SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ—૧/અધ્યયન-૪ _ ૧૧૩ | ઘોડાઓ અને રથોના અધિપતિ હોય છે. તેના સહસ ગામો, આકરો, નગરો, ખેટો, કર્મટો, મડબ્બો, દ્રોણમુખો, પટ્ટનો, આશ્રમો, સંબાહોની સુરક્ષાને માટે નિર્મિત કિલ્લામાં સ્વસ્થ, સ્થિર, શાંત અને પ્રમુદિત માનવો નિવાસ કરે છે. જ્યાં વિવિધ પ્રકારનાં ધાન્ય ઉપજાવનારી ભૂમિ હોય છે; જ્યાં મોટા તેમજ સુંદર સરોવરો છે, નદીઓ છે; નાના-નાના તળાવો છે, પર્વત છે, વન છે, દંપતિઓને ક્રીડા કરવા યોગ્ય બગીચા છે, ઉદ્યાન છે; તેવા અનેક પ્રકારના ગામ-નગરોના તે સ્વામી હોય છે. તે વૈતાઢય પર્વત દ્વારા વિભક્ત લવણ સમુદ્રથી ઘેરાયેલ દક્ષિણાર્ધ અર્ધ–ભરત ક્ષેત્રના અધિપતિ હોય છે. (તાત્પર્ય એ છે કે ભરતક્ષેત્રના છ ખંડ છે. તેની મધ્યમાં પૂર્વ પશ્ચિમ લાંબો વૈતાઢય પર્વત છે, તેનાથી ભરતક્ષેત્રના બે ભાગ થાય છે, દક્ષિણાદ્ધ અને ઉત્તરાદ્ધ. બંને વિભાગમાં ત્રણ-ત્રણ ખંડ હોય છે. વાસુદેવ દક્ષિણાદ્ધ ત્રણ ખંડના અધિપતિ હોય છે.) તે ક્ષેત્ર છએ ઋતુઓને અનુરૂપ અત્યંત સુખથી યુક્ત હોય છે. બળદેવ અને વાસુદેવ ધૈર્યવાન અને કીર્તિમાન હોય છે. જેની ધીરજ અક્ષય હોય છે અને દૂર દૂર સુધી તેનો યશ ફેલાયેલ હોય છે. તે ઓઘબલી હોય છે અર્થાત્ તેનું બળ પ્રવાહરૂપે નિરંતર રહે છે, નાશ પામતું નથી. તે સાધારણ માનવોની અપેક્ષાએ અત્યધિક બળવાન હોય છે. તેને કોઈ પીડિત કરી શકતા નથી. તે શત્રુઓ દ્વારા ક્યારે ય પરાજિત થતા નથી પરંતુ સહસ્ર શત્રુઓના માન-મર્દન કરનાર હોય છે. તે દયાળુ, નિરાભિમાની, ગુણગ્રાહી, ચપળતાથી રહિત, વિનાકારણે ક્રોધ ન કરનાર, પરિમિત અને મધુર વચન બોલનાર હોય છે. તે હાસ્યયુક્ત, ગંભીર અને મધુર વાણીનો પ્રયોગ કરનાર હોય છે. તે અભ્યાગત અર્થાતુ સામે આવેલા વ્યક્તિ પ્રતિ વાત્સલ્યતા રાખનાર તથા શરણે આવેલાની રક્ષા કરનાર હોય છે. તેનું સમગ્ર શરીર સામુદ્રિક શાસ્ત્રમાં બતાવેલ ઉત્તમ ચિહ્નોથી, વ્યંજનોથી, તલ, મસા આદિથી તથા શૌર્યાદિ ગુણોથી સંપન્ન હોય છે. માન અને ઉન્માનથી પ્રમાણસર તથા ઈન્દ્રિયો અને અવયવોથી પ્રતિપૂર્ણ હોવાના કારણે તેના શરીરના સર્વ અંગોપાંગ સુડોળ હોય છે. તેની આકૃતિ ચંદ્રની સમાન સૌમ્ય હોય છે અને તે અત્યન્ત પ્રિય, દર્શનીય અને મનોહર હોય છે. તે અપરાધને સહન કરી શકતા નથી અથવા પોતાના કર્તવ્ય પાલનમાં પ્રમાદ કરતા નથી. તે પ્રચંડ-ઉગ્ર દંડનું વિધાન કરનારા અથવા બળવાન સેનાના ધારક અને ગંભીર મુદ્રાવાળા હોય છે. બળદેવની ઊંચી ધ્વજા તાડ વૃક્ષના ચિહ્નથી અને વાસુદેવની ધ્વજા ગરૂડના ચિતથી અંકિત હોય છે. ગર્જના કરી રહેલ અભિમાનીઓમાં પણ અભિમાની મુષ્ટિક અને ચાણુર નામના પહેલવાનોના અભિમાનનું ખંડન કરનાર, રિષ્ટ નામના બલીવર્દ-સાંઢનો ઘાત કરનાર, કેસરીસિંહના મુખને ફાડનાર, ઝેરી કાળી નાગના વિષનું દમન કરનાર, વૈક્રિય લબ્ધિથી વૃક્ષ રૂપે ઊભેલા યમલ અને અર્જુનને નષ્ટ કરનાર, મહાશકુનિ અને પૂતના નામના વિદ્યાધારીઓના શત્રુ, કંસના મુગુટને મરડી નાખનાર અર્થાતુ કંસને પકડીને નીચે પછાડીને તેના મુગુટને ભંગ કરી દેનાર, જરાસંધ જેવા પ્રતાપી રાજાનું માન ભંગ કરનાર હોય છે. તે સઘન, સમાન અને ઉંચી શલાકાઓથી નિર્મિત તથા ચંદ્રમંડળની સમાન–કાંતિયુક્ત સૂર્યના કિરણોની સમાન ચારે તરફ ફેલાયેલા, કિરણોરૂપી કવચને વિખેરનાર અનેક પ્રકારના પ્રતિદંડોથી યુક્ત છત્રોને ધારણ કરવાથી અત્યંત શોભાયમાન હોય છે. તેની બંને બાજુ (વીંઝાઈ રહેલા ચામરોથી) સુખદ અને શીતલ પવન કરવામાં આવે છે. તેચામર] શ્રેષ્ઠ પર્વતોની ગુફામાં પાર્વત્ય પ્રદેશોમાં વિચરણ કરનાર
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy