SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ | વિભાગ-૧: સમવસરણ પ્રકાશ યુક્ત, વસ્ત્રો ધારણ કરેલા હતા અને બરફ જેવા સફેદ, ગાયના દૂધ, મોતીના હાર તેમજ જલકણ જેવા સ્વચ્છ, ઉજ્જવળ, સુકુમાર, મુલાયમ, રમણીય, સુંદર રીતે ગુંથાયેલા રેશમી ઉતરીય વસ્ત્ર ધારણ કર્યા હતા. તેઓએ સર્વ ઋતુઓમાં ખીલતા સુગંધી પુષ્પોની ઉત્તમમાળાઓ ધારણ કરી હતી. ચંદન, કેસર, આદિ સુગંધી પદાર્થોના લેપથી તેમનું શરીર સુવાસિત અને શ્રેષ્ઠ ધૂપથી સુગંધિત હતું. તેના મુખની કાંતિ ચંદ્ર જેવી, ધુતિ વીજળી જેવી અને તેજ સૂર્ય જેવું હતું. તેની ગતિ(ચાલવાની ક્રિયા) તેનું હસવું, બોલવું, નયનોના કટાક્ષ, હાવભાવ, પરસ્પર થતાં આલાપ-સંલાપ વગેરે બધાં કાર્ય કુશળતા અને લાલિત્યથી યુક્ત હતા. તેમના સુંદર સ્તનો, કમરથી નીચેનો ભાગ, મુખ, હાથ, પગ, નયન વગેરે લાવણ્યયુક્ત, સુંદર, અને યૌવન સંપન્ન હતા. તેની નેત્ર ચેષ્ટાઓ કટાક્ષ યુક્ત હતી. તેણીનો સ્પર્શ શિરીષ ફૂલ અને માખણ જેવો મૃદુ અને કોમલ હતો. તેઓ કલંકરહિત, સ્વચ્છ, સૌમ્ય, કમનીય, (સુંદર)પ્રિયદર્શનીય સુંદર અને સ્વરૂપવાન હતી. તે પ્રત્યેક દેવીઓ ભગવાનના દર્શનની ઉત્કંઠાથી હર્ષ પામતી હતી, તેના રોમાંચ ખડા થઈ ગયેલા હતા. તે દેવીઓ સર્વ વિશિષ્ટ ગુણોથી અલંકૃત હતી. શેષ વર્ણન પૂર્વવતુ યાવતુ વિમાનમાંથી નીચે ઉતરીને પોતપોતાના દેવોના સાંનિધ્યમાં જ સ્થિત થઈને ભગવાનની પુર્યપાસના કરવા લાગી. પ્રજાજનો દ્વારા ભગવાનને વંદન - ८४ तेण कालेणं तेणं समएणं चंपाए णयरीए सिंघाडगतिगचठक्क चच्चर चउम्मुह महापह-पहेस महया जणसद्दे इ वा. बहजणसद्दे इ वा, जणवाइ इवा, जणुल्लावे इवा, जणवूहे इ वा, जणबोले इवा, जणकलकले इ वा, जणुम्मीइ वा, जणुक्कलिया इवा, जणसण्णिवाए इवा, बहुजणो अण्णमण्णस्स एवामाइक्खइ, एवं भासइ, एवं पण्णवेइ, ए वं परूवेइ- एवं खलु देवाणुप्पिया ! समणे भगवं महावीरे आइगरे, तित्थगरे जाव संपाविउकामे पुव्वाणुपुट्विं चरमाणे गामाणुग्गामं दूइज्जमाणे इहमागए इहसंपत्ते इह समोसढे इहेव चंपाए णयरीए, बाहिं पुण्णभद्दे चेइए अहापडिरूवं उग्गहं उग्गिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । ભાવાર્થ:- તે કાલે, તે સમયે ચંપાનગરીના શૃંગાટકના આકારના સ્થાનો, ત્રણ રસ્તા ભેગા થતાં હોય તેવા ત્રિકસ્થાનો, ચાર રસ્તા ભેગા થતા હોય તેવા ચતુષ્ક, અનેક રસ્તા ભેગા થતાં હોય તેવા ચત્રો, ચારે દિશામાંથી આવેલા લોકો ભેગા થતાં હોય તેવા ચતુર્મુખ–ચોરો, રાજમાર્ગો, જ્યાંથી બીજી શેરીઓ નીકળતી હોય તેવા પથ ઉપર લોકો ભેગા થઈને વાતચીત કરવા લાગ્યા, ઘણા લોકો ભેગા થઈને વાતચીત કરવા લાગ્યા, એકબીજાને પૂછવા લાગ્યા, એકબીજાને બોલાવવા લાગ્યા, માણસોનું ટોળું એકત્ર થવા લાગ્યું, લોકોનો અવ્યક્ત ધ્વનિ થવા લાગ્યો, ક્યાંક કલકલ-સ્પષ્ટ ધ્વનિ થવા લાગ્યો, સમુદ્રના મોજાની જેમ લોકોના ઉપરાઉપરી ટોળા આવવા લાગ્યા, નાના જન સમુદાયરૂપે લોકો એકત્રિત થવા લાગ્યા, કોઈક સ્થાને લોકોની ભીડ જામવા લાગી. અનેક મનુષ્યો પરસ્પર આ પ્રમાણે સામાન્યરૂપે કહેવા લાગ્યા, વિશેષરૂપે કહેવા લાગ્યા, ક્યાંક કોઈના પૂછ્યા વિના, ક્યાંક કોઈના પૂછવા પર એક બીજાને કહેવા લાગ્યા કે હે દેવાનુપ્રિયો! ધર્મની આદિના કરનારા, ચાર તીર્થની સ્થાપના કરનારા યાવત્ સિદ્ધગતિને પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્તિશીલ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી, પૂર્વના તીર્થકરોની પરંપરા અનુસાર ગ્રામાનુગ્રામ વિહાર કરતાં અહીં ચંપાનગરીના પૂર્ણભદ્ર ઉદ્યાનમાં પધાર્યા છે, સાધુ સમાચારી અનુસાર અહીં સમોસર્યા
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy