SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ | વિભાગ-૨: ઉપપાત [ ૧૧૯ ] થઈ શકતા નથી. તે જીવો વિરાધક થાય છે. આ વિષયમાં ટીકાકારે કહ્યું છે કે यहि सम्यग्दर्शनज्ञानपूर्वकानुष्ठानतो देवास्युस्त एवावश्यंतया आनन्तर्येण पारम्पर्येण वा निर्वाणानुकूलं भवान्तरमावर्जयन्ति, तदन्ये तु भाज्या । જે જીવોને સમ્યગુદર્શન અવસ્થામાં સંયમ તપનું પાલન કરીને દેવગતિ પ્રાપ્ત થઈ હોય, તેઓ જન્માંતરમાં અવશ્ય આરાધક થાય છે અને તે સિવાયના જીવોમાં ભજના હોય છે. સુત્રોક્ત છ એ પ્રકારના જીવો મિથ્યાત્વી છે અને તે જીવોને અકામનિર્જરાના પ્રભાવે દેવગતિ પ્રાપ્ત થાય છે તેથી તે જીવો પરલોકના આરાધક નથી. ગોબશ્વઃ- વૈદિક પરંપરામાં ગાયને પૂજ્ય માનવામાં આવી છે અને ગાયને દેવ સ્વરૂપ કહી છે. તેથી ગો–ઉપાસનારૂપ એક વિશેષ વ્રત લોકો કરતાં હોય છે. મહાકવિ કાલીદાસે રઘુવંશના બીજા સર્ગમાં આ સંબંધમાં વિસ્તારથી વર્ણન કર્યું છે. અયોધ્યાપતિ, મહારાજા દિલીપને કંઈ સંતાન ન હતું. તેથી ગુરુ મહર્ષિ વશિષ્ઠ કહ્યું કે કામધેનુ ગાયની દિકરી નંદિનીની સેવા કરવાથી તેને પુત્રની પ્રાપ્તિ થશે. આદેશ અનુસાર દિલીપ રાજાએ ગાયની સેવા કરી હતી. વૃત્તિકાર આચાર્ય અભયદેવ સૂરિએ પ્રસ્તુત સુત્રની વ્યાખ્યામાં ગો–વ્રતની વિધિ પ્રગટ કરી છે કે ગાય વનમાં ચરવા નીકળે છે ત્યારે ગોવતી પણ બહાર નીકળે છે. ગાય ચાલે છે ત્યારે તે ચાલે છે. ગાય ચરે છે ત્યારે ગોવ્રતિક ભોજન કરે છે. ગાય પાણી પીવે છે ત્યારે તે પાણી પીવે છે અને વનમાંથી જ્યારે પાછી ફરે છે ત્યારે તે પણ પાછા ફરે છે, ગાય સૂવે છે ત્યારે તે સૂઈ જાય છે. વાનપ્રસ્થ તાપસીની દેવોમાં ઉત્પત્તિ - |१३ सेजेइमे गंगाकूलगा वाणपत्था तावसा भवंति, तंजहा- होत्तिया, पोत्तिया, कोत्तिया, जण्णई, सड्डई, थालई, हुंबउट्ठा,दंतुक्खलिया, उम्मज्जगा, सम्मज्जगा,णिमज्जगा,संपक्खालगा, दक्षिणकूलगा, उत्तरकूलगा, संखधमगा, कूलधमगा, मिगलुद्धगा, हत्थितावसा, उदंडगा, दिसापोक्खिणो, वक्कलवासिणो, बिलवासिणो, जलवासिणो, रुक्खमूलिया, अंबुभक्खिणो, वाउभक्खिणो, सेवालभक्खिणो, मूलाहारा, कंदाहारा, तयाहारा, पत्ताहारा, पुप्फाहारा, फलाहारा, बीयाहारा, परिसडिक्कंदमूलतयपत्त पुष्फफलाहारा, जलाभिसेयकढिणगाया, आयावणाहि,पंचग्गितावेहि, इंगालसोल्लियं, कंदुसोल्लियं, कट्ठसोल्लियंपिव अप्पाणंकरेमाणा बहूई वासाई परियागं पाउणंति, पाउणित्ता कालमासे कालं किच्चा उक्कोसेणं जोइसिएसु देवेसुदेवत्ताए उववत्तारो भवंति । सेसंतंचेव णवरं पलिओवमं वाससयसहस्समब्भहियं ठिई। ભાવાર્થ:- ગંગા નદીના કિનારે જે વાનપ્રસ્થ તપસ્વીઓ છે, તે અગ્નિહોત્ર યજ્ઞ કરનારા અગ્નિહોત્રી, વસ્ત્ર ધારણ કરનારા પોતિક, ભૂમિ પર શયન કરનારા કૌત્રિક, યજ્ઞ કરનારા યાજિક, શ્રાદ્ધ કરનારા શ્રાદ્ધિક, ભોજનપાત્ર ધારણ કરનારા સ્થાલક, કમંડળ ધારણ કરનારા, ફળાદિને સુધાર્યા વિના, આખા ફળ ખાનારા ફલોજી, પાણીની ઉપર તરીને સ્નાન કરનાર ઉમજક, વારંવાર પાણીની ઉપર સ્નાન કરનાર સમજજક, પાણીમાં ડૂબકી મારીને સ્નાન કરનાર નિમજ્જક, શરીર પર માટી આદિ ચોળીને સ્નાન કરનાર સંપ્રક્ષાલક, ગંગા નદીના દક્ષિણ કિનારે રહેનારા દક્ષિણક્લક, ગંગા નદીના ઉત્તર કિનારે રહેનારા
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy