप्पइ अगलुएण वा, चंदणेण वा, कुंकुमेण वा गायं अणुलिंपित्तए, णणत्थ एक्काए गंगामट्टियाए । ભાવાર્થ :- પરિવ્રાજકોને કૂવા, તળાવ, નદી, વાવડી, ચતુષ્કોણ જલાશય, પુષ્કરિણી–ગોળાકાર તળાવ, દીધિંકા-કમળ થતાં હોય તેવું વિસ્તૃત જલાશય, ગુંજાલિકા-વાંકુંચૂકું જલાશય વગેરે કોઈ પણ મોટા જળાશયો કે સાગરમાં પ્રવેશ કરવો કલ્પતો નથી. પરંતુ વિહાર કરતાં વચ્ચે કોઈ જળાશય આવે અને અન્ય માર્ગ ન હોય, તો તેમાં ચાલી શકે છે. તે પરિવ્રાજકોને શકટ–ગાડુ, રથ, યાન, ડોળી, થિલ્લી– યાનવિશેષ, પ્રવહણ-પાલખી, શિબિકા, ચંદમાનિકા વગેરે કોઈ પણ વાહનમાં જવું કલ્પતું નથી. તે પરિવ્રાજકોને ઘોડા, હાથી, ઊંટ, બળદ, પાડા અને ગધેડા પર સવારી કરવાનું વર્યુ છે. તેમાં બલાભિયોગ-કોઈ પરાણે બેસાડી દે તો તેની પ્રતિજ્ઞા ખંડિત થતી નથી. તે પરિવ્રાજકોને નટ, નર્તકો, દોરડા પર ચડી ખેલ કરનારાઓના ખેલ, પહેલવાનોની કુસ્તી, મુક્કાબાજી, બીભત્સ મશ્કરીરૂપ કથા પ્રસંગો, કૂદવું, પાણી ઉપર તરવાના ખેલ, તમાશો, કથા-વાર્તાઓ, વીરરસના ગીતો, શુભ-અશુભ વાતો કરનારા, વાંસ ઉપર ચડીને રમત બતાવનારા નટો, ચિત્રપટ દેખાડીને આજીવિકા ચલાવનારાઓ, તૂણ નામનું વાજિંત્ર વગાડી ભિક્ષા લેનારા, તુંબડાની વીણા વગાડીને આજીવિકા ચલાવનારા, તાળીઓ વગાડીને વિનોદ કરનારા તથા પ્રશસ્તિમૂલક પોતાના વખાણ કરનાર, સ્તુતિ ગાયકોથી કરાતી આત્મશ્લાઘા, માગધ આદિના ખેલ વગેરે તમામ ખેલ, તમાશા જોવાનો કે સાંભળવાનો ત્યાગ હોય છે. તે પરિવ્રાજકોને લીલી વનસ્પતિનો સ્પર્શ કરવો, તેને મસળવી, ડાળીઓ પાંદડાઓને ઊંચા કરવા, વાંકા વાળવા, ઉખેડી નાંખવા વગેરે પ્રવૃત્તિઓ કલ્પતી નથી. તે પરિવ્રાજકો માટે સ્ત્રીકથા, ભોજનકથા, દેશકથા, રાજકથા, ચોરકથા, જનપદકથા જે બીજાને માટે તેમજ પોતાને માટે હાનિકારક છે, તેવી નિરર્થક વાતો અને ચર્ચાઓનો ત્યાગ હોય છે.
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy