SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ | ૧૨૦] શ્રી વિવાઈસૂત્ર ઉત્તરકલક, શંખ વગાડીને ભોજન કરનારા શંખધમક, નદીના કિનારે શબ્દો બોલીને ભોજન કરનાર કુલધમક, મૃગના માંસનું ભોજન કરનાર મૃગલબ્ધક, હાથીના માંસનું ભોજન કરનાર હસ્તિતાપસ, ઊંચો દંડ રાખીને ચાલનારા ઉદંડક, દિશાનું પૂજન કરનારા દિશાપ્રોક્ષી, વલ્કલને ધારણ કરનાર વલ્કલવાસી, બિલમાં–ભૂમિગૃહમાં કે ગુફામાં રહેનારા બિલવાસી, જલમાં ઊભા રહેનારા જલવાસી, વૃક્ષના મૂળમાં રહેનારા વૃક્ષમૂલક, જલભક્ષક, વાયુભક્ષક, શેવાલભક્ષક, મૂલાહારક, કંદાહારક, વર્ક-વૃક્ષની છાલનો આહાર કરનારા, પન્નાહારક, પુષ્પાહારક, ફલાહારક, બીજાહારક, નીચે પડેલા વૃક્ષના કંદ, મૂળ, છાલ, પત્ર, પુષ્પ અને ફળનો આહાર કરનારા, આતાપના આદિ પંચાગ્નિ તપ કરનાર, પોતાના શરીરને અંગારાથી તપાવનાર, ભાડભંજાના પાત્રમાં શેકાતા ચણાની જેમ તથા કાષ્ઠની અગ્નિમાં પકાવવામાં આવતી વસ્તુની જેમ શરીરને તપાવનારા વગેરે સંન્યાસીઓ આ રીતે વિવિધ પ્રકારની તપસ્યાપૂર્વક ઘણા વર્ષો સુધી વાનપ્રસ્થ પર્યાયનું(વ્રતનું) પાલન કરીને મૃત્યુના સમયે મૃત્યુ પામીને ઉત્તમ પ્રકારના જ્યોતિષ્ક દેવતાઓમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. શેષ વર્ણન પૂર્વવત્ સમજવું. વિશેષતા એ છે કે ત્યાં તેની ઉત્કૃષ્ટ સ્થિતિ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ પ્રમાણ હોય છે. વિવેચન : પ્રસ્તુત સુત્રોમાં જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થનારા વાનપ્રસ્થ સંન્યાસીઓનું નિરૂપણ કર્યું છે. તે સંન્યાસીઓ સાંસારિક સંબંધોનો ત્યાગ કરી વિવિધ પ્રકારના વ્રત-નિયમનો સ્વીકાર કરીને વિચરણ કરે છે પરંતુ તેઓ મિથ્યાત્વી હોવાથી તેમનો સમગ્ર જીવન વ્યવહાર અકામ નિર્જરા અને અજ્ઞાન તપનું કારણ બને છે. તેમ છતાં તેમના જીવનમાં લક્ષ્યપૂર્વક ત્યાગ તપની પ્રધાનતા હોવાથી વાણવ્યંતર દેવોથી ઉપરની જાતિના એટલે જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થાય છે. પરંતુ તેઓનો તે બાલતપ હોવાથી તે દેવો પરલોકના આરાધક થતા નથી. કાંદર્ષિક શ્રમણોની દેવોમાં ઉત્પત્તિ - १४ से जे इमे गामागर जावसण्णिवेसेसु पव्वइया समणा भवंति, तं जहा- कंदप्पिया, कुक्कुइया, मोहरिया, गीयरइप्पिया, णच्चणसीला, ते णं एएणं विहारेणं विहरमाणा बहूई वासाइं सामण्णपरियागं पाउणंति, पाउणित्ता तस्स ठाणस्स अणालोइय अप्पडिक्कंता कालमासे कालं किच्चा उक्कोसेणं सोहम्मे कप्पे कंदप्पिएसु देवेसु देवत्ताए उववत्तारो भवंति । सेसं तं चेव णवरं पलिओवमं वाससयसहस्समब्भहियं ठिई। ભાવાર્થ :- ગામ, સન્નિવેશ આદિમાં જે પ્રવ્રજિત શાક્યાદિ પાંચ પ્રકારના શ્રમણો હોય છે, તેમાં જે હાસ્ય-મશ્કરી કરનારા કાંદપિંકો, ભાંડની જેમ કુત્સિત ચેષ્ટાઓ કરી બીજાને હસાવનારા કૌભુચિકો, અસંબદ્ધ-ઉટપટાંગ વચનો બોલનારા મૌખરિકો, ગાયનયુક્ત ક્રિીડામાં વિશેષ અભિરુચિ રાખનારા ગીતરતિપ્રિયો, નૃત્યપ્રિયો વગેરે શ્રમણો પોત-પોતાની જીવનચર્યા અનુસાર આચરણ કરીને, વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરીને અંત સમયે પોતાના તે દૂષિત આચારોની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના જ મૃત્યુના સમયે મૃત્યુ પામીને ઉત્કૃષ્ટ પહેલા સૌધર્મ દેવલોકમાં કાંદર્ષિક દેવ રૂપે ઉત્પન્ન થાય છે. શેષ વર્ણન પૂર્વવતુ જાણવું. વિશેષતા એ છે કે ત્યાં તેની સ્થિતિ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ છે.
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy