SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૨ | શ્રી વિવાઈસૂત્ર જ્યોતિષી દેવો દ્વારા પર્યપાસના:८२ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स बहवे जोइसिय देवा अंतियं पाउन्भवित्था-विहस्सइचंद-सूर-सुक्क-सणिच्छरा, राहू, धूमकेतु, बुहा, अंगारका, तत्ततवणिज्जकणगवण्णा, जे य गहा जोइसंमिचारं चरंति, केऊ य गइरइया; अट्ठावीसइविहा य णक्खत्तदेवगणा, णाणासंठाणसंठियाओ य पंचवण्णाओ ताराओ ठियलेसा, चारिणो य अविस्साममंडलगई, पत्तेयं णामंकपागडियचिंधमउडा महिड्डिया जावपज्जुवासंति। ભાવાર્થ:- તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના સાંનિધ્યમાં ઘણા જ્યોતિષી દેવોબૃહસ્પતિ, ચંદ્ર-સૂર્ય, શુક્ર, શનિશ્ચર, રાહુ, ધૂમકેતુ, બુધ, મંગળ વગેરે દેવો પ્રગટ થયા. તેમનો વર્ણ તપ્ત તપનીય સુવર્ણ સમાન લાલ હતો. અન્ય પણ જ્યોતિમંડલમાં પરિભ્રમણ કરનારા કેતુ-જલકેતુ આદિ ગ્રહો, અઠ્ઠાવીસ પ્રકારના નક્ષત્ર દેવો તથા વિવિધ આકૃતિવાળા તથા પાંચ વર્ણવાળા અને સ્થિત લેશ્યાવાળા તારા જાતિના દેવો પ્રગટ થયા. તે દેવો નિરંતર ગતિ કરવાના સ્વભાવવાળા હતા. તે પ્રત્યેક દેવોએ પોત-પોતાના નામથી અંકિત પોતાના વિશેષ ચિહ્નથી ચિહ્નિત મુગટ ધારણ કર્યો હતો.(ચન્દ્રદેવના મુગટમાં ચન્દ્રનું ચિહ્ન, સુર્યદેવના મુગટમાં સૂર્યનું ચિહ્ન- તે રીતે સમજવું.) તે દેવો મહાઋદ્ધિવાન હતા યાવત તેઓ આવીને ભગવાનની પર્યુપાસના કરવા લાગ્યા. વૈમાનિક દેવો દ્વારા પર્યપાસના:| ८३ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स बहवे वेमाणिया देवा अंतियं पाउब्भवित्था-सोहम्मीसाण-सणंकुमार-माहिद-बंभलंतग- महासुक्क- सहस्साराणयपाणयाराण-अच्चुयवई पहिट्ठा देवा जिणदसणुस्सुया गमणजणियहासा, पालगपुप्फगसोमणस्ससिरिवच्छणंदियावतकामगम पीइगम्मणोगमविमलसव्वओभद्दणामधेज्जेहिं विमाणेहिं ओइण्णा वंदगा जिणिदं मिगमहिसवराहछगलददुस्हयगयवझ्भुयगखग्गउसभंकविडिम पागडियचिंधमउडा पसिढिल वरमउङतिरीडधारी,कुंडलउज्जोवियाणणा,मउड दिक्तसिरया, रत्ताभा, परमपम्हगोरा, सेया, सुभवण्णगंधफासा, उत्तमवेउव्विणो, विविहवत्थगंधमल्लधारी, महिड्डिया महज्जुइया जावपंजलिउडा पज्जुवासंति । ભાવાર્થ - તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સમક્ષ ઘણા વૈમાનિક દેવો–સૌધર્મ, ઈશાન, સનતકુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાંતક, મહાશુક્ર, સહસાર, આનત, પ્રાણત, આરણ, અય્યત દેવલોકોના અધિપતિ ઇન્દ્રો, અત્યંત પ્રસન્નતાપૂર્વક પ્રગટ થયા. જિનેન્દ્ર પ્રભુના દર્શનની ઉત્કંઠાથી આવેલા, આનંદિત તે બાર દેવલોકના દશ અધિપતિ દેવો, ક્રમશઃ પાલક, પુષ્પક, સોમનસ, શ્રીવત્સ, નંદાવર્ત, કામગમ, પ્રીતિગમ, મનોગમ, વિમલ, તથા સર્વતોભદ્ર નામના પોતપોતાના વિમાનોમાંથી જિનેન્દ્ર ભગવાનને વંદન કરવા માટે ભૂમિ પર ઉતર્યા. તેમના મુગટના વિસ્તીર્ણ ભાગોમાં ક્રમશઃ હરણ, ભેંસ, વરાહ, બકરો, દેડકો, ઘોડો, ઉત્તમ હાથી, સર્પ, ગેંડા, વૃષભના ચિહ્નો હતા. ભગવાનના દર્શનની ઉતાવળથી તેમના પ્રશસ્ત કેશ-વિન્યાસ અને મુગટ શિથિલ-ઢીલા થઈ ગયા હતા. કુંડળોની વિશિષ્ટ આભાથી તેમના મુખ પ્રકાશિત દેખાતા હતા. મસ્તક પરની કેશપંક્તિઓ મુગટની કાંતિથી દેદીપ્યમાન લાગતી હતી અને તેની કાંતિ
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy