SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ–૧/અધ્યયન–૪ ૧૧૫ અતૃપ્તતાનું દર્શન કરાવ્યું છે. વાસુદેવ–બલદેવની ઋદ્ઘિ ઃ- વાસુદેવ અને બલદેવ બંને ભાઈઓ હોય છે. એક અવસર્પિણીકાલમાં ૧૨ ચક્રવર્તી થાય. તેમ નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ અને નવ બલદેવ થાય છે. વાસુદેવ પ્રતિવાસુદેવ પર વિજય પ્રાપ્ત કરી તેનું રાજ્ય ભોગવે છે. ચક્રવર્તીની ઋદ્ધિથી અર્ધી ઋદ્ધિ વાસુદેવની હોય છે. ચક્રવર્તી છ ખંડના અધિપતિ–સમ્રાટ હોય છે તો વાસુદેવ ત્રણ ખંડના સ્વામી હોય છે. વાસુદેવ ૧૬૦૦૦ રાજાના અધિપતિ, ૧૬૦૦૦ રાણીઓના સ્વામી હોય છે. આ પ્રકારે અન્ય વિષયોમાં જાણી લેવું જોઈએ. બલરામ અને શ્રીકૃષ્ણ નામના અંતિમ બલદેવ અને વાસુદેવ થઈ ગયા. સૂત્રમાં તત્ સંબંધિત વર્ણન છે. આ બન્ને પ્રશસ્ત પુરુષ યાદવકુળના ભૂષણ હતા. આ કુળમાં દશ દશાર હતા. જેના નામ આ પ્રમાણે છે– (૧) સમુદ્રવિજય, (૨) અક્ષોભ્ય, (૩) સ્તિમિત, (૪) સાગર, (૫) હિમવાન, (૬) અચલ, (૭) ધારણ, (૮) પૂરણ, (૯) અભિચંદ્ર, (૧૦) વાસુદેવ. આ પરિવારમાં પ૬ કરોડ યાદવ હતા, તેમાં સાડા ત્રણ કરોડ પ્રધુમ્ન આદિ કુમાર હતા. બલરામની માતાનું નામ રોહિણી અને શ્રીકૃષ્ણની માતાનું નામ દેવકી હતું. તેના શસ્ત્રો તથા વસ્ત્રોના વર્ણાદિનું વર્ણન મૂળપાઠથી જ સ્પષ્ટ છે. બળદેવે મુષ્ટિક નામના મલ્લનું હનન કર્યું અને શ્રીકૃષ્ણએ ચાણુર મલ્લનો વધ કર્યો હતો. રિષ્ટ નામના સાંઢને મારવો, કાલિય નાગને નાથવો, યમલાર્જુનને હણવા, મહાશકુની અને પુતના નામની વિદ્યાધરીઓનો અંત કરવો, કંસ–વધ અને જરાસંઘના માનનું મર્દન કરવું આદિ ઘટનાઓનો ઉલ્લેખ બલરામ અને શ્રીકૃષ્ણથી સંબંધિત છે. આવા પરાક્રમી વ્યક્તિઓ–હસ્તિઓનું દમન કરવાનું સામર્થ્ય બળદેવો અને વાસુદેવોમાં હોય છે. તે અસાધરણ બળ, પ્રતાપ અને પરાક્રમના સ્વામી પણ ભોગોપ ભોગથી સંતોષ પામતા નથી, અતૃપ્ત રહીને જ મરણને પ્રાપ્ત થાય છે. માંડલિક રાજાઓની અતૃપ્તિ : १० भुज्जो मंडलिय - णरवरिंदा सबला सअंतेउरा सपरिसा सपुरोहियामच्चदंडणायग सेणावइ-मंतणीइ-कुसला णाणामणिरयणविपुल - धणधण्णसंचयणिहीसमिद्धकोसा रज्जसिरिं विउलमणुहवित्ता विक्कोसंता बलेण मत्ता ते वि उवणमंति मरणधम्मं अवितत्ता कामाणं । ભાવાર્થ :- બળદેવ અને વાસુદેવના સિવાય માંડલિક રાજા પણ હોય છે. તે પણ સબળ—બળવાન અથવા સૈન્યસંપન્ન હોય છે. તેનું અંતઃપુર–રાણીવાસ વિશાળ હોય છે. તે સપરિષદ—પરિવાર અથવા પરિષદોથી યુક્ત । હોય છે. શાંતિ કર્મ કરનાર–પુરોહિતો, અમાત્યો–મંત્રીઓ, દંડાધિકારીઓ, દંડ નાયકો,
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy