SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉવવાઈ સૂત્ર રીતે નરક, તિર્યંચયોનિ, મનુષ્ય અને દેવ તે ચાર ગતિ, સિદ્ધ, સિદ્ધસ્થાન અને છ જીવનિકાયનું કથન કર્યું IIII જેવી રીતે જીવ કર્મ બંધ કરે છે, મુક્ત થાય છે, દુઃખ પામે છે, તેનું સ્વરૂપ બતાવ્યું. કેટલાક અનાસક્ત જીવો દુ:ખોનો અંત કરે છે ।।૪। દુઃખથી પીડિત પ્રાણી આકુળતાપૂર્ણ ચિત્તથી દુઃખરૂપી સાગરને પ્રાપ્ત કરે છે. વૈરાગ્યભાવને પ્રાપ્ત થયેલા જીવો કર્મદલનો નાશ કરે છે ।।૫।। રાગપૂર્વક કરેલા કર્મોનો ફલ વિપાક પાપપૂર્ણ હોય છે. જ્યારે જીવો સર્વકર્મથી રહિત થાય છે ત્યારે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરીને સિદ્ઘાલયમાં સ્થિત થાય છે ISI ૧૦૮ | ११७ तमेव धम्मं दुविहं आइक्खड़, तं जहा- अगारधम्मं, अणगारधम्मं च । अणगारधम्मो ताव- इह खलु सव्वओ सव्वत्ताए मुंडे भवित्ता अगाराओ अणगारिय पव्वइयस्स सव्वाओ पाणाइवायाओ वेरमणं, एवं मुसावाय- अदिण्णादाण मेहुण-परिग्गहराईभोयणाओ वेरमणं । अयमाउसो ! अणगारसामाइए धम्मे पण्णत्ते, एयस्स धम्मस्स सिक्खाए उवट्ठिए णिग्गंथे वा णिग्गंथी वा विहरमाणे आणाए आराहए भवइ । ભાવાર્થ:- ત્યાર પછી ભગવાને કહ્યું કે ધર્મના બે પ્રકાર છે– (૧) આગારધર્મ અને (૨) અણગાર ધર્મ. અણગારધર્મ– આ જિનશાસનમાં સર્વ પ્રકારે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી સંપૂર્ણ રીતે પાપકારી પ્રવૃતિનો ત્યાગ કરી, મુંડિત થઈ, ગૃહવાસનો ત્યાગ કરી અણગાર દશા–મુનિ અવસ્થામાં પ્રવ્રુજિત થવું. તેમાં સાધક સંપૂર્ણ પ્રાણાતિપાતથી, સંપૂર્ણ મૃષાવાદથી, સંપૂર્ણ અદત્તાદાનથી, સંપૂર્ણ મૈથુનથી, સંપૂર્ણ પરિગ્રહથી તથા સંપૂર્ણ રાત્રિ ભોજનથી વિરત બને છે. હે આયુષ્યમંતો ! આ અણગાર સામાયિક ધર્મ એટલે સર્વ વિરતિ ધર્મ કહ્યો છે. આ સર્વ વિરતિ– સંયમ ધર્મના આચરણમાં પ્રયત્નશીલ સાધુ-સાધ્વી અરિહંત ભગવાનની આજ્ઞાનું પાલન કરીને આરાધક બને છે. | ११८ अगारधम्मं दुवालसविहं आइक्खइ, तं जहा - पंच अणुव्वयाइं, तिण्णि गुणव्वयाई, चत्तारि सिक्खावयाइं । पंच अणुव्वयाई तं जहा - थूलाओ पाणाइवायाओ वेरमणं, थूलाओ मुसावायाओ वेरमणं, थूलाओ अदिण्णादाणाओ वेरमणं, सदारसंतोसे, इच्छापरिमाणे । तिण्णि गुणव्वयाई, तं जहा - दिसिव्वयं, उवभोगपरिभोगपरिमाणं અગત્થવંડવેરમાં । વત્તારિસિવવાવયાડું, તેં નહીં- સામાય, વેસાવાલિ, પોસહોવવાસે, अतिहिसंविभागे। अपच्छिमा मारणंतिया संलेहणासणाराहणा । अयमाउसो ! अगारसामाइए धम्मे पण्णत्ते । एयस्स धम्मस्स सिक्खाए उवट्ठिए समणोवासए वा समणोवासिया वा विहरमाणे आणाए आराहए भवइ । ભાવાર્થ :- આગારધર્મના બાર પ્રકાર છે– પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવ્રત. પાંચ અણુવ્રત આ પ્રમાણે છે– (૧) સ્થૂલ પ્રાણાતિપાત–ત્રસ જીવની સંકલ્પપૂર્વકની હિંસાથી નિવૃત્ત થવું, (૨) સ્થૂલ મૃષાવાદ– પરપીડાકારી અને રાજ્યાપરાધ યોગ્ય અસત્યથી નિવૃત્ત થવું, (૩) સ્થૂલ અદત્તાદાનપરપીડાકારી અને રાજ્યાપરાધ યોગ્ય ચોરીથી નિવૃત્ત થવું, (૪) સ્વદારાસંતોષ– પોતાની પરણેતર પત્નીની સાથે મૈથુન સેવનની મર્યાદા, તેમજ સ્ત્રીઓને માટે સ્વભર્તાર સંતોષ– પોતાના પરણેતર પતિ
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy