SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ | ૧૦૬] શ્રી ઉવવાઈ સત્ર કાપનારું છે. સિદ્ધિમાર્ગ- સિદ્ધિનો-કૃતકૃત્યતાનો માર્ગ છે, મુક્તિમાર્ગ– નિર્માણમાર્ગ– અપુનરાગમન રૂપ સ્થાન પ્રાપ્તિનો માર્ગ છે. નિર્વાણમાર્ગ– સમસ્ત કર્મક્ષયથી ઉત્પન્ન થતાં પારમાર્થિક સુખ રૂપ નિર્વાણનો માર્ગ છે. અવિતથ– વાસ્તવિક અર્થનું પ્રતિપાદન કરનાર અને કુતર્કો દ્વારા અબાધિત છે. અવિસંધિ– મહાવિદેહક્ષેત્રની અપેક્ષાએ તેનો વિચ્છેદ થતો નથી. પરંપરાથી તે અક્ષણ છે, સમસ્ત દુઃખોનો આત્યંતિક નાશ કરવાનો માર્ગ છે. નિગ્રંથ પ્રવચનની આરાધના કરનારા જીવો સિદ્ધ-સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે બુદ્ધ-કેવલ જ્ઞાન પ્રાપ્ત થવાથી સર્વ પદાર્થોને જાણે છે. મુક્ત-જન્મ મરણ કરાવનાર ભવોપગ્રાહી-કર્માશથી મુક્ત થાય છે. પરિનિવૃત્ત-કર્મજન્ય દુઃખથી રહિત, પરમ શાંત બની જાય છે અને સર્વ દુઃખોનો અંત કરે છે. અથવા નિગ્રંથ પ્રવચનની આરાધનામાં સ્થિત થયેલા જીવો વર્તમાન શરીર છુટી ગયા પછી માત્ર એકવાર મનુષ્ય શરીરને ધારણ કરે છે અર્થાતુ તે એકાવતારી થાય છે અથવા પૂર્વકર્મો શેષ રહ્યા હોય, તો તે જીવ કોઈ પણ દેવલોકમાં મહદ્ધિક યાવતુ અત્યંત સુખમય, દૂરંગતિક– ઉપરના દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ- વાળા દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં દેવરૂપમાં ઉત્પન્ન થયેલા તે જીવ મહાઋદ્ધિસંપન્ન, મહાધુતિસંપન્ન, મહાબલસંપન્ન, મહાયશસ્વી, મહાસુખી, મહાભાગ્યશાળી, ઊર્ધ્વદેવલોક સ્થિત તથા ઉત્કૃષ્ટ આયુષ્યવાળા હોય છે. તેનું વક્ષ:સ્થળ હારોથી સુશોભિત હોય છે. ભુજાઓ કટક–વલયથી સુશોભિત હોય છે. તેઓ અંગદ–બાજુબંધ, ગાલ ઉપર ઘસાતા અર્થાતુ ગાલ સુધી પહોંચે તેવા લાંબા લટકતા કુંડળોને અને વિશિષ્ટ કોટિના અન્ય કર્ણ આભુષણોને, વિવિધ પ્રકારના વસ્ત્રોને, આભરણોને અને વિવિધ પ્રકારના પુષ્પોથી ગુંથેલી માળાઓને ધારણ કરે છે. તેમના મસ્તક પર મુગટ શોભે છે. કલ્યાણકારી અને કીમતી વિશિષ્ટ વસ્ત્રો, માળા અને વિલેપનથી તેમના શરીર શોભાયમાન અને તેજસ્વી લાગે છે. તેઓ ઘૂંટણ સુધી લટકતી લાંબી માળાઓ ધારણ કરે છે. તે દેવો પોતાના દિવ્ય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી, દિવ્ય સંઘાત, દિવ્ય સંસ્થાન, દિવ્ય ઋદ્ધિ, દિવ્ય ધુતિ, દિવ્યપ્રભા, દિવ્ય કાન્તિ, દિવ્ય આભા, દિવ્ય તેજ, દિવ્ય લેશ્યા દ્વારા દશે દિશાઓને ઉદ્યોતિત કરે છે, પ્રકાશિત કરે છે. તેઓ કલ્પોપપત્ર દેવલોકમાં દેવશય્યામાં ઉત્પન્ન થાય છે. વર્તમાનમાં ઉત્તમ દેવગતિના ધારક હોવાથી તેની ગતિકલ્યાણરૂપ છે, સાગરોપમ જેટલા દીર્ઘકાલ પર્યત રહેવાનું હોવાથી સ્થિતિકલ્યાણરૂપ છે અને ભવિષ્યમાં કલ્યાણકારી નિર્વાણને પ્રાપ્ત કરનારા છે. તેમનું રૂપ પ્રસન્નતાજનક હોવાથી પ્રાસાદીય, જોવા જેવું હોવાથી દર્શનીય, સુંદરતા પ્રતિક્ષણ વધતી જતી હોય તેવું પ્રતીત થતું હોવાથી અભિરૂપ અને અનુપમ સૌંદર્યના ધારક હોવાથી પ્રતિરૂપ છે. ११५ तमाइक्खइ-एवं खलु चउहिं ठाणेहिं जीवा णेरइयत्ताए कम्मं पकरेंति, णेरइयत्ताए कम्मंपकरेत्ता णेरइएसु उववज्जति,तंजहा-महारंभयाए, महापरिग्गहयाए, पंचिंदियवहेणं, कुणिमाहारेणं। एवं एएणं अभिलावणं तिरिक्खजोणिएसु- माइल्लयाए(णियडिल्लयाए), अलियवयणेणं, उक्कंचणयाए, वंचणयाए । मणुस्सेसु- पगइभद्दयाए, पगइविणीययाए, साणुक्कोसयाए, अमच्छरिययाए । देवेसु- सरागसंजमेणं, संजमासंजमेणं, अकामणिज्जराए, बालतवोकम्मेणं । ભાવાર્થ:- ત્યાર પછી ભગવાને કહ્યું– જીવ ચાર કારણોથી નૈરયિકકર્મનો અર્થાતુ નરક ગતિમાં ઉત્પન્ન
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy