SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શ્રી વિવાઈસૂત્ર મહાબલી-પ્રશસ્ત બલ સંપન્ન, અપરિમિતબલ, વીર્ય, તેજ, માહાભ્ય તથા કાંતિયુક્ત હતા. તેઓએ શરદકાલીન નવીન મેઘની ગર્જનાની જેમ મધુર અને ગંભીર, ક્રૌંચ પક્ષીના મંજુલ સ્વરની જેમ મધુર અને દુંદુભિના નાદની જેમ દૂરગામી; વક્ષ:સ્થળમાં વિસ્તારને પ્રાપ્ત થયેલી; કંઠમાં ગોળ-ગોળ ઘુમરાતી; મસ્તકમાં વ્યાપ્ત; સ્પષ્ટ ઉચ્ચારણવાળી; અસ્મલિતઅટકયા વિનાની સ્પષ્ટ, વર્ણ અને પદની વિકલતા રહિત; સમસ્ત અક્ષરોના સંયોગયુક્ત; સ્વરકળાથી પૂર્ણ અને ગેયરાગ યુક્ત; સર્વ ભાષામાં પરિણમન પામતી એક યોજન પરિમાણમાં ફેલાતી સરસ્વતી વાણી એવી અર્ધમાગધી ભાષામાં, કોઈ પણ પ્રકારના ભેદ-ભાવ વિના આર્ય અને અનાર્ય પુરુષોને અગ્લાનભાવે, શ્રુત-ચારિત્રરૂપ ધર્મનો ઉપદેશ આપ્યો. ભગવાને અર્ધમાગધી ભાષામાં જે ધર્મોપદેશ આપ્યો, તે આર્ય-અનાર્ય લોકોને પોત-પોતાની ભાષામાં પરિણમન પામ્યો.તે ધર્મોપદેશ આ પ્રમાણે છે– પંચાસ્તિકાય સ્વરૂપી લોક અસ્તિ સ્વરૂપ છે. કેવળ આકાશ સ્વરૂપી અલોક પણ અસ્તિસ્વરૂપ છે. ઉપયોગ સ્વરૂપી જીવ છે, જડ લક્ષણ સ્વરૂપી અજીવ દ્રવ્ય પણ છે. દૂધ અને પાણીની જેમ એકમેક થતાં જીવ અને કર્મ પરમાણુઓના સંબંધ રૂપ બંધ છે, સમસ્ત કર્મોના નાશરૂપ મોક્ષ છે, સંસાર સાગરને તરવા માટે નૌકા સમાન અનુકૂળતા પ્રાપ્ત કરાવનારું પુણ્યકર્મ છે, સંસાર સાગરમાં ડૂબાડનારું તથા પ્રતિકુળતા પ્રાપ્ત કરાવનારું પાપ કર્મ છે. કર્મબંધના કારણરૂપ આશ્રવ છે, કર્મબંધના નિરોધ રૂપ સંવર છે. શુભાશુભ કર્મોના વેદનરૂપ વેદના છે કર્મક્ષયના કારણ રૂપ નિર્જરા છે. અરિહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, નરક સ્થાન, નૈરયિકજીવો, તિર્યંચ યોનિક જીવો, તિર્યંચાણી, માતા, પિતા, ઋષિ, દેવ, દેવલોક–દેવોને રહેવાના સ્થાન, સિદ્ધિ, સિદ્ધ, પરિનિર્વાણ મુક્તિ છે અને પરિનિર્વાણ પામેલા જીવોનું અસ્તિત્વ છે. १११ अत्थि पाणाइवाए, अत्थि मुसावाए, अत्थि अदिण्णादाणे, अत्थि मेहुणे, अत्थि પરિયાદે; ત્નિ વદે, માને, માયા, તમે, પેખે, લોરે, તેનદે, અશ્વસ્થાને, पेसुण्णे, परपरिवाए, अरइरई, मायामोसे, मिच्छादसणसल्ले । ભાવાર્થ :- અઢાર પાપસ્થાનરૂપ પરિણામો છે– (૧) પ્રાણાતિપાત-હિંસા, (૨) મૃષાવાદ–અસત્ય, (૩) અદત્તાદાન–ચોરી (૪) મૈથુન અને (૫) પરિગ્રહ છે, (૬) ક્રોધ, (૭) માન, (૮) માયા, (૯) લોભ (૧૦) રાગ, (૧૧) દ્વેષ (૧૨) કલહ-લડાઈ-ઝઘડા, (૧૩) અભ્યાખ્યાન-મિથ્યા દોષારોપણ, (૧૪) પૈશુન્ય-ચાડીચૂગલી. (૧૫) પરપરિવાદ–નિંદા (૧૬) રતિઅરતિ– રતિ એટલે મોહનીય કર્મના ઉદયથી અસંયમમાં રુચિ થવી, અરતિ એટલે મોહનીય કર્મના ઉદયથી સંયમમાં અરુચિ, (૧૭) કપટ સહિત જૂઠ (૧૮) મિથ્યાદર્શન શલ્ય-કુદેવ, કુગુરુ, કુધર્મમાં શ્રદ્ધા અર્થાત્ કુશ્રદ્ધા કરવી. ११२ अत्थि पाणाइवायवेरमणे, अत्थि मुसावायवेरमणे, अत्थि अदिण्णादाणवेरमणे, अत्थि मेहुणवेरमणे, अत्थिपरिग्गहवेरमणे एवं अत्थिकोहविवेगे,माणविवेगे, मायाविवेगे, लोभविवेगे, पेज्जविवेगे, दोसविवेगे, कलहविवेगे, अब्भक्खाणविवेगे, पेसुण्णविवेगे, परपरिवायविवेगे, अरइरइविवेगे, मायामोसविवेगे मिच्छादसणसल्लविवेगे। ભાવાર્થ – પ્રાણાતિપાત વિરમણ–હિંસાથી વિરત થવું, મૃષાવાદ– ખોટું બોલવાથી વિરત થવું, અદત્તાદાન- ચોરીથી વિરત થવું, મૈથુનથી વિરત થવું, પરિગ્રહથી વિરત થવું. ક્રોધવિવેક, માનવિવેક,
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy