SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૮ ] શ્રી ભગવતી સૂત્ર-૪ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! આ ચોવીસ તીર્થકરોના કેટલા આંતરા(વ્યવધાન) છે? ઉત્તર- હે ગૌતમ! ત્રેવીસ આંતરા હોય છે. વિવેચન : ૧૦ ક્રોડાકોડી સાગરોપમનો ઉત્સર્પિણી કે અવસર્પિણી કાલ હોય છે. તેમાં એક ક્રોડાક્રોડી સાગરોપમ ધર્મકાલ છે. તે એક ક્રોડાક્રોડી સાગરોપમમાં ૨૪ તીર્થકરો થાય, તેવો સહજ સ્વભાવ છે. અવસર્પિણીકાલમાં ભરતક્ષેત્રના ત્રીજા આરામાં એક તીર્થંકર અને ચોથા આરામાં ત્રેવીસ તીર્થંકર થાય છે. આ રીતે ઉત્સર્પિણીકાલમાં પણ ૨૪ તીર્થકર થાય છે. શાશ્વતકાલ પયત આ જ નિયમ છે. બે તીર્થંકરોની વચ્ચેના કાલને આંતરા કહે છે. ૨૪ તીર્થંકરોના ૨૩ આંતરા થાય છે. જિનાન્તરોમાં શ્રુત વિચ્છેદ :८ एएसिणं भंते ! तेवीसाए जिणंतरेसु कस्स कहिं कालियसुयस्स वोच्छेए पण्णत्ते? गोयमा ! एएसुणं तेवीसाए जिणंतरेसुपुरिमपच्छिमएसु अट्ठसु अट्ठसु जिणंतरेसु एत्थ णं कालियसुयस्स अवोच्छेए पण्णत्ते, मज्झिमएसु सत्तसु जिणंतरेसु एत्थ णं कालियसुयस्स वोच्छेए पण्णत्ते, सव्वत्थ विणं वोच्छिण्णे दिट्ठिवाए। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! આ ત્રેવીસ જિનાંતરોમાં કયા જિનાત્તરમાં કાલિક શ્રુતનો વિચ્છેદ થાય છે? ઉત્તર- હે ગૌતમ ! આ ત્રેવીસ જિનાન્તરોમાં પહેલા આઠ અને પાછલા આઠ જિનાત્તરોમાં (તીર્થકરોના શાસનકાલમાં) કાલિક શ્રુતનો અવિચ્છેદ હોય છે અને મધ્યના સાત જિનાન્તરોમાં કાલિક શ્રુતનો વિચ્છેદ થયો છે, દષ્ટિવાદનો વિચ્છેદ તો સર્વ જિનાન્તરોમાં થાય છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રમાં આ અવસર્પિણીકાલના ૨૪ તીર્થકરના શાસન કાલમાં શ્રુત વિચ્છેદ કાલને સ્પષ્ટ કર્યો છે. તીર્થ વિચ્છેદ– તીર્થંકરોના નિર્વાણ પછી તીર્થંકરોએ સ્થાપેલા ચતુર્વિધ સંઘની પરંપરા અખંડ ન રહેવી, ચારે તીર્થનો કે તેના આધારભૂત શ્રુતજ્ઞાનનો નાશ થવો તેને શાસન વિચ્છેદ અથવા તીર્થ વિચ્છેદ થયો કહેવાય છે. પ્રથમ આઠ અને અંતિમ આઠ તીર્થકરોની શાસન પરંપરા અખંડ રહી હતી. પરંતુ મધ્યના આઠ તીર્થકરોના સાત અંતરકાલમાં અર્થાત્ નવમા તીર્થંકરથી પંદરમા તીર્થકર સુધીનું શાસન વિચ્છેદ ગયું હતું. વિષ્ણુરૂ ગોછેv:- મૂળપાઠમાં કાલિક શ્રતનો વિચ્છેદ થયો, તે પ્રમાણે શબ્દ પ્રયોગ છે. તેમ છતાં તીર્થવિચ્છેદ સમયે સાધુ-સાધ્વી અને સંપૂર્ણ શ્રુતજ્ઞાનનો વિચ્છેદ થાય છે. તેમ વિચ્છેદનો અર્થ સમજવો જોઈએ. શ્રત વિચ્છેદ કાલ :- ૯ થી ૧૬ તીર્થકરો અર્થાત્ શ્રી સુવિધિનાથથી શાંતિનાથ ભગવાન સુધીના સાત અંતરોમાં શ્રુતનો વિચ્છેદ થયો છે અને દષ્ટિવાદનો વિચ્છેદ તો સર્વ જિનાન્તરોમાં થયો છે અને થાય છે. વિચ્છેદ કાલના પ્રમાણ માટે સૂત્રમાં કોઈ સૂચન નથી પરંતુ ગ્રંથોમાં તેનો કાલ આ પ્રમાણે ઉપલબ્ધ છે–
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy