SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ | વિભાગ-૧: સમવસરણ લાલ હતી. તેમના શરીર કમલ તંત જેવા ગૌર વર્ણના અને કાંતિમય હતા. તેઓ શુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત ઉત્તમ પ્રકારના ઉત્તરવૈક્રિય શરીરના ધારક હતા. તેમણે વિવિધ પ્રકારના શ્રેષ્ઠ વસ્ત્રો અને સુગંધિત પુષ્પમાળાઓ ધારણ કરેલી હતી. તે દેવો મહદ્ધિક હતા યાવતુ આવીને ભગવાનની પર્યાપાસના કરવા લાગ્યા. વિવેચન : - પ્રસ્તુત સૂત્રમાં વૈમાનિક દેવોનું વર્ણન છે. બાર દેવલોક, નવ લોકાંતિક, ત્રણ કિલ્વીષી, નવ ગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવોનો સમાવેશ વૈમાનિક જાતિના દેવોમાં થાય છે. તેમાંથી નવ શૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવો ઉત્તરકિય શરીર બનાવતા નથી અને પોતાનું સ્થાન છોડી અન્યત્ર જતાં નથી. તેથી સૂત્રોમાં દેવોના આગમન પ્રસંગે બાર દેવલોકના દેવોનું કથન કર્યું છે. નવ લોકાંતિક અને ત્રણ કિલ્વીષી દેવોનો સમાવેશ અપેક્ષાએ બાર દેવલોકના દેવોમાં જ થઈ જાય છે. પાણી પુખ :- બાર દેવલોકના દેવોમાં દશ ઇન્દ્રો હોય છે. આઠ દેવલોક સુધી પ્રત્યેક દેવલોકના એક-એક ઇન્દ્ર અને નવમા-દશમા દેવલોકના એક પ્રાણતેન્દ્ર, તે જ રીતે અગિયારમા-બારમા દેવલોકના એક અચ્યતેન્દ્ર છે. આ રીતે બાર દેવલોકના ૮+૧+ ૧ = ૧૦ ઇન્દ્રો થાય છે. તે દશે ઇન્દ્રો પોત-પોતાના યાન-મુસાફરી માટેના વિમાનો લઈને આવે છે. સૌધર્મેન્દ્રનું પાલક વિમાન, ઇશાનેન્દ્રનું પુષ્પક વિમાન, તે જ રીતે ક્રમશઃ દશ ઇન્દ્રના દશ વિમાન સમજવા. તે દશે ઇન્દ્રોના મુગટના ક્રમશઃ હરણ, મહિષ આદિ દશ ચિહ્નો હોય છે. વૈમાનિક દેવોના ઈન્દ્ર, વિમાનો અને ચિહ્નો :કમ - દેવલોક | ઇન્દ્ર ઇન્દ્ર | વિમાન ચિહ સૌધર્મ શક્રેન્દ્ર પાલક હરણ ઈશાન ઈશાનેન્દ્ર | | પુષ્પક ભેંસ સનકુમાર સનકુમારે સોમનસ વરાહ માહેન્દ્ર શ્રી વત્સ બકરો બ્રહ્મ બ્રહ્મલોકેન્દ્ર નંદાવર્ત દેડકો લાંતક લાંતકેન્દ્ર કામગમ ઘોડો મહાશુક્ર મહાશુક્રેન્દ્ર પ્રીતિગમ | | ઉત્તમ હાથી સહસાર, સહસારેન્દ્ર મનોગમ સર્પ ૯,૧0 | આણત, પ્રાણત પ્રાણતેન્દ્ર વિમલ ગેંડો ૧૧,૧૨ | આરણ, અશ્રુત | અય્યતેન્દ્ર સર્વતોભદ્ર | વૃષભ ભગવાન મહાવીર સ્વામીના દર્શનાર્થે ઇદ્રો સાથે ઇદ્રાણીઓ, દેવો સાથે દેવીઓ પણ આવી હતી. વૃત્તિકારની સામે પુસ્તકાંતરમાં તે પાઠ ઉપલબ્ધ હતો, તે પાઠને તેઓએ પ્રસંગાનુસાર વૃત્તિમાં દર્શાવ્યો | | | | જ | માહેન્દ્ર ન | |
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy