SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ | १२२ । શ્રી વિવાઈસૂત્ર ભાવાર્થ – તે પરિવ્રાજકો ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ આ ચાર વેદો, પાંચમો ઇતિહાસ અને છઠ્ઠા નિઘંટુના અભ્યાસી હોય છે. તેઓને વેદોનું સાંગોપાંગ તલસ્પર્શી જ્ઞાન હોય છે, તેઓ ચારેય વેદોના સારક- કંઠસ્થ કરનાર, પારગ- વેદોના અર્થ પરમાર્થના પારગામી, ધારક-માનસપટ ઉપર ધારણ કરી રાખનારા અને વેદોના છએ અંગોના જાણકાર હોય છે, તે ષષ્ઠિતંત્રમાં વિશારદ અને કુશળ, સંખ્યાન-ગણિત વિદ્યામાં કુશળ; શિક્ષા, કલ્પ, વ્યાકરણ–શબ્દ શાસ્ત્ર, છંદ–પિંગલ શાસ્ત્ર, નિરુક્ત–વૈદિક શબ્દોના વ્યુત્પતિમૂલક અર્થ કરનારા વ્યાખ્યાગ્રંથો, જ્યોતિષશાસ્ત્ર તથા અન્ય ઘણા બ્રાહ્મણ ગ્રંથોમાં સુપરિનિષ્ઠિતપારંગત હોય છે. | १७ ते णं परिव्वायगा दाणधम्मं च सोयधम्मं च तित्थाभिसेयं च आघवेमाणा, पण्णवेमाणा, परूवेमाणा विहरति । जंणं अम्हं किंचि असुई भवइ, तं णं उदएण य मट्टियाए य पक्खालियं समाणं सुई भवइ । एवं खलु अम्हे चोक्खा चोक्खायारा सुई, सुइसमायारा भवित्ता अभिसेयजलपूयप्पाणो अविग्घेणं सग्गं गमिस्सामो । ભાવાર્થ – તે પરિવ્રાજકો દાનધર્મ, શૌચધર્મ(દહશુદ્ધિ તથા સ્વચ્છતા મૂલક આચાર) તથા તીર્ષાભિષેકનું કથન કરતાં, વિશેષરૂપમાં સમજાવતાં, પ્રરૂપણા કરતાં–યુક્તિ પૂર્વક ધર્મ સિદ્ધાંતને સ્થિર કરાવતાં વિચરણ કરે છે. તેમનું કથન છે કે અમારા મતાનુસાર કોઈ પણ પદાર્થો અપવિત્ર થાય, તો તેને માટીથી સાફ કરી પાણીથી ધોઈ લેવાથી તે વસ્તુ પવિત્ર થઈ જાય છે. આ રીતે અમે પવિત્ર શરીર અને પવિત્ર વસ્ત્રાદિથી યુક્ત તથા નિર્મલ આચારવાળા છીએ. અમે પવિત્ર આચાર તથા અભિષેક(સ્નાન) આદિ ક્રિયાઓથી પોતાને પવિત્ર બનાવી નિર્વિષ્ણપણે સ્વર્ગને પ્રાપ્ત કરશે. | १८ तेसिणं परिव्वायगाणं णो कप्पइ अगडं वा तलायं वा णई वा वाविं वा पुक्खरिणिं वा दीहियं वा गुंजालियं वा सरं वा सागरं वा ओगाहित्तए, णण्णत्थ अद्धाणगमणेणं । तेसिणं परिव्वायगाणं णो कप्पइ सगडं वा रहं वा जाणं वा जुग्गं वा गिल्लि वा थिल्लि वा पवहणं वा सीयं वा संदमाणियं वा दुरुहित्ता णं गच्छित्तए । तेसि णं परिव्वायगाणं णो कप्पइ आसं वा हत्थि वा उर्ल्ड वा गोणं वा महिसं वा खरं वा दुरुहित्ता णं गमित्तए, णण्णत्थ बलाभिओगेणं। तेसिं णं परिव्वायगाणं णो कप्पइ णडपेच्छा इ वा णट्टगपेच्छा इ वा जल्लपेच्छा इ वा मल्लपेच्छा इ वा, मुट्ठियपेच्छा इ वा वेलंबगपेच्छा इ वा पवगपेच्छा इ वा कहगपेच्छा इ वा लासगपेच्छा इ वा आइक्खगपेच्छा इ वा लंखपेच्छा इ वा मंखपेच्छा इ वा तूणइल्लपेच्छा इ वा तुंबवीणिपेच्छा इ वा भुयगपेच्छा इ वा मागहफेच्छा इ वा पेच्छित्तए । तेसि परिव्वायगाणं णो कप्पइ हरियाणं लेसणया वा, घट्टणया वा थंभणया वा लूसणया वा उप्पाडणया वा करित्तए । तेसिं परिव्वायगाणं णो कप्पइ इत्थिकहा इ वा भत्तकहा इ वा देसकहा इ वा रायकहा इ वा चोरकहा इ वा जणवयकहा इ वा अणत्थदंडे करित्तए ।
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy