SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉવવાઈ સૂત્ર आइक्खमाणा विवेगं आइक्खह, विवेगं आइक्खमाणा वेरमणं आइक्खह, वेरमणं आइक्खमाणा अकरणं पावाणं कम्माणं आइक्खह, णत्थि णं अण्णे केइ समणे वा माहणे वा, जे एरिसं धम्ममाइक्खित्तए, किमंग पुण एत्तो उत्तरतरं ! एवं वदित्ता जामेव दिसं पाउब्भूया तामेव दिसं पडिगया । ૧૧૦ ભાવાર્થ :- શેષ પરીષદે ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરીને કહ્યું– હે ભગવન્ ! આપશ્રીએ નિગ્રંથ પ્રવચનનો સુંદર રીતે ઉપદેશ કર્યો. આપે નિગ્રંથ પ્રવચનની સુંદર પ્રરૂપણા કરી, સુંદર વચનોથી સમજાવ્યું, વિનીત શિષ્યોને નિગ્રંથ પ્રવચનના ભાવો દઢ કરાવ્યા, તત્ત્વના ભાવોને શ્રેષ્ઠ પ્રકારે સમજાવ્યા, ખરેખર ! નિગ્રંથ પ્રવચન અનુત્તર–સર્વોત્કૃષ્ટ છે. ધર્મનો ઉપદેશ કરતાં આપે કષાયના ઉપશમનનો ઉપદેશ કર્યો, કષાયના ઉપશમનો ઉપદેશ કરતા આપે હેય–ઉપાદેયના વિવેકનો ઉપદેશ કર્યો, વિવેકનો ઉપદેશ કરતાં આપે પાપ પ્રવૃત્તિથી વિરક્ત થવાનો ઉપદેશ આપ્યો, વિરક્તિનો ઉપદેશ કરતાં આપે નવા પાપકર્મ ન કરવાનો ઉપદેશ આપ્યો. હે પ્રભો ! આ લોકમાં અન્ય કોઈ પણ શ્રમણ કે બ્રાહ્મણ આ પ્રકારના ધર્મનું કથન કરી શકે તેમ નથી, તો આનાથી શ્રેષ્ઠ ધર્મનું કથન તો ક્યાંથી કરી શકે ! આ પ્રમાણે કહીને પરિષદ જે દિશામાંથી આવી હતી, તે દિશામાં પાછી ફરી ગઈ. | १२१ तए णं से कूणिए राया भंभसारपुत्ते समणस्स भगवओ महावीरस्स अंतिए धम्मं सोच्चा, णिसम्म हटुतुट्ठ जाव हियए उट्ठाए उट्ठेइ, उट्ठित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- सुयक्खाए ते भंते ! णिग्गंथे पावयणे जाव किमंग पुण एत्तो उत्तरतरं ? एवं वदित्ता जामेव दिसं पाउब्भूए, तामेव दिसं पडिगए । ભાવાર્થ:- ત્યારપછી ભંભસારના પુત્ર કોણિકરાજા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી ધર્મોપદેશ સાંભળી ખૂબ જ પ્રસન્ન થયા અને સંતોષ પામ્યા. તેણે પોતાના સ્થાનથી ઊભા થઈને શ્રમણ ભગવાન મહાવીરને જમણી તરફથી પ્રારંભીને ત્રણવાર પ્રદક્ષિણાપૂર્વક વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું– હે ભગવન્ ! આપશ્રીએ નિગ્રંથ પ્રવચનનો સુંદર રીતે ઉપદેશ આપ્યો યાવત્ આનાથી શ્રેષ્ઠ ધર્મના કથનની તો વાત જ ક્યાં ! આ પ્રમાણે કહી રાજા જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા. | १२२ तएणंताओ सुभद्दापमुहाओ देवीओ समणस्स भगवओ महावीरस्स अंतिए धम्मं सोच्चा, णिसम्म हट्टतुट्ठ जाव हिययाओ उट्ठाए उट्ठेति, उद्वित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेंति, करेत्ता वंदंति णमसंति, वंदित्ता णमंसित्ता एवं वयासी- सुयक्खाए णं भंते ! णिग्गंथे पावयणे जाव किमंग पुण एत्तो उत्तरतरं ? एवं वदित्ता जामेव दिसिं पाउब्भूयाओ, तामेव दिसिं पडिगयाओ । ભાવાર્થ :- ત્યાર પછી સુભદ્રા આદિ રાણીઓ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે ધર્મશ્રવણ કરી ખૂબ જ પ્રસન્ન થઈ અને સંતોષ પામી, મનમાં આનંદિત થઈ. તેણે પોતાના સ્થાન પરથી ઊઠીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને જમણી તરફથી પ્રારંભીને ત્રણવાર પ્રદક્ષિણાપૂર્વક વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું– હે ભગવન્ ! આપે નિગ્રંથ પ્રવચન બહુ સુંદર રીતે સમજાવ્યું યાવત્ આનાથી શ્રેષ્ઠ ધર્મના
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy