SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૨૦: ઉદ્દેશક-૮. પ૭૭ ] વિવેચન - પ્રસ્તુત સૂત્રમાં કર્મભૂમિના ક્ષેત્રમાં ધર્મની પ્રરૂપણા કરી છે. તીર્થકરો તત્કાલીન મનુષ્યોની વૃત્તિ અને પાત્રતા અનુસાર ધર્મની પ્રરૂપણા કરે છે. તીર્થકરોની ધર્મપ્રરૂપણા ચાતુર્યામરૂપ અથવા પ્રતિક્રમણ સહિત પંચમહાવ્રતરૂપ હોય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં બે પ્રકારની ધર્મપ્રરૂપણાનું કારણ સ્પષ્ટ કર્યું છે. વાડMા થi – ચાતુર્યામ ધર્મ. યામ એટલે વ્રત નિયમ. ઋજુ અને પ્રાજ્ઞ મનુષ્યોને માટે ચાતુર્યામ ધર્મની પ્રરૂપણા હોય છે. યથા– (૧) સર્વથા પ્રાણાતિપાત વેરમણ (૨) સર્વથા મૃષાવાદ વેરમણ (૩) સર્વથા અદત્તાદાન વેરમણ (૪) સર્વથા પરિગ્રહ વેરમણ. પરિગ્રહમાં સ્ત્રી, ધન વગેરે સર્વનો સમાવેશ થઈ જાય છે. મહાવિદેહક્ષેત્રમાં અને ભરત ઐરવત ક્ષેત્રમાં મધ્યના બાવીસ તીર્થકરોના શાસનકાલમાં મનુષ્યો ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી તીર્થકરો ચાતુર્યામ ધર્મની પ્રરૂપણા કરે છે. પંમદબૂફ પડમ –ઋજુ અને જડ તથાવક્ર અને જડપ્રકૃતિના મનુષ્યોને માટે તીર્થંકરો પંચ મહાવ્રત અને સપ્રતિક્રમણ રૂપ ધર્મનો ઉપદેશ આપે છે. પાંચ મહાવ્રત આ પ્રમાણે છે. (૧) સર્વથા પ્રાણાતિપાત વેરમણ (૨) સર્વથા મૃષાવાદ વેરમણ (૩) સર્વથા અદત્તાદાન ચેરમણ (૪) સર્વથા મૈથુન વેરમણ (૫) સર્વથા પરિગ્રહ વેરમણ. દરરોજ સવારે અને સાંજે નિયમ પૂર્વક પ્રતિક્રમણ કરવું તે સપ્રતિક્રમણ ધર્મ છે. ભરત, ઐરાવત ક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરોના સમયે મનુષ્યો ક્રમશઃ ઋજુ-જડ તથા વક્ર જડ હોવાથી પાંચ મહાવ્રત અને ઉભયકાલ પ્રતિક્રમણ કરવા રૂપ ધર્મની પ્રરૂપણા હોય છે. આ રીતે ધર્મની પ્રરૂપણામાં ક્ષેત્ર અને કાલ આશ્રી અંતર છે. તે અંતર વ્યવહાર માત્રનું છે. તાત્ત્વિક રૂપે ભેદ હોતો નથી. ભરતક્ષેત્રમાં ર૪ તીર્થકર :६ जंबुद्दीवेणं भंते !दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए कइ तित्थगरा पण्णत्ता? गोयमा !चउवीसंतित्थगरापण्णत्ता,तंजहा- उसअजियसंभक्अभिणंदण-सुमइ सुप्पभसुपासससिपुष्पदंत-सीयल सेज्जसवासुपुज्ज-विमल-अणत-धम्मसति-कुंथुअर मल्लिमुणिसुव्वयणमिणेमिपासवद्धमाणा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાલમાં કેટલા તીર્થકરો થયા છે? ઉત્તર- હે ગૌતમ! ચોવીસ થયા છે. યથા– (૧) ઋષભ (૨) અજીત (૩) સંભવ (૪) અભિનંદન (૫) સુમતિ (૬) સુપ્રભ(પદ્મપ્રભ) (૭) સુપાર્શ્વ (૮) શશિ(ચંદ્રપ્રભ) (૯) પુષ્પદંત(સુવિધિ) (૧૦) શીતલ (૧૧) શ્રેયાંસ (૧૨) વાસુપૂજ્ય (૧૩) વિમલ (૧૪) અનંત (૧૫) ધર્મ (૧૬) શાંતિ (૧૭) કુંથુ (૧૮) અર (૧૯) મલ્લિ (૨૦) મુનિસુવ્રત (૨૧) નમિ (૨૨) નેમિ (૨૩) પાર્થ (૨૪) વર્ધમાન. | ७ एएसिणं भंते ! चउवीसाए तित्थगराणं कइ जिणंतरा पण्णत्ता? गोयमा ! तेवीसं जिणतरापण्णत्ता।
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy