SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ | વિભાગ-૧: સમવસરણ [ ૧૦૭ ] પ્રમાણે છે “ભવ કરે છે. સહિત થવા યોગ્ય નરકાયુષ્યનો બંધ કરે છે; નરકાયુષ્યનો બંધ કરીને તે જીવ નરકમાં ઉત્પન્ન થાય છે. તે ચાર કારણો આ પ્રમાણે છે– (૧) મહાઆરંભ- ઘોર હિંસાના ભાવ (૨) મહાપરિગ્રહ–અત્યંત મૂર્છાભાવ સહિત અધિક સંગ્રહનો ભાવ (૩) પંચેન્દ્રિય વધ મનુષ્ય-તિર્યંચ, પશુ-પક્ષી આદિ પાંચ ઇન્દ્રિયવાળા પ્રાણીઓને મારવા, (૪) માંસભક્ષણ. ચાર કારણોથી જીવતિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય છે– (૧) માયાચારનું સેવન કરવું તથા માયાચારને છુપાવવા ગાઢમાયાનું સેવન કરવું, (૨) અલિક વચન–અસત્ય ભાષણ, (૩) ઉત્કચનતા-મુગ્ધ કે સરળ વ્યક્તિને છેતરવા છલ-કપટ કરવું. (૪) વંચનતા–છેતરપીંડી કે ઠગાઈ કરવી. ચાર કારણોથી જીવ મનુષ્યયોનિમાં ઉત્પન્ન થાય છે– (૧) પ્રકૃતિની ભદ્રતા-સ્વાભાવિક ભદ્રતાભલાપણું, (૨) પ્રકૃતિની વિનીતતા-સ્વાભાવિકવિનમ્રતા, (૩) સાનુક્રોશતા–દયાપૂર્ણહૃદય, કરુણાશીલતા, તથા (૪) અમત્સરતા-અભિમાનનો અભાવ, ઇર્ષ્યા રહિત સ્વભાવ. ચાર કારણોથી જીવ દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. (૧) સરાગસંયમ-રાગ એટલે સંજ્વલન કષાય યુક્ત ચારિત્ર, (૨) સંયમસંયમ–દેશવિરતિ ચારિત્ર, શ્રાવકધર્મ, (૩) અકામ નિર્જરા-મોક્ષના લક્ષ્ય વિના પરવશપણે કષ્ટ સહન કરવું, (૪) બાલતપ-મિથ્યાત્વ(અજ્ઞાનયુક્ત) અવસ્થામાં તપસ્યા કરવી. ११६ तमाइक्खइ जह णरगा गम्मंती, जे णरगा, जा य वेयणा णरए । सारीरमाणुसाई, दुक्खाई तिरिक्खजोणीए ॥१॥ माणुस्सं च अणिच्चं, वाहि-जरा-मरण-वेयणापउरं । देवे य देवलोए, देविड्डिं देवसोक्खाइं ॥२॥ णरगं तिरिक्खजोणिं, माणुसभावं च देवलोगं च । सिद्धे य सिद्धवसहि, छज्जीवणियं परिकहेइ ॥३॥ जह जीवा बज्झंति, मुच्चंति जह य संकिलिस्संति । जह दुक्खाणं अंतं, करेंति केई अपडिबद्धा ॥४॥ अट्टा अट्टियचित्ता, जह जीवा दुक्खसागरमुर्वेति । जह वेरग्गमुवगया, कम्मसमुग्गं विहार्डेति ॥५॥ जह रागेण कडाणं, कम्माणं पावगो फलविवागो । जह य परिहीणकम्मा, सिद्धा सिद्धालयमुर्वेति ॥६॥ ભાવાર્થ - ત્યારપછી ભગવાને કહ્યું કે ગાથાર્થ– જે જીવો જે જે નરકમાં જાય છે ત્યાં તે નૈરયિકો નરકની વેદના પામે છે. તિર્યંચ યોનિમાં જીવ શારીરિક અને માનસિક દુઃખ પ્રાપ્ત કરે છે [૧] મનુષ્ય જીવન અનિત્ય છે. તેમાં વ્યાધિ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ અને વેદના આદિ ઘણું જ દુઃખ છે. દેવલોકમાં દેવ-દેવી ઐશ્વર્યજનક દૈવી સુખ પ્રાપ્ત કરે છે પારા આ
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy