SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૬ ] શ્રી ભગવતી સૂત્ર-૪ णेवत्थि ओसप्पिणी, अवट्ठिए णंतत्थ काले पण्णत्तेसमणाउसो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્રોમાં ઉત્સર્પિણી અને અવસર્પિણીકાલ છે? ઉત્તર- હા, ગૌતમ ! છે. પ્રશ્ન- હે ભગવનું ! પાંચ મહાવિદેહક્ષેત્રમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલ છે? ઉત્તર- હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્સર્પિણી કે અવસર્પિણી કાલ નથી. હે આયુષ્યમાનું શ્રમણ ! ત્યાં એક અવસ્થિતકાલ હોય છે. વિવેચન :ઉત્સર્પિણી કાલ:- જે કાલમાં જીવોના સંઘયણ-સંસ્થાન આદિ ઉત્તરોત્તર અધિકાધિક શુભ થતા જાય, આયુષ્ય અને અવગાહના ઉત્તરોત્તર વધતી જાય તથા ઉત્થાન, કર્મ, બલ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમની ક્રમશઃ વૃદ્ધિ થતી જાય; પુગલોના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પણ ક્રમશઃ શુભ-શુભતર થતા જાય, તેમાં વૃદ્ધિ થતાં ક્રમશઃ ઉચ્ચતમ અવસ્થા આવી જાય છે, તેને ઉત્સર્પિણી કાલ કહે છે. તેનું કાલમાન દશક્રોડાકોડી સાગરોપમનું છે. અવસર્પિણીકાલ:- જે કાલમાં જીવોના સંઘયણ, સંસ્થાન, આયુષ્ય, અવગાહના ક્રમશઃ હીન થતા જાય; જીવ માત્રના ઉત્થાન, કર્મ,બલ આદિ પણ ક્રમશઃ હીન થતા જાય; પગલોના વર્ણાદિ પણ હીન-હીનતર થતા જાય, શુભભાવ ઘટતા જાય, અશુભ ભાવ વધતા જાય છે તેને અવસર્પિણીકાલ કહે છે. તેનું કાલમાન દશક્રોડાકોડી સાગરોપમનું છે. પાંચ ભરત અને પાંચ ઐરાવત આ દશ કર્મભૂમિ ક્ષેત્રમાં જ આ બંને કાલ હોય છે અર્થાત્ ત્યાં જ કાલનું પરિવર્તન થાય છે. તે સિવાય મહાવિદેહ ક્ષેત્રમાં અને ૩૦ અકર્મભૂમિક્ષેત્રમાં કે અઢીદ્વીપ બહાર અને દેવલોક આદિ કોઈપણ ક્ષેત્રમાં ઉત્સર્પિણી કે અવસર્પિણી કાલ રૂપ પરિવર્તન નથી. મહાવિદેહ ક્ષેત્રમાં ધર્મ - ५ एएसुणं भंते ! पंचसु महाविदेहेसु अरहंता भगवंतो पंचमहव्वइयंसपडिक्कमणं धम्मपण्णवयति? - गोयमा !णोइणटेसमटे । एएसुणंपंचसुभरहेसु, पंचसुएरवएसु, पुरिमपच्छिमगा दुवे अरहता भगवंतो पंचमहव्वइयंसपडिक्कमणं धम्मपण्णवयंति, अवसेसाणं अरहता भगवंतो चाउज्जामं धम्म पण्णवयति । एएसुणं पंचसु महाविदेहेसु अरहता भगवतो चाउज्जामंधम्मपण्णवयति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પાંચ મહાવિદેહમાં અરિહંત ભગવંતો પ્રતિક્રમણ સહિત પંચમહાવ્રત રૂપ ધર્મનો ઉપદેશ આપે છે? ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી. પરંતુ પાંચ ભરત અને પાંચ ઐરાવતક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ બે અરિહંત ભગવાન, પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રત રૂપ ધર્મનો ઉપદેશ આપે છે. શેષ અરિહંત ભગવાન ચાર યામરૂપ ધર્મનો ઉપદેશ આપે છે. પાંચ મહાવિદેહક્ષેત્રમાં પણ અરિહંત ભગવાન ચાર યામરૂપ ધર્મનો ઉપદેશ કરે છે.
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy