SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ચમરી ગાયોના પૂંછડામાં ઉત્પન્ન થયેલ તાજા; શ્વેત કમલ સમાન, ઉજ્જવલ સ્વચ્છ, રજતગિરિના શિખર અને નિર્મલ ચંદ્રના કિરણો સમાન વર્ણવાળા તથા ચાંદી સમાન નિર્મળ હોય છે; પવનથી પ્રતાડિત ચપળતાથી ચાલનાર; લીલા પૂર્વક નૃત્ય કરતાં અને લહેરોના પ્રસાર તથા સુંદર ક્ષીરસાગરના સલિલપ્રવાહ સમાન ચંચળ હોય છે તેમજ તે માનસરોવરના વિસ્તારમાં પરિચિત આવાસવાળી,શ્વેતવર્ણવાળી, સુવર્ણ ગિરિ[મેરૂ પર્વત પર સ્થિત તથા ઉપર નીચે જવા-આવવામાં અત્યંત ચંચળ–વેગ યુક્ત હંસલીઓ સમાન હોય છે. વિવિધ પ્રકારના મણિઓની કાંતિથી તથા તપ્ત સુવર્ણની પ્રભાથી ઉજ્જવળ અને રંગબેરંગી લાગે છે. તે લાલિત્યથી યુક્ત અને નરપતિઓની લક્ષ્મીના અભ્યુદયને પ્રકાશિત કરે છે. તે શિલ્પ પ્રધાન પતનો અને નગરોમાં નિર્મિત હોય છે અને સમૃદ્ધશાળી રાજકુળોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે ચામર કાળુ, અગરુ, ઉત્તમ કુંદરૂક, ચીડની લાકડી તેમજ તુરૂષ્ક, લોબાનના ધૂપના કારણે ઉત્પન્ન થનારી સુગંધના સમૂહથી સુગંધિત હોય છે. આવા ચામર બળદેવ અને વાસુદેવની બંને તરફ વીંજવામાં આવે છે. જેનાથી સુખપ્રદ તથા શીતલ પવનનો પ્રસાર થાય છે. ૧૧૪ તે બળદેવ અને વાસુદેવ અપરાજિત હોય છે અર્થાત્ કોઈ દ્વારા જીતી શકાતા નથી. તેના રથ અપરાજીત હોય છે. બળદેવ હાથમાં હળ, મૂસળ અને બાણ ધારણ કરે છે અને વાસુદેવ પંચજન્યશંખ, સુદર્શન ચક્ર, કૌમુદીગદા, શક્તિ વિશેષ અને નંદક નામનું ખડ્ગ ધારણ કરે છે. અત્યંત ઉજ્જવળ તેમજ સુનિર્મિત કૌસ્તુભમણિ અને મુગટને ધારણ કરે છે. કુંડલોની તેજસ્વિતાથી તેનું મુખમંડલ પ્રકાશિત થતું રહે છે. તેના નેત્ર પુંડરિક—શ્વેત કમળની સમાન વિકસિત હોય છે. તેના કંઠ અને વક્ષસ્થળ પર એકાવલી હાર શોભતો રહે છે, તેના વક્ષસ્થળમાં શ્રીવત્સનું સુંદર ચિહ્ન હોય છે. તે ઉત્તમ અને યશસ્વી હોય છે. સર્વૠતુઓના સુગંધમય ફૂલોથી ગૂંથેલી લાંબી શોભાયુક્ત અને વિકસિત વનમાળાથી તેનું વક્ષસ્થળ શોભાયમાન રહે છે. તેના અંગ ઉપાંગ એકસો આઠ માંગલિક તથા સુંદર લક્ષણો—ચિહ્નોથી સુશોભિત હોયછે. તેની ગતિ મદોન્મત ઉત્તમ હાથીની ગતિ સમાન લલિત અને વિલાસમય હોય છે. તેની કમર કંદોરાથી શોભિત હોય છે અને તે લીલા તથા પીળા વસ્ત્રોને ધારણ કરે છે અર્થાત્ બલદેવ લીલા અને વાસુદેવ પીળા રેશમી વસ્ત્રને ધારણ કરે છે. તે પ્રખર તથા દેદીપ્યમાન તેજથી બિરાજમાન હોય છે. તેનો અવાજ શરદ ઋતુના નવા મેઘની ગર્જના સમાન મધુર, ગંભીર અને સ્નિગ્ધ હોય છે. તે પુરુષોમાં સિંહ સમાન[પ્રચંડ પરાક્રમના ધણી]હોય છે. તેની ગતિ સિંહ સમાન પરાક્રમપૂર્ણ હોય છે. તે મોટા મોટા રાજસિંહોના તેજને અસ્ત કરનાર છે અથવા યુદ્ધમાં તેની જીવનલીલાને સમાપ્ત કરી દેનાર હોય છતાં પ્રકૃતિથી સૌમ્ય—શાંત-સાત્વિક હોય છે. તે દ્વારકા નગરીના નગરજનોને માટે પૂર્ણ ચંદ્ર સમાન આનંદદાયક હોય છે, પૂર્વ જન્મકૃત તપના પ્રભાવથી સંપન્ન હોય છે. તે પૂર્વ સંચિત ઈન્દ્રિય સુખોના ઉપભોક્તા અને સેંકડો વર્ષોના આયુષ્યવાળા હોય છે. આવા બલદેવ અને વાસુદેવ વિવિધ દેશોની ઉત્તમ પત્નીઓની સાથે ભોગ વિલાસ ભોગવે છે; અનુપમ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધરૂપ ઈન્દ્રિય વિષયોનો અનુભવ કરે છે પરંતુ તે પણ કામભોગથી તૃપ્ત થયા વિના જ મૃત્યુને પ્રાપ્ત કરે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે વાસુદેવ અને બલદેવની મહત્તમ ઋદ્ધિનું વર્ણન કરીને કામભોગની
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy