SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ-૧: સમવસરણ ૧૦૯ સાથે મૈથુન સેવનની મર્યાદા, અન્ય સ્ત્રી-પુરુષ સાથે સંપૂર્ણ પણે મૈથુનનો ત્યાગ. (૫) ઇચ્છા પરિમાણ—પરિગ્રહ– જમીન, જાયદાદ, ધનસંપત્તિ અને ઘરવખરી સામાનની મર્યાદા. ત્રણ ગુણવ્રત આ પ્રમાણે છે– (૧) દિવ્રત–જુદી જુદી છએ દિશાઓમાં ગમનાગમન સંબંધી અને વ્યાપાર સંબંધી મર્યાદા કરવી. (૨) ઉવભોગપરિભોગપરિમાણ. એકવાર ભોગવી શકાય તેવી ભોજન, પાણી વગેરે ઉપભોગ્ય વસ્તુઓ અને વારંવાર ભોગવી શકાય તેવી વસ્ત્રાદિ પરિભોગ્ય વસ્તુઓની મર્યાદા કરવી. (૩) અનર્થદંડ વિરમણ– આત્મગુણનો ઘાત કરનારી નિરર્થક પ્રવૃત્તિનો ત્યાગ કરવો. ચાર શિક્ષાવ્રત આ પ્રમાણે છે– (૧) સામાયિક– સર્વ પ્રકારની પાપ પ્રવૃત્તિઓનો ત્યાગ કરી સમત્વ ભાવની સાધના માટે(ઓછામાં ઓછું ૧ મુહૂર્ત-૪૮ મિનિટ સુધી) અભ્યાસ કરવો, (૨) દેશાવકાશિક– પ્રતિદિન પોતાની પ્રવૃત્તિમાં નિવૃત્તિ ભાવોની વૃદ્ધિ કરતા દિશા અને ઉપભોગ-પરિભોગની વસ્તુઓની મર્યાદા ઘટાડવી, દ્રવ્યાદિ ચૌદ નિયમ ધારણ કરવા (૩) પૌષધોપવાસ– ચારે પ્રકારના આહાર અને પાપ પ્રવૃત્તિનો અહોરાત્ર પર્યંત ત્યાગ કરી આત્મગુણોના વિકાસમાં પ્રયત્નશીલ રહેવું. (૪) અતિથિ સંવિભાગ–જેના આગમનની કોઈ તિથિ આદિ નિશ્ચિત નથી તેવા સંયમી સાધકોને સંયમ ઉપયોગી અને જીવનોપયોગી પોતાને સ્વાધીન સામગ્રીનો યથાયોગ્ય ભાગ આદરપૂર્વક આપવો. અપશ્ચિમ મારણાંતિક સંલેખના– દેહ અને કષાયોને કૃશ કરવા માટે મૃત્યુ સમયે વિશિષ્ટ આરાધનાનો(સંલેખના-સંઘારાનો) સ્વીકાર કરવો અને તેનું સમ્યક આરાધન કરવું. હે આયુષ્યમંતો ! આ ગૃહસ્થ સાધકોનો દેશ વિરતિ ધર્મ છે. આ ધર્મના અનુસરણમાં પ્રયત્નશીલ શ્રાવક-શ્રાવિકાઓ આજ્ઞાના આરાધક થાય છે. ધર્મ સભાનું વિસર્જન : ११९ तणं सा महतिमहालिया मणूसपरिसा समणस्स भगवओ महावीरस्स अंति धम्मं सोच्चा णिसम्म, हट्टतुट्ठ जाव हियया उट्ठाए उट्ठेइ, उट्ठित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता अत्थेगइया मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइया, अत्थेगइया पंचाणुव्वइयं सत्तसिक्खावइयं दुवालसविहं गिहिधम्मं पडिवण्णा । ભાવાર્થઃ– ત્યારે તે વિશાળ મનુષ્ય પરિષદે, શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી ધર્મ સાંભળીને, હૃદયમાં ધારણ કરીને, સંતોષ પામીને, અત્યંત પ્રસન્ન થઈને ચિત્તમાં આનંદ અને પ્રીતિનો અનુભવ કર્યો. ત્યારપછી તે બધાએ ઊભા થઈને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને જમણી તરફથી પ્રારંભ કરીને ત્રણવાર પ્રદક્ષિણાપૂર્વક વંદન-નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને કેટલાક ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી મુંડિત થઈ અણગાર થયા અને કેટલાકે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારનો ગૃહસ્થ । ધર્મ સ્વીકાર્યો. १२० अवसेसा णं परिसा समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासीસુખવવા તે તે ! ખિળથે પાવયળે, સુવળત્તે તે ભંતે ! નિાથ પાવયો, મુમાસિ તે ભંતે! ાિથે પાવયળે, સુવિળી તે ભંતે ! ાિથે પાવયળે, સુમાવિ તે અંતે ! બિમાથે પાવયળે, अणुत्तरे ते भंते ! णिग्गंथे पावयणे, धम्मं णं आइक्खमाणा तुब्भे उवसमं आइक्खह, उवसमं
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy