SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ | વિભાગ-૧: સમવસરણ ૧૦૩ સ્વામી પાસે ગઈ. (૧) સચેત પદાર્થોનો ત્યાગ કરવો. (૨) મુગટ, છત્ર આદિ અચેત પદાર્થોનો ત્યાગ કરવો. (૩) વિનયપૂર્વક શરીર નમાવવું. (૪) ભગવાન ઉપર દષ્ટિ પડતાં જ હાથ જોડવા (૫) મનને એકાગ્ર કરવું, આ પાંચ અભિગમપૂર્વક ભગવાન મહાવીર સ્વામી પાસે પહોંચીને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વંદન-નમસ્કાર કર્યા. ભગવાનને નમસ્કાર કરીને કોણિકરાજાને આગળ કરીને અર્થાત્ કોણિક રાજાની પાછળ પોતાના કુટુંબ પરિવાર સાથે ભગવાનની સન્મુખ જઈ વિનયપૂર્વક હાથ જોડી ઉપાસના કરતી બેઠી. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં સુભદ્રા વગેરે રાણીઓએ કરેલી ભગવાનની પર્યાપાસનાનું નિરૂપણ છે. રાણીઓ પણ ભગવાન પાસે પાંચ અભિગમપૂર્વક જાય છે. શ્રાવકોના પાંચ અભિગમની જેમ શ્રાવિકાના પણ પાંચ અભિગમ હોય છે પરંતુ તેમાં ત્રીજા અભિગમમાં તફાવત છે. શ્રાવકો ખભા પર અખંડ ઉત્તરીય વસ્ત્ર ધારણ કરે છે. તેના દ્વારા તેઓને ઉત્તરાસંગ ધારણ કરવાનું કથન છે. જ્યારે સ્ત્રીઓ માટે ઉત્તરાસંગનું કથન નથી પરંતુ શ્રાવિકાઓ ત્રીજા અભિગમમાં વિનયપૂર્વક શરીરને નમાવે છે. ભગવાનની ધર્મ દેશના :११० तए णं समणे भगवं महावीरे कूणियस्स रण्णो भंभसारपुत्तस्स सुभद्दापमुहाणं देवीणं तीसे य महतिमहालियाए परिसाए इसिपरिसाए, मुणिपरिसाए, जइपरिसाए, देवपरिसाए, अणेगसयाए, अणेगसयवंदाए, अणेगसयवंदपरिवाराए, ओहबले, अइबले, महब्बले, अपरिमिय-बल-वीरिय-तेय-माहप्प-कंतिजुत्त, सारय-णवत्थणियमहुस्गंभीस्कोंचणिग्घोस दुंदुभिस्सरे, उरे वित्थडाए कंठे वट्टियाए सिरे समाइण्णाए अगरलाए अमम्मणाए सुव्वत्तक्खर सण्णिवाइयाए पुण्णरत्ताए सव्वभासाणुगामिणीए सरस्सईए जोयणणीहारिणा सरेणं अद्धमागहाए, भासाए भासइ, अरिहा धम्म परिकहेइ। तेसिं सव्वेसिं आरियमणारियाणं अगिलाए धम्म आइक्खइ, सावि य णं अद्धमागहा भासा तेर्सि सव्वेर्सि आरियमणारियाणं अप्पणो सभासाए परिणामेण परिणमइ । તં નહીં- અસ્થિ નો અત્યિ મનો, વંત્યિ નીવા, અનીવા, વધે, મોપે, પુણે, પાવે, આવે, સવારે, યા, ગજ્જર,રિતા, વવવવટ્ટી, નવા, વાસુદેવા, , રિફયા, તિરિવહનોળિયા, તિવિનોળિો , માયા, પિયા, રિલીમો, તેવા, વત્તીયા, સિદ્ધિ સિદ્ધા, परिणिव्वाणे परिणिव्वुया । ભાવાર્થ - ત્યારપછી ભગવાન મહાવીર સ્વામીએ ભંભસારપુત્ર કોશિકરાજાને, સુભદ્રા આદિ રાણીઓને તથા વિશાળ પરિષદમાં અતિશય જ્ઞાન સંપન્ન ઋષિઓની પરિષદ, મૌનપૂર્વક આત્મ સાધના કરનારી મુનિઓની પરિષદ, દશ પ્રકારના યતિધર્મના પાલનમાં પુરુષાર્થશીલ યતિઓની પરિષદ, ભવનપતિ આદિ ચારે જાતિના દેવોની પરિષદ, અનેક સેંકડો લોકોને, સેંકડો લોકોના અનેક સમૂહને, સેંકડો લોકોના પરિવાર રૂપ અનેક પરિવારોની પરિષદને ધર્મનો ઉપદેશ આપ્યો. તે પ્રભુ ઓઘબલી- અવ્યવચ્છિન્ન-અખંડ બળના ધારક, અતિબલિ-અતિશય બળ સંપન્ન,
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy