SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્યયન-૭/મહાબળ ૧૮૧ સાતમું અધ્યયન મહાબળ | १ सत्तमस्स उक्खेवो । ભાવાર્થ : સાતમા અધ્યયનનો પ્રારંભ પ્રથમ અધ્યયનની જેમ જાણવો જોઈએ. २ महापुरं णयरं । रत्तासोगं उज्जाणं । रत्तपाओ जक्खो । बले राया । सुभद्दा देवी । महब्बले कुमारे । रत्तवईपामोक्खाणं पंचसयाणं रायवरकण्णगाणं पाणिग्गहणं । तित्थयरागमणं । पुव्वभव पुच्छा । मणिपुरं णयरं । णागदत्ते गाहावई । इंददत्ते अणगारे पडिलाभिए जाव सिद्धे । णिक्खेवो जहा पढमस्स । | સત્તમ માયણ માં || ભાવાર્થ : હે જંબૂ ! મહાપુર નામનું નગર હતું, ત્યાં રક્તાશોક નામનું ઉદ્યાન હતું. તેમાં રક્તપાદ યક્ષનું મંદિર હતું. બળ નામના રાજા રાજ્ય કરતા હતા. સુભદ્રાદેવી નામના તેમના રાણી હતા. તેને મહાબળ નામનો રાજકુમાર હતો. તેના રક્તવતી પ્રમુખ ૫00 શ્રેષ્ઠ રાજકન્યાઓની સાથે વિવાહ કરવામાં આવ્યા. એકદા તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામી પધાર્યા. ત્યારે મહાબળ રાજકુમારે ભગવાન પાસે શ્રાવકધર્મ સ્વીકાર્યો. ગણધર દેવે તેનો પૂર્વભવ પૂગ્યો, ભગવાને તેને ઉત્તર આપતાં કહ્યું- હે ગૌતમ ! મણિપુર નામનું એક નગર હતું, ત્યાં નાગદત્ત નામનો એક ગૃહપતિ રહેતો હતો. તેણે ઈન્દ્રદત્ત નામના અણગારને શુદ્ધભાવથી નિર્દોષ આહારનું દાન આપી પ્રતિલાભિત કર્યા. તેના પ્રભાવથી મનુષ્યના આયુષ્યનો બંધ કરીને અહીં મહાબળ રૂપે ઉત્પન્ન થયા. ત્યાર પછી તેણે સાધુ ધર્મની દીક્ષા સ્વીકારી થાવત્ મોક્ષે ગયા. નિક્ષેપ :- અધ્યયનનો ઉપસંહાર પ્રથમ અધ્યયનની જેમ જાણવો. I અધ્યયન-સંપૂર્ણ II
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy