SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૮: ઉદ્દેશક-૨ ૩૯૧ | મુનિસુવ્રત સ્વામી પાસેથી ધર્મ સાંભળ્યો છે. તે ધર્મ મને ઈષ્ટ, વિશેષ ઈષ્ટ અને પ્રિય લાગ્યો છે. હે દેવાનુપ્રિયો ! હું તે ધર્મને સાંભળીને સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું. હું તેમની સમીપે પ્રવ્રજ્યા અંગીકાર કરવાની ઈચ્છા રાખું છું. તમે શું કરવા ઈચ્છો છો? શું પ્રવૃત્તિ કરવા ઈચ્છો છો, તમને શું ઈષ્ટ છે અને તમારું શું સામર્થ્ય છે? તે એક હજાર આઠ વ્યાપારીઓએ કાર્તિક શેઠને કહ્યું- હે દેવાનુપ્રિય! જો આપ સંસારનો ત્યાગ કરીને પ્રવજ્યા ગ્રહણ કરશો, તો અમારે માટે અહીં બીજું કોણ આલંબન છે, કોનો આધાર છે અને કોનો પ્રતિબંધ છે? અર્થાત્ અમોને કોણ રોકનાર છે? તેથી હે દેવાનુપ્રિય! અમે પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન થયા છીએ તથા જન્મ અને મરણથી ભયભીત થયા છીએ. અમે પણ આપની સાથે આગારવાસનો ત્યાગ કરીને અરિહંત મુનિસુવ્રત સ્વામી પાસે મુંડિત થઈને પ્રવ્રજ્યા ગ્રહણ કરશું. સંયમ સ્વીકારવાની પૂર્વ તૈયારી : ६ तएणं से कत्तिए सेट्ठी तंणेगमट्ठसहस्सं एवं वयासी-जइ णं देवाणुप्पिया ! संसारभयुबिग्गा भीया जम्मणमरणाणंमए सद्धिं मुणिसुव्वयस्स जावपव्वयह, तंगच्छह णं तुम्भे देवाणुप्पिया !सएसुगिहेसु, विपुलं असणं जावउवक्खडावेह, मित्तणाई जाव जेट्ठपुत्तं कुटुंबे ठावेह, ठावेत्ता तं मित्तणाइ जाव जेट्ठपुत्ते आपुच्छह, आपुच्छेत्ता पुरिससहस्सवाहिणीओसीयाओ दुरूहह,दुरूहित्ता मित्तणाई जावपरिजणेणंजेटुपुत्तेहिं य समणुगम्ममाणमग्गा सव्वड्ढीए जावरवेणं अकालपरिहीणंचेव मम अंतियंपाउब्भवह। શબ્દાર્થ-પ૩૦થવ૬ પ્રગટ થાઓ અવતરિહીનં વિલંબ કરતા નથી. ભાવાર્થ - મિત્રોનો અભિપ્રાય જાણીને કાર્તિક શેઠે તેમને કહ્યું- હે દેવાનુપ્રિયો ! જો તમે પણ સંસાર ભયથી ઉદ્વિગ્ન થયા છો, મારી સાથે અરિહંત મુનિસુવ્રત સ્વામી પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરવાની ઈચ્છા રાખો છો, તો પોત-પોતાના ઘેર જાઓ અને વિપુલ પ્રમાણમાં ભોજન, પાણી તૈયાર કરાવો; મિત્ર, જ્ઞાતિજનો આદિને આમંત્રણ આપીને ભોજન કરાવો, પોત-પોતાના જ્યેષ્ઠ પુત્રને પોતાના કુટુંબમાં સ્થાપિત કરો. ત્યાર પછી જ્યેષ્ઠ પુત્રને કુટુંબનો ભાર સોંપીને તથા તે મિત્રાદિ અને જ્યેષ્ઠ પુત્રને પૂછીને, એક હજાર આઠ પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકામાં બેસીને તે મિત્રાદિ દ્વારા તથા જ્યેષ્ઠ પુત્ર દ્વારા અનુસરણ કરાતા, સર્વ ઋદ્ધિપૂર્વક, વાદ્યોના ઘોષપૂર્વક વિલંબ રહિત મારી પાસે આવો. ७ तएणंतेणेगमट्ठसहस्संपिकत्तियस्स सेट्ठिस्स एयमटुंविणएणंपडिसुणेइ, पडिसुणेत्ता जेणेवसाइंसाइंगिहाइतेणेव उवागच्छंति,उवागच्छित्ता विउलं असणं जावउवक्खडावेत, उवक्खडावेत्ता जावजेटुपुत्तेकुटुंबेठार्वति, ठावेत्तातंमित्तणाई जावजेटुपुत्तेय आपुच्छंति, आपुच्छेत्ता पुरिससहस्सवाहिणीओ सीयाओ दुरूहित्ता मित्तणाई जावपरिजणेणंजेट्टपुत्तेहि य समणुगम्ममाण-मग्गा सव्विड्डीए जावरवेणं अकालपरिहीण चेव कत्तियस्स सेट्रिस्स अतियं पाउब्भवति। ભાવાર્થ - ત્યાર પછી તે ૧૦0૮ વ્યાપારીઓએ કાર્તિક શેઠના કથનને વિનયપૂર્વક સાંભળ્યું. તે સર્વ વણિકો પોત-પોતાના ઘેર ગયા અને વિપુલ અશનાદિ તૈયાર કરાવ્યા, તૈયાર કરાવીને પોતાના મિત્ર જ્ઞાતિ-સ્વજનોને બોલાવીને તેની સમક્ષ જ્યેષ્ઠ પુત્રને કુટુંબનો ભાર સોંપ્યો અને તે મિત્રાદિ તથા જ્યેષ્ઠ પુત્રને પછી, ભસીને તે મિત્રાદિ ઘીના ઘોષપર્વ
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy