SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ શતક્ર-૧૩: ઉદ્દેશક-૬ [ ૮૩ ] | ७ तएणं समणे भगवं महावीरे उदायणस्स रण्णो अयमेयारूवं अज्झत्थियं जाव समुप्पण्णं वियाणित्ता चपाओ णयरीओ पुण्णभद्दाओ चेइयाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता पुव्वाणुपुट्विं चरमाणे गामाणुगामंदूइज्जमाणे सुहंसुहेणं विहरमाणे जेणेव सिंधूसोवीरे जणवए जेणेव वीतीभये णयरे, जेणेव मियवणे उज्जाणे तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता जावसंजमेण तवसा अप्पाण भावेमाणा विहरइ।। ભાવાર્થ :- ઉદાયન રાજાને ઉત્પન્ન થયેલા આ પ્રકારના સંકલ્પને જાણીને શ્રમણ ભગવાન મહાવીર ચંપાનગરીના પૂર્ણભદ્ર ઉદ્યાનમાંથી નીકળ્યા અને અનુક્રમથી વિચરતાં, ગ્રામાનુગ્રામ વિહાર કરતાં સિંધુ સૌવીર દેશમાં, વીતિભય નગરના, મૃગવન ઉધાનમાં પધાર્યા. ત્યાં પધારીને યાવત્ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચારવા લાગ્યા. ८ तएणं वीतीभये णयरे जावपरिसा पज्जुवासइ । तएणं से उदायणे राया इमीसे कहाए लद्धढे समाणे हद्वतुढे कोडुबियपुरिसे सद्दावेइ,सदावित्ता एवं वयासी-खिप्पामेव भोदेवाणुप्पिया!वीतीभयंणयरंसभितरबाहिरियंजहा कूणिओउववाइए जावपज्जुवासइ। पउमावईपामोक्खाओ देवीओतहेव जावपज्जुवासंति । धम्मकहा। ભાવાર્થ - ત્યારે વીતિભય નગરમાં યાવતુજનસમૂહ પ્રભુના દર્શનાર્થે ગયો. પરિષદ પ્રભુની પર્થપાસના કરવા લાગી. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના આગમનની વાત સાંભળીને ઉદાયન રાજા હર્ષિત અને સંતુષ્ટ થયા અને પોતાના સેવક પુરુષોને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે શીઘ્ર વીતિભય નગરને અંદર અને બહારથી સ્વચ્છ કરાવો ઇત્યાદિ વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર કૂણિક રાજાના કથન સમાન જાણવું જોઈએ. ઉદાયન રાજા પ્રભુના દર્શન માટે ગયા. વંદન નમસ્કાર કરીને, પર્યાપાસના કરવા લાગ્યા અને પદ્માવતી પ્રમુખ રાણીઓ પણ પર્યાપાસના કરવા લાગી. ભગવાને ધર્મકથા કહી. | ९ तएणं से उदायणे राया समणस्स भगवओ महावीरस्स अंतियं धम्म सोच्चा णिसम्म हट्ठतुढे उठाए उट्टेइ, उठाए उठ्ठित्ता समणं भगवंमहावीरं तिक्खुत्तो जावणमसित्ता एवं वयासी- एवमेयं भंते ! तहमेयं भंते ! जावसे जहेयं तुब्भे वयह त्ति कटु जंणवरं देवाणुप्पिया !अभिइकुमारं रज्जे ठावेमि,तएणं अहं देवाणुप्पियाणं अतिए मुंडे भवित्ता अगाराओ अणगारियंपव्वयामि । अहासुहं देवाणुप्पिया !मा पडिबंधकरेह । ભાવાર્થ:- શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી ધર્મોપદેશ સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને ઉદાયન રાજા હર્ષિત અને સંતુષ્ટ થયા. તે ઊભા થયા, ઊભા થઈને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણવાર પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! જે પ્રમાણે આપે કહ્યું છે, તે તે જ પ્રમાણે છે, યથાર્થ છે, આપનું કથન સત્ય છે, તથ્ય છે, જે રીતે આપે કહ્યું છે, તે જ રીતે છે. હે દેવાનુપ્રિય ! હું અભીચિકુમારનો રાજ્યાભિષેક કરીને આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને, આગાર ધર્મને છોડીને, અણગાર ધર્મ(પ્રવ્રજ્યા) અંગીકાર કરવાની ઇચ્છા રાખું છું. ભગવાને કહ્યુંહે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો, ધર્મકાર્યમાં વિલંબ ન કરો.
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy