SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ | વિભાગ-૧: સમવસરણ ચિત્ર-વિચિત્ર પ્રભાવાળા ચમકતા વસ્ત્રોને ધારણ કરતા, વિવિધ દેશના પોષાક પહેરતા હતા. તે દેવોને આમોદ-પ્રમોદ, હાસ્ય-મજાક, ક્લેશ-કલહ અને ક્રીડા-મનોરંજન અને કોલાહલ પ્રિય હતા. તેઓ મજાકમશ્કરીમાં ચતુર હતા. તે દેવો અનેક મણિરત્નો તથા વિવિધ અને વિચિત્ર ચિહ્નોને ધારણ કરનાર હતા. આ રીતે તે વ્યંતર દેવો સુંદરરૂપવાન અને મહાઋદ્ધિયુક્ત હતા યાવત્ તેવા તે વ્યંતર દેવો ભગવાનની સેવામાં આવ્યા અને પકુંપાસના કરવા લાગ્યા. વિવેચન : - મહાશાય :- વ્યંતર દેવોની અવગાહના ઉત્કૃષ્ટ સાત હાથની જ હોય છે પરંતુ ટીકાકારે– રૂ ૨ વિશેષમવસ્થા વિશેષાશ્રય” “મહાન' વિશેષણ વિશેષ અવસ્થાની અપેક્ષાએ કહેલ છે અર્થાત્ ઉત્તર વૈક્રિય શરીરની અપેક્ષાએ તેમ જણાવ્યું છે. “મહાકાય” તે એક સંજ્ઞાવાચક નામ છે પરંતુ ગુણ નિષ્પન્ન, અર્થસૂચક નામ નથી. જેમ પયંગદેવ આ સંજ્ઞા વાચક નામનો કોઈ અર્થ ઘટિત થતો નથી તેમ મહાકાય નામ જાણવું. વ્યંતરદેવોના ચિત– વૃત્તિકારે આઠ જાતિના વ્યંતર દેવોના ચિહ્નોને દર્શાવતી એક ગાથા આપી છે. યથા चिंधाइ कलंबझए सुलस वडे तह य होइ खटुंगे । असोए चंपए वा नागे तह तुंबुरी चेव ॥ ભવનપતિ દેવોની ઓળખ માટે તેના મુગટ ઉપર ભિન્ન-ભિન્ન ચિહ્નો હોય છે તે જ રીતે વ્યંતર દેવોની ઓળખ માટે તેઓની પોત-પોતાના વિમાનોની ધ્વજા ઉપર ભિન્ન-ભિન્ન ચિહ્નો હોય છે. જેમ કેકદંબવૃક્ષ, સુલસ નામનું વૃક્ષ વિશેષ, વટવૃક્ષ, ખટ્વાંગ–તાપસનું ઉપકરણ વિશેષ, અશોકવૃક્ષ, ચંપકવૃક્ષ, નાગવૃક્ષ, તુંબરું- ટીમરું વૃક્ષ. ભવનપતિ અને વ્યતરજાતિના દેવોના ચિહ્નો : - ભવનપતિ ચિહ વ્યંતર ચિહ અસુરકુમાર ચૂડામણિ ૧. પિશાચ કદંબવૃક્ષ નાગકુમાર નાગફણ || ૨. ભૂત સુલસવૃક્ષ ૩. સુવર્ણકુમાર ગરુડ || ૩. યક્ષ વટવૃક્ષ વિધુતકુમાર વજ રાક્ષસ ખટ્વાંગ અગ્નિકુમાર પૂર્ણકળશ || ૫. કિન્નર અશોકવૃક્ષ દ્વીપકુમાર સિંહ | ૬. કિંપુરુષ ચંપકવૃક્ષ ૭. ઉદધિકુમાર અશ્વ || ૭. મહોરગ નાગવૃક્ષ ૮. દિશાકુમાર | હાથી || ૮. ગંધર્વ તુબરું વૃક્ષ ૯. પવનકુમાર મગર ૧૦. સ્વનિતકુમાર વર્ધમાનક નોંધઃ- ભવનપતિ દેવોના ચિન્હ આગમમાં મળે છે અને વ્યંતર દેવોના ચિન્હ ઉપરોકત ઉદ્ધત ગાથામાં પ્રાપ્ત થાય છે.
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy