SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ | ૧૨૪] શ્રી ઉવવાઈ સત્ર તે પરિવ્રાજકોને તુંબડાનું પાત્ર, લાકડાનું પાત્ર તથા માટીના પાત્ર સિવાય લોઢાના, કાંસાના, ત્રાંબાના, જસતના, સીસાના, ચાંદીના કે સોનાના બહુમૂલ્ય કીમતી ધાતુના પાત્રો રાખવા કલ્પતા નથી.તેવી જ રીતે ઉપર બતાવેલી કોઈપણ કીમતી ધાતુના બંધનયુક્ત પાત્રો સંન્યાસીઓને માટે વર્યુ છે. તે પરિવ્રાજકોને ગેરુરંગથી રંગેલા ભગવા વસ્ત્રો સિવાય, જાત જાતના રંગોના વસ્ત્રો વર્યુ છે. તે પરિવ્રાજકોને ત્રાંબાના વાળાની અંગૂઠી પહેરવા સિવાય હાર, અર્ધહાર, એકાવલી, મુક્તાવલી, કનકાવલી, રત્નાવલી, મુરવી અને કંઠ મુરવી(આ બંને કંઠના આભરણો છે), લાંબી માળાઓ, ત્રણસરની માળાઓ, કંદોરો, દશ અંગૂઠીઓ, કડાં, તોડા, બાજુબંધ, અંગદ, કેયુર, કુંડલ, મુકુટ, ચૂડામણી– મસ્તકે ધારણ કરવાનો મણિ વગેરે ધારણ કરવું કલ્પતું નથી. તે પરિવ્રાજકોને કણેર પુષ્પ સિવાય ફૂલોની ગૂંથેલી માળાઓ, વીંટેલી માળાઓ, વાંસની સળીમાં પરોવીને બનાવેલી માળાઓ અને એક બીજા ફૂલોને જોડી ગુચ્છા જેવી બનાવેલી ફૂલમાળાઓ; આ ચાર પ્રકારની ફૂલમાળાઓ ધારણ કરવી કલ્પતી નથી. તે પરિવ્રાજકોને ગંગા કિનારાની માટી સિવાય અગર, ચંદન, કેસર વગેરે સુગંધી પદાર્થોનું શરીરે લેપન કરવું કલ્પતું નથી. | १९ तेसि णं परिव्वायगाणं कप्पइ मागहए पत्थए जलस्स पडिग्गाहित्तए, से वि य वहमाणे णो चेव णं अवहमाणे, से वि य थिमिओदए णो चेव णं कद्दमोदए, से वि य बहुप्पसण्णे णो चेव णं अबहुप्पसण्णे, से वि य परिपूए णो चेव अपरिपूए, से वि यणं दिण्णे णो चेव णं अदिण्णे, से वि य पिबित्तए णो चेव णं हत्थपायचरु चमस पक्खालणट्ठाए, सिणाइत्तए वा ।। तेसि णं परिव्वायगाणं कप्पइ मागहए आढए जलस्स पडिग्गाहित्तए, से वि य वहमाणे, णो चेवणं अवहमाणे जावणो चेवणं अदिण्णं, से वि य हत्थपायचरु-चमस पक्खालणट्ठयाए, णो चेव णं पिबित्तए सिणाइत्तए वा ।। ભાવાર્થ:- તે પરિવ્રાજકોને મગધદેશમાં તોલમાપ માટે પ્રચલિત પ્રસ્થ પ્રમાણ જલ લેવું કહ્યું છે અને તે પાણી વહેતી નદી આદિનું હોય, તે જ કહ્યું છે, કૂવાદિનું બંધિયાર પાણી કલ્પતું નથી. વહેતું પાણી પણ સ્વચ્છ હોય, તે જ કહ્યું છે, કીચડ આદિથી મિશ્રિત હોય, તે કલ્પતું નથી. વહેતું સ્વચ્છ પાણી પણ અત્યંત નિર્મળ હોય, તે જ કહ્યું છે, અલ્પ નિર્મળ હોય, તે કલ્પતું નથી. વહેતું, સ્વચ્છ, અત્યંત નિર્મળ પાણી પણ ગાળેલું હોય, તે જ કહ્યું છે, ગાળ્યા વિનાનું કલ્પતું નથી. તે પાણી પણ દાતા દ્વારા અપાયેલું હોય, તે જ કલ્પ છે. દાતા દ્વારા અપાયેલું ન હોય, તે કલ્પતું નથી. તે પાણી પણ પીવા માટે જ કહ્યું છે, હાથ, પગ, ભોજનપાત્ર, કડછી આદિ ધોવા કે સ્નાન કરવા માટે કલ્પતું નથી. તે પરિવ્રાજકોને મગધદેશમાં પ્રચલિત એક આઢક પ્રમાણ પાણી ગ્રહણ કરવું કહ્યું છે. તે પાણી વહેતું હોય, તો જ કહ્યું છે, વહેતું ન હોય તે કલ્પતું નથી લાવતું દાતા દ્વારા અપાયેલું ન હોય તે પણ કલ્પતું નથી. તે પણ હાથ, પગ, ભોજનના વાસણો, કડછી વગેરે ધોવા માટે કહ્યું છે. પીવા માટે કે સ્નાન કરવા માટે તે પાણી કલ્પતું નથી. २० ते णं परिव्वायगा एयारूवेणं विहारेणं विहरमाणा बहूई वासाई परियायं पाउणंति, बहूई वासाइं परियायं पाउणित्ता कालमासे कालं किच्चा उक्कोसेणं बंभलोए कप्पे
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy