SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૪ ] શ્રી અંતગડ સૂત્ર ભગવાન મહાવીર સ્વામીથી નઅતિ દૂર કે ન અતિ નજીક ઉપસ્થિત થઈ, ગમનાગમન સંબંધીનું પ્રતિક્રમણ કરી, એષણા(ગોચરી)સંબંધી લાગેલા દોષોની આલોચના કરી લાવેલ આહારને શ્રદ્ધાપૂર્વક ભગવાનને દેખાડી, તેમની આજ્ઞા મેળવી, મૂછ રહિત, ગૃદ્ધિ રહિત, રાગરહિત અને આસક્તિ રહિત, સાપ જેમ દરમાં પ્રવેશ કરે તેમ રાગદ્વેષથી રહિત થઈને આહારનું સેવન કરતા. ત્યાર પછી કોઈ એક સમયે શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહ નગરથી નીકળી બહારના જનપદોમાં વિચરવા લાગ્યા. એ અવધિમાં(દરમ્યાન) મહાભાગ્યશાળી અર્જુન અણગારે ઉદાર, વિપુલ, ભગવાને આપેલા તથા પોતે ઉત્કૃષ્ટ ભાવે સ્વીકારેલા, અત્યંત પ્રભાવશાળી, ઉત્તરોત્તર વર્ધમાન, ઉજ્જવળ પરિણામી તપથી આત્માને ભાવિત કરતા છ માસ સુધી ચારિત્ર પર્યાયનું પાલન કર્યું. અર્ધમાસિકી સંલેખનાથી આત્માને સેવિત કરી, ત્રીસ ભક્ત અણસણને પૂર્ણ કરી, જે પ્રયોજનથી સંયમ ગ્રહણ કર્યો હતો તે પ્રયોજનને સિદ્ધ કર્યું અર્થાત્ અર્જુન અણગાર સિદ્ધગતિને પામ્યા. વિવેચન : આ સૂત્રમાં અર્જુન અણગારની સમતા તથા ક્ષમાભાવનાનો તાદૃશ્ય ચિતાર છે. છ માસના ટૂંકા ગાળામાં જ અનાદિથી લાગેલા કર્મ મળને સર્વથા દૂર કરી આત્માને નિર્મળ તથા શુધ્ધ કરી લીધો. આ જ એની ઉચ્ચતમ સાધનાને પુરવાર કરે છે. આ સૂત્રમાં તેમની આત્યંતર તપ સાધનાને અનેક શબ્દો દ્વારા વર્ણવી છે. (૨) Fોતિ = કટુ વચનો દ્વારા તિરસ્કાર કરવો, સારું-નરસું કહેવું (૨) હાંતિ = હીલના, અનાદર અપમાન કરવું. (૩) નિયંતિ = પીઠ પાછળ કે પરસ્પર દોષોનું વર્ણન કરવું. (૪) હિતિ = ખીજાવવું, દુર્વચનો દ્વારા ક્રોધાવેશમાં બોલવું. (૬) રિદ્ધતિ = વ્યક્તિ સમક્ષ તેના દોષોને પ્રગટ કરવા. (૬) તળનેતિ = આંગળી દેખાડી ભય ઉત્પન્ન કરવો, તિરસ્કાર કરવો, ખીજાવું. (૭) તારેંતિ = લાકડી, પત્થરાદિ મારવાં. આ બધા પરીષહોને અર્જુન મુનિએ જે રીતે સહન કર્યા તેની પ્રશંસા સુચક શબ્દો આ પ્રકારે છેसहते भयाभावेन, क्षमते कोपाभावेन, तितिक्षते दैन्याभावेन, अधिसहते आधिक्येन સદાતે તિા સદડ્ડ- કોઈપણ ભય વગર સહન કર્યા. નિડર થઈને સહન કર્યા. મ– ક્રોધથી દૂર રહીને શાંત ભાવે સહન કર્યા. ઈતિહ– કોઈપણ જાતની દીનતા દેખાડ્યા વગર પરીષહોને સહન કર્યા. દયારે- ખૂબ સહન કર્યા અર્થાત્ વૈર્ય, પ્રસન્નતા અને ઉત્સાહ સાથે સહન કર્યા. આ બધા શબ્દોથી અર્જુન માળીની સહનશીલતા અને વૈર્યતાની પરાકાષ્ઠા ધ્વનિત થાય છે. અપરિતંતળોft = અર્જુનમુનિને નિરંતર સમાધિમાં રત–લીન રહેવાના કારણે 'અપરિહંત જોગી' કહેવામાં આવ્યા છે. જીવનનિવપગ મૂi = સાપના દરમાં પ્રવેશ કરવા સમાન અર્જુનમુનિ મોઢામાં આજુબાજુના
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy