SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ-૨ઃ ઉપપાત [ ૧૨૧ ] વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં કાંદર્ષિક દેવોમાં ઉત્પન્ન થનારા વિવિધ શ્રમણોનું નિરૂપણ છે. જે જીવો શ્રમણ પર્યાયનો સ્વીકાર કરીને, શ્રમણપણાના ભાવથી પતિત થઈને હાંસી, મજાક આદિ ભાટ જેવી સૂત્રોક્ત કાંદર્પિક પ્રવૃત્તિઓ કરે છે, તે જીવો શ્રમણપર્યાયનું પાલન કર્યું હોવાથી વૈમાનિક જાતિના દેવ થાય છે પરંતુ શ્રમણપણાના ભાવોની વિરાધના કરી હોવાથી ત્યાં કાંદર્ષિક દેવપણે ઉત્પન્ન થાય છે. તે જીવ વિરાધકપણે મૃત્યુ પામ્યા હોવાથી પરલોકના આરાધક થતા નથી. કાંકર્ષિક દેવો :- જે દેવોનું કાર્ય પોતાના હાવભાવ, ગીત, વાદ્ય, નૃત્ય આદિ વિવિધ ચેષ્ટાઓ દ્વારા પોતાના અધિપતિ દેવોને અથવા ઇન્દ્રોને ખુશ કરવાનું હોય છે અથવા અધિપતિ દેવોની ઇચ્છાઓ પૂરી કરવા જ વિવિધ પ્રવૃત્તિ કરતા હોય તેને કાંદર્ષિક દેવ કહે છે. શ્રમણ પર્યાયમાં કાંદર્ષિક પ્રવૃત્તિ કરનારા દેવલોકમાં પણ કાંદર્ષિક દેવ થાય છે. પરિવ્રાજકોની જીવનચર્યા અને દેવોમાં ઉત્પત્તિ:| १५ से जे इमे गामागर जावसण्णिवेसेसु परिव्वायगा भवंति, तं जहा- संखा, जोगी, काविला, भिउव्वा, हंसा, परमहंसा, बहुउदगा, कुलिव्वया, कण्हपरिव्वायगा । तत्थ खलु इमे अट्ठ माहणपरिव्वायगा भवंति । तं जहा कंडू य करकंडे य, अंबडे य परासरे । कण्हे दीवायणे चेव, देवगुत्ते य णारए ॥१॥ तत्थ खलु इमे अट्ठ खत्तियपरिव्वायगा भवंति, तं जहा सीलई ससिहारे य, णग्गई भग्गई ति य । विदेहे रायराया, राया रामे बले ति य ॥२॥ ભાવાર્થ:- ગામ યાવતું સન્નિવેશ આદિમાં જે પરિવ્રાજકો હોય છે. તે સાંખ્ય, યોગી કાપિલ–મહર્ષિ કપિલની પરંપરાને માનનારા, ભાર્ગવ-ગુઋષિની પરંપરાને અનુસરનારા; હંસ, પરમહંસ, બહૂદક, તથા કુટીચર, કૃષ્ણ પરિવ્રાજક-નારાયણના ભક્ત પરિવ્રાજકો આદિ. તેમાં આઠ બ્રાહ્મણ પરિવ્રાજક સંન્યાસીઓ એટલે કે બ્રાહ્મણ જાતિમાં દિક્ષા લઈને સંન્યાસી થયેલા હોય છે, તે આ પ્રમાણે છે– (૧) કર્ણ, (૨) કરકન્ટ, (૩) અબડ, (૪) પારાશર (૫) કૃષ્ણ, (૬) દ્વૈપાયન, (૭) દેવગુપ્ત, (૮) નારદ. તેમાં આઠ ક્ષત્રિય પરિવ્રાજક સંન્યાસીઓ ક્ષત્રિય જાતિમાંથી દીક્ષા લઈને સંન્યાસી બનેલા હોય છે. (૧) શીલધી, (૨) શશિધર, (૩) નગ્નક, (૪) ભગ્નક, (૫) વિદેહ, (૬) રાજરાજ, (૭) રાજરામ, (૮) બલ; આ આઠ પ્રકારના ક્ષત્રિય સંન્યાસીઓ હોય છે. | १६ ते णं परिव्वायगा रिउव्वेद-यजुव्वेद-सामवेद-अहव्वणवेद-इतिहासपंचमाणं, णिघंटु छट्ठाणं, संगोवंगाणं सरहस्साणं चउण्हं वेदाणं सारगा पारगा धारगा, सडंगवी, सट्ठितंत्तविसारया, संखाणे, सिक्खाकप्पे, वागरणे, छंदे, णिरुत्ते, जोइसामयणे, अण्णेसु य बहूसु बंभण्णएसु य णएसु परिव्वायएसु य सत्थेसु सुपरिणिट्ठिया यावि होत्था ।
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy