SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ ૬ અધ્ય. ૩ ૧૩૫ ગલોફાનો સ્પર્શ કર્યા વગર અર્થાત્ રસાસ્વાદ લીધા વગર, રાગદ્વેષ રહિત થઈને આહાર કરતા હતા. અર્જુન મુનિનો તપ ગોચરી સમયે તાડન તર્જનને સહન કરવાનો હતો. તેના ભાવ સૂચક શબ્દો આ પ્રકારે છે– (૨) ભેળ- ઉદાર હતો, પ્રધાન હતો. ભૂખ્યા રહેવું, રસેન્દ્રિયને જીતવી, ભિક્ષા દ્વારા સંયમી જીવનનો નિર્વાહ કરવો, આ બધું હજુયે આસાન(સહેલું) છે પરંતુ અપમાન, મારપીટ, તિરસ્કાર આદિ સહન કરી તપસ્યાની આરાધના ચાલુ રાખવી એ મોટામાં મોટું તપ છે. (૨) વિજ્ઞેળ = વિશાળ, વિપુલ કષ્ટો કે પરીષહોને એકવાર, બેવાર અથવા ત્રણવાર કે અમુક અમુક સમયે સહન કરી શકાય પરંતુ લગાતાર છ મહિના સુધી કષ્ટોને, ઉપસર્ગ–પરીષહોને સહન કરવા અને એ પણ તિતિક્ષાપૂર્વક એ અતિ વિકટ તપસ્યા છે, વિલક્ષણ સાહસ અને સહિષ્ણુતા છે. એટલા માટે જ સૂત્રકારે છઠના પારણે છઠની છ મહિનાની જ તપસાધના હોવા છતાં તેને વિપુલ અને વિશાળ કહી છે. (૩) પયત્તેણં = (૧) અર્જુન અણગારની તપસ્યા પોતે જ આરંભેલી નહોતી પરંતુ પ્રભુ મહાવીર સ્વામીની આજ્ઞા પ્રાપ્ત થવા પર આરંભાયેલી હતી. (૨) પ્રયત્નપૂર્વક, મહાન પુરુષાર્થ યુક્ત તેની તપસ્યા હતી. (૪) પહિષ્ણ = ઉત્કૃષ્ટ ભાવનાથી ગ્રહણ કરેલી હતી. વર્ધમાન પરિણામી હતી. સુદઢ સાધક બનીને સાધના જગતમાં આવ્યા હતા અને અંત સુધી સુદઢ સાધક જ રહ્યા. (બ) મહાપુઞાનેનું = પ્રભાવશાળી તપ, છ મહિનામાં અર્જુન મુનિના જન્મ જન્માંતરના કર્મો નષ્ટ થઈ ગયા, એવું મહા પ્રભાવક તપ હતું. શ્રેણિક ચરિત્રમાં લખ્યું છે કે અર્જુનમાળીના શરીરમાં મુદ્ગરપાણિ યશ પાંચ માસ અને તેર દિવસ રહ્યો. એ કાળમાં તેણે ૧૧૪૧ વ્યક્તિઓની ઘાત કરી. જેમાં ૯૭૮ પુરુષો અને ૧૬૩ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પ્રતિદિન તેણે સાત વ્યક્તિની ઘાત કરી છે. અહીં એક શંકા ચાય કે આટ આટલી ઘાત કરનારો આત્મા છ મહિનામાં મુક્ત કેવી રીતે થઈ શકે ? તેના સમાધાનના ત્રણ મુદ્રા છે (૧) મવોહિ મંત્રિય માંં તવા વિખ્તરિન્ગદ્ (ઉત્તરાધ્યન સૂત્ર. અધ્ય.૩૦) અર્થાત્ તપ એક એવું અદભુત દિવ્ય રસાયણ છે કે એનાથી કરોડો ભવના (જન્મજન્માંતરોના બાંઘેલા) કર્મો નિર્જરી જાય છે.(હાય પામે છે.) (2) अण्णाणी जं कम्मं खवेइ भवसयसहस्स कोडीहिं । तं णाणी तिहिं गुत्तो, खवेइ ऊसासमेत्तेणं ॥ ॥ प्रवचन सार ॥ ॥ અજ્ઞાની જીવ જે કર્મોનો લાખો કરોડો ભવમાં ક્ષય કરે છે તેટલા જ કર્મો જ્ઞાની ત્રણ ગુપ્તિ દ્વારા એક શ્વાસ માત્રમાં ક્ષય કરી નાખે છે.
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy